Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ નાવિકો વહાણમાર્ગે આફ્રિકાના દક્ષિણ કિનારે થઈને ભારતના પશ્ચિમ કિનારે આવવા લાગ્યા હતા. આગળ જતાં સમુદ્રના કિનારે કિનારે તેઓ છેક ચીન અને જાપાન સુધી પહોંચ્યા હતા. તેઓ કિનારા ઉપરના નાના ટાપુઓ જીતી લઈને કે વેચાતા લઈને પોતાનાં સલામત થાણાં સ્થાપતા હતાં કે જેથી પોતાનાં વહાણોને મુકામ કરવાની, ખલાસીઓને આરામ કરવાની, માલસામાન ચડાવવાઉતારવાની તથા તાજા ખાધાખોરાકી અને પાણી ભરી લેવાની સરળતા રહે અને પોતાનો વેપાર-રોજગાર ઠીક ઠીક ચાલે. તેઓની વેપારી સત્તાની સાથે સાથે રાજદ્વારી સત્તા પણ આવતી ગઈ. આવા ટાપુનાં મથકો ઉપર તેઓ પોતાનો કિલ્લો બાંધી અંદર સુરક્ષિત રહેતા. તેમની પાસે રહેલાં બંદૂક અને તોપ જેવાં ચડિયાતાં શસ્ત્રોને કારણે તથા તેમની ગોરી ચામડીને કારણે સ્થાનિક અભણ, ગરીબ અને આદિવાસી જેવા પછાત લોકો અંજાઈ જતા અને તેમને શરણે રહેતા. પોર્ટુગીઝ વસાહત - મુંબઈનો ટાપુ વિ. સં. ૧૫૮૯માં પોર્ટુગીઝ લોકોએ વેચાતો લઈ લીધો હતો. તે પછી તેઓએ તેના ઉપર કિલ્લો બાંધ્યો હતો. સાથે સાથે વહાણોને લાંગરવા માટે ગોદી બાંધી હતી. વહાણો દ્વારા વારંવાર જતાં-આવતાં કેટલાંક પોર્ટુગીઝ કુટુંબોએ મુંબઈના કિલ્લામાં કાયમનો વસવાટ ચાલુ કર્યો હતો. એમની સાથે વેપાર કરવા માટે કેટલાંક પારસી અને મુસલમાન કુટુંબો સૂરત, ખંભાત કે કોંકણમાંથી આવીને વસ્યાં હતાં. મુંબઈમાં તે વખતે માછીમારો, ભંડારીઓ વગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72