Book Title: Sarvodayni Jivankala Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ પ્રકાશકનું નિવેદન બાર વર્ષ અગાઉ આ પુસ્તક શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિએ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળામાં પ્રસિદ્ધ કર્યું હતું. આ તેની બીજી આવૃત્તિ છે, તે એ જ માળાના પુસ્તક તરીકે વિદ્યાપીઠ તરફથી હવે પ્રસિદ્ધ થાય છે. આ બાર વર્ષ દરમ્યાન દેશમાં ઘણું મોટા ફેરફાર થઈ ગયા છે. સૌથી મટે તે આઝાદીન. એ રાજકીય ફેરફારને કારણે આપણું દેશના સર્વતોમુખી ઘડતરનું કામ હવે આપણું ઉપર આવી ગયું છે; અને વેપાર, ઉદ્યોગ, રાજનીતિ, કેળવણી વગેરે અનેક બાબતમાં રાષ્ટ્રીય ઘડતરનું કામ આરંભાયું છે. બીજાં ક્ષેત્રની જેમ કેળવણીના ક્ષેત્રે પણ એમાં પિતાને મુખ્ય અને કદાચ સૌથી વધુ અગત્યને ફાળે આપવાને હશે. કારણ કે તેના હાથમાં તે દેશને નાગરિક ઘડવાનું મૂળ કામ જ છે. તે વખતે “રચનાત્મક નાગરિકધર્મ ની ઊંડી અને ગંભીર ચર્ચા કરતું આ પુસ્તક ઘણું ઉપયોગી થઈ પડે તેમ છે. નાગરિકને લગતી ઉદ્યોગ, ફુરસદ, સહકાર વગેરે અગત્યની બાબતની તેમાં ચર્ચા છે એટલા માટે જ નહીં, પણ નાગરિક ધર્મની આખી વિચારણા માટે તેમાં એવી નવી તથા ઊંડી દષ્ટિ રજૂ કરવામાં આવી છે કે, આવા પુસ્તકને મનન વિના દેશના નાગરિકની તાલીમ અધૂરી ગણાય, એમ કહેવાનું મન થઈ જાય. આ પુસ્તકની નવી આવૃત્તિ વખતે તેના મૂળ લેખક આચાર્ય જેકસના થયેલા મૃત્યુની નેંધ લેવી જોઈએ. ૯૫ વર્ષનું દીર્ઘ અને ઉપકારક જીવન પૂરું કરી તે ૧૭–૨-૫૫ તારીખે વિદેહ થયા છે. એમના આ મનનીય પુસ્તક દ્વારા ગુજરાતી વાંચકેમાં તે અમર રહો. ૬-૧૨-૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 336