Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ સમુદ્ર કિનારાને લીધે પોર્ટુગીઝોએ આ ટાપુનું નામ “બોમ્બે પાડ્યું હતું. આમ ઘણા જૂના વખતથી મુંબઈ માટે “મુંબઈ અને “બોમ્બે” એમ બે પરસ્પર મળતાં નામ પ્રચલિત બન્યાં હતાં, જે આજ દિવસ સુધી ચાલુ રહ્યાં છે. મુંબઈના ટાપુ ઉપર પોર્ટુગીઝોએ ૧૩૨ વર્ષ સુધી રાજસત્તા ભોગવી, પરંતુ એટલા સુદીર્ઘ કાળ દરમિયાન મુંબઈની જોઈએ તેટલી પ્રગતિ થઈ નહોતી. મચ્છરોના પુષ્કળ ત્રાસવાળો, માછીમારોની પાંખી ગરીબ વસ્તીવાળો અને મરેલાં માછલાંઓના કચરાથી દુર્ગંધમય તથા વારંવાર રોગચાળાના ઉપદ્રવવાળો મુંબઈનો ટાપુ વિકસાવવામાં ફિરંગી લોકોને બહુ રસ નહોતો. પોર્ટુગીઝ પછી અંગ્રેજ હકૂમત એ સમયગાળામાં અંગ્રેજોએ પોતાની કોઠી સૂરત બંદરે નાખી હતી. ઈ.સ. ૧૯૬૧માં પોર્ટુગલના રાજાની બહેન ઇન્ફન્ટા કેથેરાઇનનાં લગ્ન ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ બીજાની સાથે થયાં. એ વખતે પોર્ટુગલના રાજાએ ઈંગ ડ ના રાજાને દહેજમાં આ અવિકસિત અને પડતર જેવો મુંબઈનો ટાપુ ભેટ આપ્યો હતો. ત્યારે મુંબઈની કશી જ કિંમત ન હતી. ૧૩ર વર્ષ સુધી મુંબઈના ટાપુ ઉપર પોર્ટુગીઝ રાજાની ધજા ફરકતી રહી હતી. ત્યાર પછી ઇંગ્લેન્ડના રાજ્યનો યુનિયન જેક ધ્વજ ફરકવા લાગ્યો હતો. એ વખતે આ ટાપુ ઉપર બાંધવામાં આવેલા કિલ્લાના કારણે અંગ્રેજો મુંબઈને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72