Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 28
________________ પારસી કુટુંબો સાથે ગાઢ સંબંધ મોતીશાહ શેઠને પિતાશ્રીના વખતથી મુંબઈમાં પારસી અને યુરોપિયન કુટુંબો સાથે ઘણો ગાઢ સંબંધ હતો. આગળ જતાં પારસી અને યુરોપિયન વેપારીઓ વહાણવટાના ધંધામાં મોતીશાહ શેઠની સલાહ લેતા અને શેઠ પણ નિ:સ્વાર્થભાવે સાચી સલાહ આપતા. | મોતીશાહ શેઠને શેઠ હોરમસજી બમનજી અને શેઠ જમશેદજી જીજીભાઈના કુટુંબની સાથે ઘરે જવા-આવવાનો ગાઢ વ્યવહાર પણ હતો. જમશેદજી જીજીભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મોતીશાહને ત્યાં ગાડીવાન તરીકેની નોકરીથી કરી હતી. શેઠે પોતાના પહેલા વહાણનું નામ હોરમસજી” રાખ્યું હતું, જે વાડિયા કુટુંબ સાથેના તેમના પ્રેમાદરભર્યા સંબંધને સૂચિત કરે છે. શેઠ હોરમસજી ગુજરી ગયા ત્યારે તેમના દીકરાઓ સગીર વયના હતા. શેઠ હોરમસજીએ મરતી વખતે પોતાના કુટુંબની દેખભાળ રાખવાનું કોઈ પારસી સગાં-સંબંધીને નહિ પણ મોતીશાહને સોંપ્યું હતું, અને પોતાના વસિયતનામામાં પણ એ પ્રમાણે લખ્યું હતું. મોતીશાહની વિશ્વસનીયતા કેટલી બધી હતી તેની પ્રતીતિ આ ઘટના કરાવે છે. હોરમસજીના અવસાન પછી મોતીશાહ ફરજ અને નિયમ તરીકે રોજ અચૂક એક વખત હોરમસજીના ઘરે આંટો મારી આવતા, છોકરાઓની સંભાળ લેતા અને તેમને કૌટુમ્બિક તથા ધંધાની બાબતમાં સાચી સલાહ આપતા. પારસી કુટુમ્બો સાથે ગાઢ મૈત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72