Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય ધ્યાનસ્થસ્વર્ગત આગદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટધર મૂળીનરેશપ્રતિબંધક ગચ્છાધિપતિ આચાર્યશ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી અમારી આ ગ્રન્થમાળાની સ્થાપના સં. ૨૦૧૦માં થઈ હતી. તેની અંદર નવા નવા ગ્રન્થ પ્રકાશન કરવાનું કામ ચાલુ જ છે. આજ સુધીમાં આ ગ્રન્થમાળાએ ૫૮ મા પુસ્તક તરીકે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનની પ્રથમ આવૃત્તિ બહાર પાડી છે, તેમજ આગમજ્યોતના ૧૬ પુસ્તકે પ્રગટ કર્યા છે. આ રીતે આ ગ્રન્થમાળા કાર્યકર રહી છે. તેમાં અત્યારે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનની ઈંગ્લીશ આવૃત્તિ ૫૯ મા પુસ્તક અને ગુજરાતી દ્વિતિય આવૃત્તિ ૬૦ માં પુસ્તક તરીકે પ્રગટ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. આ ગ્રન્થનું નામ વિદ્વાનોના અભિપ્રાયને આધારે “શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રી શત્રુંજય એ રીતે અને અંગ્રેજીમાં પણ એ રીતે રાખ્યું છે. પ્રથમ અંગ્રેજી કરી આપનાર રીટાયર્ડ શિક્ષક શ્રીમાન રતિલાલ છગનલાલ શાહ ખA, સાહિત્યરત્ન નવસારીવાળાએ પ્રથમ આવૃત્તિને પાછલે ભાગ જોઈ આપ્યું હતું. તેઓશ્રીએ અંગ્રેજી પણ કરી આપ્યું હતું પણ શ્રીમાન આર. સી. વેરાએ અને તેમના મિત્રે મળીને અંગ્રેજીને નવેસરથી એપ આપીને અને સમાજમાં બેસે તે રીતે કરી આપ્યું છે. પ્રસ્તાવના ડે. રસેશ જમીનદારે લખી આપી છે. પ્રેસનું કામ ક્રિએટીવ પ્રિન્ટર્સના વ્યવસ્થાપક શ્રી બચુભાઈ ચુનીલાલે તથા પાર્શ્વ પ્રિન્ટર્સમાં શ્રી જશવંતલાલ ગીરધરલાલે કર્યું છે. પ્રથમ આવૃત્તિમાં આર્થિક સહાય સારી મળી હતી. પરંતુ ૫ અને ૬૦ ના પુસ્તકમાં પ્રથમ આવૃત્તિની બચત અને વેચાણની છેડી રકમથી તથા મળેલી દ્રવ્યસહાયથી બંને પ્રકાશનો પ્રગટ કરવામાં ખૂટતી રકમ સંસ્થા ત્રાણ કરી ભરપાઈ કરે છે. ભાવિમાં એ બધું ઋણ ચૂકવી શકીશું એવી આશા છે. અમારી આ સંસ્થા ધંધાકીય નથી. ભેટની રકમમાંથી પ્રકાશન થાય છે. આગળ પાછળ પ્રકાશને ભેટમાં અપાય છે. જે કિંમત છાપવામાં આવે તેમાંથી કમીશન વિગેરે જતાં જે પડતર કિંમત મળે તે રીતે છપાય છે. એટલે છાપેલી કિંમતે વેચાય છે. અમો લેખક-સંગ્રાહક પૂ. આચાર્ય શ્રીકંચનસાગરસૂરિજી મહારાજને, સંપાદક પૂ. મુનિપ્રવર શ્રી પ્રમોદસાગરજી મહારાજને, દ્રવ્ય સહાયકોને, પ્રેસના કાર્યકર્તાઓને, પુરોવચનના લેખક ડે. રસેશ જમીનદાર, રીડર અને, ઈન્ચાર્જ, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક, શ્રી આર. સી. વેરાન, શ્રી પ્રભુદાસ ધરમશી મહેતાને, આણંદજી કલ્યાણજી પેઢીને અને તેઓ દ્વારા નવા શિલાલેખે લાવી આપનાર લમીચંદ ભેજક તથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 548