Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ८ શહેરમાં ઘોડાગાડી ચાલુ થઈ તે પહેલાં બ્રિટિશ ગોરા ગવર્નરો અને અમલદારો એક બળદની એક્કા ગાડીમાં ફરતા.' ઓગણીસમી સદીની શરૂઆતથી મુંબઈ બંદર ઝડપથી વિકાસ પામતું ગયું. તે સમયે આજે જેને કોટ વિસ્તાર કહેવામાં આવે છે તેટલા વિસ્તારવાળા ટાપુ ઉપર અંગ્રેજોએ પોતાના સંરક્ષણ માટે કિલ્લાને વધુ મજબૂત કર્યો હતો. કિલ્લા ઉપર તોપો ગોઠવાઈ હતી. ત્યારે કોલાબાનો ટાપુ જુદો હતો અને તેના ઉપર ખાસ કંઈ વસવાટ નહોતો. વચમાં ખાડી હતી અને ખડકો હતા. ભરતીના પાણીમાં બધા ખડકો ડૂબી જતા. કોલાબા જવા માટે ત્યારે મછવામાં બેસવું પડતું. કોટનો વિસ્તાર પાલવાથી ધોબી તળાવ સુધીનો લગભગ હતો. આજનું આઝાદ મેદાન ત્યારે કોટ્ બહારનું સ્મશાન હતું. બોરા બજાર અને બજારગેટ સ્ટ્રીટ એ મુંબઈની જૂનામાં જૂની શેરીઓ હતી. જે. જે. હૉસ્પિટલ અને ગિરગામ પાસે દરિયો હતો. બાકીનું અત્યારનું મુંબઈ જંગલ અને વેરાન જેવું હતું. મુંબઈની ભૌગોલિક સ્થિતિ શેઠ મોતીશાહના વખતની મુંબઈની ભૌગોલિક સ્થિતિ આવી હતી. સમય જતાં મોટાં શહેરોમાં કેવાં પરિવર્તનો થાય છે તેનો ખ્યાલ મુંબઈનાં જૂનાં ચિત્રો પરથી આવી શકે છે. ઈસવીસનના ઓગણીસમા સૈકાની શરૂઆતમાં મુંબઈ શહેર કોટ વિસ્તારમાં ઍપોલો બંદરથી બોરીબંદર સુધી વિસ્તરેલું હતું. બોરીબંદર શબ્દ સૂચવે છે તે પ્રમાણે ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72