Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 48
________________ ૩૭ બહુ સાહેબો જાણે એક જ જીગરમાંથી ઉતપન થએલા હોય તેવા એખલાસથી વેપારનું મહાભારત કામ એકસરખાં વિચારથી જે સંપુરણ રીતે તેઓ પાર ઉતારી સખતા હતાં તેનું વરણન જેટલું જણાવીએ તેટલું થોડું જ કહેવાએ કેમકે તે વખત ઉપર પારસીઓમાં જેમ મરહુમ બારોનેટ સાહેબ તેમજ હીંદુઓમાં આ મોતીશાહ શેઠ પહેલે વાગેના પરમાણીક વેપાર તથા વહાણાંવટી ગણતા હતાં અને તે સાહેબોના બોહલા વેપારને લીધે હજારો માણસોની રોજી બી ચાલતી હતી. તેમાં નાતજાતનો કશોએ અંતરો જાણે આવે ના. સરવેની સરખી આંખે જોઈને મહેરબાણ દિલથી પાલતાં હતાં. એટલું જ નહિ પર પરજા (પ્રજા) ઉપયોગીના હરકોઈ કામમાં બી સરવેથી પહેલાં દરજ્જાની આગેવાની તેઓ જ લેતા હતાં.” ઉદારતાના પ્રેરક પ્રસંગો પોતાના ઉપર જાણતા-અજાણતાં કોઈએ પણ કરેલા નાના-મોટા ઉપકારની ખબર પડે તો તેનો બદલો કેમ વાળવો એની લગની શેઠ મોતીશાહને હંમેશાં રહેતી. એક પ્રસંગ યાદગાર છે. તેમને અમદાવાદના શેઠ હઠીસંગ કેસરીસંગ સાથે કૌટુમ્બિક સંબંધ હતો. શેઠ હઠીસંગે જ્યારે ગિરનારનો સંઘ કાઢયો હતો ત્યારે ચોરવાડ ગામે સંઘના અને ગામના માણસો માટે પોતાના તરફથી જમણવાર કર્યો. પરંતુ એ જમણવાર શેઠ મોતીશાહ તરફથી છે એવું એમણે નોતરું ફેરવ્યું હતું. એ જમણ પેટે એમણે રૂપિયા સાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72