Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 16
________________ પ્રકારના લોકો વસતા હતા. તેઓનો વ્યવસાય ખેતી, મીઠાના અગરો અને માછલી પકડવાનો હતો. ભંડારી લોકો સ્થાનિક આદિવાસી જેવા હતા. તેઓ ભૂંગળ, ઢોલ, નગારાં વગેરે વગાડવાનો વ્યવસાય પણ કરતા હતા. (ભંડારી લોકો તે સમયે જ્યાં વસતા હતા તે વિસ્તાર ભંડારી મહોલ્લા તરીકે ઓળખાતો હતો. આજે પણ એ વિસ્તારો મુંબઈમાં ચકલા સ્ટ્રીટમાં તથા કુંભારવાડામાં ‘ભંડારી સ્ટ્રીટ' તરીકે ઓળખાય છે.) મુંબાઈ-બૉમ્બે મુંબઈમાં આટલી જૂજ વસ્તીમાં તે વખતે એક માત્ર પ્રાચીન ધાર્મિક સ્થળ તે મમ્બાદેવી માતાજીનું મંદિર હતું. ‘માતા + અંબા’ અથવા ‘મા + અંબા' અથવા ‘મા + અંબા + આઈ' જેવા બોલાતા શબ્દ ઉપરથી બોલચાલના શબ્દ તરીકે ‘મમ્બાઈ', ‘મુમ્બાઈ', ‘મુંબઈ' જેવા શબ્દો પ્રચલિત બન્યા હશે. સ્થાનિક દેશી લોકોના શબ્દો ઉચ્ચારવાનું પોતાને ન ફાવવાને લીધે વિદેશીઓ ત્યારે કેટલાંક સ્થળોનાં નામના ઉચ્ચાર જુદા કરતા, એટલે મુંબઈને માટે ‘બૉમ્બે’ શબ્દ પ્રચલિત બન્યો હશે એમ મનાય છે. વળી એમ પણ કહેવાય છે કે પૉર્ટુગીઝોએ આ સ્થળને માટે ‘બૉમ્બે’ શબ્દ પોતાની ભાષાનો પ્રયોજ્યો હતો. ફ્રેન્ચ અને પૉર્ટુગીઝ ભાષામાં ‘બોં’ એટલે સુંદર અને ‘બે' એટલે કિનારો. મુંબઈના તે સમયના ચોપાટી, વરલી, માહિમ, જુહુ, વરસોવા વગેરેના સરસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72