Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ મોતીશાહનું જે જીવનચરિત્ર લખ્યું છે તેમાંથી તથા પંડિત શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાના જિનમંદિરની પ્રતિષ્ઠા વિશે તથા શત્રુંજય ઉપરની મોતીશાહની ટૂક વિશે જે ઢાળો લખી છે તેમાંથી શેઠ મોતીશાહના જીવન વિશે ઘણી વિગતો જાણવા મળે છે. સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ “શેઠ મોતીશાહ' નામના પોતાના ચરિત્રગ્રંથમાં આ બધા આધારો લઈને સવિસ્તર માહિતી આપી છે. | વિક્રમના ઓગણીસમા શતકમાં શેઠ મોતીશાહે મુંબઈની ધરતી ઉપર જીવન વિતાવ્યું હતું. મુંબઈની એ સમયની અને એની પૂર્વેની સ્થિતિ કેવી હતી તે જાણવાથી એમના જીવનને વધારે સારી રીતે સમજી શકાય છે. મુંબઈના વિકાસનો ઇતિહાસ મુંબઈ શહેરના વિકાસનો ઇતિહાસ અત્યંત રસિક છે. છૂટાછવાયા વસેલા ચારસો-પાંચસો માછીમારોના એક નાના ટાપુમાંથી વિશાળ શહેર અને એક મોટા મહત્ત્વના બંદર તરીકે થયેલા તેના વિકાસને કારણે જગતની મહાનગરીઓમાં અને દુનિયાના નકશામાં મુંબઈએ અવશ્ય ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મુંબઈ સતત વૃદ્ધિ-સમૃદ્ધિ પામતું શહેર રહ્યું છે. | વિક્રમના પંદરમા સૈકામાં માછીમારોનો આ નાનો ટાપુ કોઈ એક ઠાકરડા જેવા સરદારની માલિકીનો હતો. વિક્રમના સોળમા સૈકામાં યુરોપમાંથી પોર્ટુગલ, સ્પેન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલૅન્ડ, ડેનમાર્ક વગેરે દેશોના સાહસિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72