Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ચૂકવવામાં વાપર્યો હતો. “મુંબઈનો બાહાર' નામના પુસ્તકમાં એના લેખક રતનજી ફરામજી વાછા પોતાની પારસી ગુજરાતી ભાષામાં લખે છે કે “સકરમી પિતાનો સુપુત જાણવો હોય તો આ લાયકીવાલા શેઠ મોતીશાહ કરતાં બીજો ભાએગશાલી (ભાગ્યશાળી) કોઈને કદાચ જ મલી આવશે. આ શરીરમંત (શ્રીમંત) શેઠના બાપ જે કરજ રાખીને મરણ પામેઆ હતા તેની સાથે જોકે અંગરેજી ધારા મુજબ તેઓને કશું લાગતું-વળગતું નોહતું તો પણ કુદરતથી ઉતરેલા નીતિ કાપેદા (કાયદા) મુજબ તે દેવાનો હક અદા કરવાના હેતુથી તે મરહુમને જુદો વેપાર પોતાના હસતકમાં ચાલુ રાખેઓ હતો. જેમાં સાચી દેનતે (દાનત) સચવાએલી ધારણા જારે રૂડી પેરે પાર ઉતરી તારે તેના વધારામાંથી માગનારાઓને ચૂકવી આપી પોતાના પિતા ઉપર કર્જાથી ચોટેલો દાઘ સફાઈ કીધો અને બાકી બચેલું નાણું ધરમ ખાતામાં વાપડી દીધું. ઉપલી વાત હમો તો એક કાંહાંની જેવી જાણતા હતા. પણ તે વિશેની ખાતરી મેળવવાનો અંચતેઓ (ઓચિંતો) અવકાશ જારે મી. ડોસાભાઈ હોરમજજી ડોલાખાઉ નામના એક પારસી ગરહસથની (ગૃહસ્થની) ચાકરીમાં રહીને તેમની સાથે હમો ચીન ગએલા તારે તેનોની (તેમની) આડટે (આડતે) આગલાં વરસો પર આ શેઠીઆના હસતકથી તેમના પિતાને નામે રકમબંધ અફીન વેચવા માટે નોંધાઈ આવેલું તેમના જુના દફતરો તપાસવાની જોગવાઈ મળે આ ઉપરથી માલૂમ પડેઊં (પડ્યું) હતું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72