Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 30
________________ ભાયખલામાં શત્રુંજયની ટૂક શેઠ મોતીશાહના સમયમાં મુંબઈમાં ધર્મક્રિયા માટે કોઈ સગવડો નહોતી. જિનમંદિર પણ નહોતું. જૈનોની વસ્તી પણ ત્યારે થોડી હતી. એમના મોટાભાઈ નેમચંદે કોટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. ત્યારપછી કોટ બહાર વસ્તી થવા માંડી એટલે એમણે તથા શેઠ મોતીશાહે બીજાઓના સહકારથી પાયધુની વિસ્તારમાં શાંતિનાથ ભગવાન, ગોડીજી પાર્શ્વનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથનાં મંદિરો બંધાવવામાં મુખ્ય ફાળો આપ્યો. શેઠ મોતીશાહને ગોડીજી પાર્શ્વનાથમાં એટલી બધી દૃઢ શ્રદ્ધા હતી કે પોતાના પ્રત્યેક શુભ કાર્યમાં, હિસાબના ચોપડાઓમાં પહેલાં “શ્રી ગોડીજી પારસનાથજીની કરપા હોજો” અથવા “શ્રી ગોડીજી પારસનાથજી સાહેબની મંગલ હોજો” લખીને પછી જ કાર્ય ચાલુ કરતા. પોતાના વસિયતનામામાં પણ એ પ્રમાણે જ એમણે આરંભમાં લખેલું હતું. - શેઠ મોતીશાહને શત્રુંજયની યાત્રામાં બહુ શ્રદ્ધા હતી. જ્યારે પોતે વહાણમાં ઘોઘા કે મહુવા જાય ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલિતાણા જઈને તેઓ શત્રુંજયની યાત્રા કરવા વારંવાર જતા. પોતાને ધંધામાં સફળતા એને લીધે જ મળે છે એમ તેઓ માનતા. એમણે મુંબઈના લોકોને શત્રુંજય તીર્થની યાત્રા જેવો લાભ મળે એ માટે ભાયખલામાં વિશાળ જગ્યા લઈ આદીશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું અને સૂરજ કુંડ, રાયણ પગલાં વગેરે કરાવી શત્રુંજયની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72