Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 20
________________ ત્યાં આગળ દરિયો હતો. મુંબઈમાં ત્યારે પાણીના નળ નહોતા, ગટર નહોતી. પીવાના પાણી માટે ઠેર ઠેર કૂવા ખોદવામાં આવ્યા હતા. ત્યારે વીજળી નહોતી. ગેસના દીવાઓ પણ નહોતા. રાત્રે માણસો કોટ બહાર બહુ જતા નહિ. જવું પડે તો હાથમાં મશાલ લઈને નીકળતા. કોટ બહાર રાત્રે જવામાં લૂંટારુઓનો અને વાઘવનો ભય રહેતો. કોટ ઉપર જે તોપ ગોઠવવામાં આવી હતી, તે સવારે અને સાંજે ફોડવામાં આવતી. સાંજે તોપ ફોડ્યા પછી કોટના દરવાજા બંધ થઈ જતા અને સવારે તોપના ધડાકા પછી દરવાજા ખોલવામાં આવતા. મુંબઈની વસ્તી ત્યારે સાઠ હજાર જેટલી હતી. મુંબઈ ટાપુ ઉપર જમીનમાર્ગે મરાઠાઓ અને દરિયાઈ માર્ગે સિંધીઓ લૂંટફાટ કરવા ચડી આવતા. તેઓ કોટની દીવાલ ઉપર ચડીને અંદર ઘૂસી ન આવે એટલા માટે મુંબઈના કોટની ચારે બાજુ ઊંડી ખાઈ ખોદવામાં આવી હતી અને તેમાં પાણી રહેતું. નાગરિકોએ પોતાને ખર્ચે બંધાવેલી આ ખાઈ લગભગ સવાસો વર્ષ સુધી રહી હતી. વસ્તી વધતાં કોટ બહાર લોકો વસવા લાગ્યા હતા અને લૂંટારાઓનો જ્યારે ભય નીકળી ગયો હતો ત્યારે કોટની દીવાલ તોડી નાખીને એનાં ઈંટ-માટી વડે ખાઈ પૂરી નાખવામાં આવી હતી. છે. ત્યારે બોરા બજાર અને બજારગેટ સ્ટ્રીટમાં મુખ્યત્વે દેશી લોકો રહેતા અને ગોરા લોકો બંદર બાજુ રહેતા. ગોરાઓએ પોતાને માટે ત્યાં દેવળ બંધાવ્યું હતું. એથી એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72