Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અનુવાદકનું નિવેદન પ્રિ. જેકસના આ પુસ્તકને શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા માટે અનુવાદ કરવાનું કામ મને શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિના પ્રમુખશ્રીએ સોંપ્યું, ત્યારે મને બેવડ આનંદ થયે. એ પુસ્તક વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે વાંચેલું, ત્યારે તેણે મારા વિચાર-તંત્ર ઉપર કેટલાક ન ભૂંસી શકાય તેવા માર્ગો પાડી દીધા હતા, અને તે માર્ગે મને કેટલાય પ્રશ્નોને વિચાર કરતી વખતે હંમેશાં એટલા બધા ઉપયોગી થઈ પડતા હતા કે, એ પુસ્તકને અનુવાદ કરી, તેને ગુજરાતી વાચકવર્ગ આગળ રજૂ કરવાનું મન ઘણી વાર થયા કરતું હતું. બીજું, એ પુસ્તક આ જૈનમાળામાં પ્રગટ થાય એ વિચાર પણ મને ઘણ રીતે આકર્ષક લાગે. કારણ, સમાજવ્યાપક અહિંસા જેવું સર્વોદયનું બીજું સાધન વિચારી શકાતું નથી; અને આ પુસ્તક સર્વોદયની જીવનકળાનું પુસ્તક હેઈ, અહિંસાને પિષક સર્વ બાબતે સંધરવા ઈચ્છતી આ માળા માટે સર્વથા ઉચિત ગણાય. અનુવાદનું કામ પૂરું થયા બાદ, બધે ભાગ ફરી વાંચી જોતી વેળા, એક વિચાર મને ફરી ફરીને આવવા લાગે. પ્રિજેકસ જેવા બહુશ્રુત પરદેશી વિદ્વાનોનાં પુસ્તકે શબ્દશઃ ગુજરાતીમાં ઉતારવાં લાભદાયક થાય, કે ગુજરાતી વાચકવર્ગની જરૂરિયાત વિચારીને, લેખકના મુખ્ય વક્તવ્યવાળો ભાગ જ સળંગ ઉતાર? ઘણી વાર એમ બને છે કે, આવા વિદ્વાન લેખકો પિતાનું મુખ્ય મંતવ્ય રજૂ કરતાં કરતાં વચ્ચે વચ્ચે પિતાના વિપુલ જ્ઞાન-ભંડારમાંથી એવી કેટલીય આનુષંગિક બાબતે કે ટુચકાઓ સહજ રીતે નાખતા જાય છે, કે જે રસપ્રદ તે હોય, પરંતુ અંગ્રેજી સાહિત્યની કાંઈ પણ પીઠભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 336