Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 34
________________ ૨? ગામ ગામ તે વાંચી લોક ઘણા પરશંસે મારગ પુર્ય તણા; આ કાલે એ પુણ્યવંત થયો, એની નજરે દાલિદ્ર દૂર ગયો.” એ શુભ અવસરે જલયાત્રાનો મોટો વરઘોડો ચડાવવામાં આવ્યો હતો. સુહાગણ સ્ત્રીઓએ માથે જળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઈએ રામણદીવડો લીધો હતો. હાથી, ઘોડા, રથ, ઘોડવેલ (ઘોડાગાડી), અષ્ટમંગળ, ધૂપ, દીપ, ચામર, છત્ર, ઇન્દ્રધ્વજ, ભેરીભૂંગળ વગેરે વડે આ વરઘોડો એવો તો શોભતો હતો કે વીરવિજયજી મહારાજ કહે છે તેમ ટોપીવાળા અંગ્રેજ હાકેમો પણ તે જોઈને બહુ જ હરખાતા હતા. આ પ્રસંગનું વર્ણન કરતાં પંડિત વીરવિજયજી મહારાજે લખેલી નીચેની પંક્તિઓ આજે પણ સ્નાત્રપૂજા કે પ્રક્ષાલપૂજા વખતે બોલાય છે : લાવે લાવે મોતીચંદ શેઠ નવણ જલ લાવે રે; નવરાવે મરુદેવીનંદ, પ્રભુ પધરાવે રે.' આમ, ભાયખલાની પોતાની વાડીમાં મોતીશાહ શેઠે શત્રુંજયની ટૂક જેવું ભવ્ય દેરાસર બંધાવ્યું હતું, અને તેમાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કર્યા હતાં અને એની બરાબર સામે પુંડરીક સ્વામીનાં પ્રતિમાજી પધરાવવામાં આવ્યાં હતાં. દેરાસરના ઊંચા શિખરની રચના એવી રીતે કરવામાં આવી હતી અને શિખરમાં પણ જિનેશ્વર ભગવાનનાં પ્રતિમાજી એવી રીતે પધરાવવામાં આવ્યાં હતાં કે જેથી પોતાના બંગલામાં બેઠાં બેઠાં શેઠને એ પ્રતિમાજીનાં, શિખરનાં અને ધજાનાં દર્શન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72