Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 12
________________ શેઠ મોતીશાહ બહુરત્ના વસુંધરા” એ ન્યાયે આ ધરતી ઉપર સમયે સમયે પોતપોતાની વૈયક્તિક વિશિષ્ટતા અને નવીનતાવાળાં તેજસ્વી નરરત્નો ઉત્પન્ન થાય છે. જૈન-અજૈન સર્વ લોકોમાં સન્માનનીય બનેલા એવા જૈન પરંપરાના સાધુ-મહાત્માઓનાં તો અનેક નામો ઇતિહાસમાંથી સાંપડી રહે છે. ગૃહસ્થ મહાપુરુષોમાં કેટલાયનાં નામ ભૂતકાળમાં વિલીન થઈ ગયાં છે. તેમ છતાં છેલ્લાં હજારેક વર્ષમાં થઈ ગયેલ વિમલ મંત્રી, ઉદયન મંત્રી, કુમારપાળ મહારાજા, વસ્તુપાલ, તેજપાલ, જાવડશા, જગડુશા, પેથડશા, ભામાશા, ધરણાશા વગેરેનાં પુણ્યવંત નામો હજુ નજર સામે તરવરે છે. એવી જ રીતે ઓગણીસમી સદીમાં મુંબઈની ધરતી ઉપર થઈ ગયેલા શેઠ મોતીશાહનું પુણ્યવંત નામ પણ વિવિધ પ્રેરક પ્રસંગોની સુવાસથી સભર છે. ચોપન વર્ષના ટૂંકા જીવનકાળ દરમિયાન એમણે જીવદયાનાં, માનવતાનાં, સાધર્મિક ભક્તિનાં, ધર્મપ્રિયતાનાં જે કેટલાંક મહાન કાર્યો કર્યાં છે તેની સ્મૃતિ ચિરકાલીન બની રહે એવી છે. મુંબઈના આરંભકાળના ઇતિહાસમાં તો એમનું ગૌરવવંતું નામ અવિસ્મરણીય બની ગયું છે. ધર્મપરાયણ મહાપુરુષ શેઠ મોતીશાહ - શત્રુંજય તીર્થ ઉપર કુંતાસરની ખીણની જગ્યામાં પુરાણ કરીને મોટી ટ્રક (શેઠ મોતીશાહની ટૂક) બંધાવનાર, મુંબઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72