Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ વિનાના ગુજરાતી વાચકને તે સમજવામાં કે મુખ્ય દલીલ સાથે આગળ વધવામાં મુશ્કેલી જ ઊભી કરે. પાનાની નીચે કે પુસ્તક છે પ્રકરણને અંતે ટિપણો આપીને એ બધું વિગતથી સમજાવીએ, તે જરૂર સમજાવી શકાય; પરંતુ એ રીતે એવી બાબતે પાછળ સ્થળ અને સમય ન રેકીએ, તે ગુજરાતી વાચકને પુસ્તકનું મુખ્ય વક્તવ્ય વાંચવું સમજવું વધુ સહેલું ન બને? અલબત્ત, તેની સાથે જ સામે પ્રશ્ન ઊઠે કે ગુજરાતી વાચકવર્ગની શક્તિ-મર્યાદા આંકનારા-સમજનારા આપણે કેશુ? વળી એમ દરેક લેખક પિતાની કલ્પના પ્રમાણે મૂળ પુસ્તકની વસ્તુઓ છોડતો જાય, તે ગુજરાતી વાચકવર્ગ સરવાળે કેટલે દરિદ્ર રહી જાય? મારી આ ગૂંચવણની ચર્ચા મેં મારા એક બે વડીલ તથા મિત્ર સાથે કરી લીધી, તથા છેવટે અમુક નિર્ણય ઉપર આવીને મેં આ અનુવાદ ફરી લખવા માંડ્યો, અને તેમાંથી અમુક અનાનુષંગિક લાગતા ભાગ હિંમતપૂર્વક છોડવા માંડ્યા. ક્યાંક ક્યાંક વધારે પડતું કે બિનજરૂરી કાપ મુકાઈ જવાને સંભવ હતો જ; તેથી એ રીતે તૈયાર થયેલે આખો ભાગ શ્રી મગનભાઈ દેસાઈને મેં જોઈ જવા વિનંતી કરી. તેમણે સારી પેઠે મહેનત લઈ આખો અનુવાદ સાતત્ય તેમ જ ભાષાની દૃષ્ટિએ કાળજીથી તપાસી આયે તથા જ્યાં કાંઈક તૂટક કે રહી જતું લાગ્યું, ત્યાં કેટલાક ભાગો પાછા ઉમેરી લીધા, અને અનુવાદની ભાષા પણ ખૂબ કાળજીથી ઘસી ઘસીને સારી પેઠે એપાવી. ત્યાર બાદ આખો ભાગ હું ફરી વાંચી ગયે, અને હવે મને સતિષ છે કે, પુસ્તકના સળંગ મુખ્ય વક્તવ્યમાંથી કશું પણ આ અનુવાદમાં બાતલ રહી જતું નથી. આ બીનાનું નિવેદન મેં કાંઈક વિસ્તારથી અહીં કર્યું છે, એનું એક કારણ એ છે કે, આવી જાતનાં વિદેશી પુસ્તકોના અનુવાદની આ પદ્ધતિ બાબત બીજા વિદ્વાને તથા વિવેચકોના અભિપ્રાયને પણ લાભ મળે, તથા અન્ય અનુવાદકોના ધ્યાન ઉપર પણ એ વાત આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 336