Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 10
________________ ९ સ્વીકાર ? સ્થૂલિભદ્ર પોતાના મનમાં ખૂબ મંથન કરતો, પરંતુ કોશાનો પરિચય વધતાં હવે તેના મનના સિંહાસન ૫૨ કવિતા અને કોશા બે જ ઊપસી આવતાં. ક્યારેક તેને બંને એકરૂપ જ લાગતાં. કોઈ પ્રસંગે મગધપતિના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા હતા, “કેવી જોડી ? જાણે ઇંદ્ર-ઇંદ્રાણી, રૂપ અને સૌષ્ઠવ સ૨ખાં, કળા-કૌશલ્યમાં નિપુણ. જેવું રૂપ તેવી ભવ્યતા હતી.’’ કોશાના મિલનમાં પાપ જોનારો સ્થૂલિભદ્ર આખરે માનવીય વૃત્તિને આધીન થઈ કોશાના પાશમાં લપેટાયો. છતાં પિતાએ આપેલો મંત્ર કોશાનો પરિચય પાપ’ છે તે તેને ડંખતો. એ ડંખનો ખજાનો તેના હૃદયમાં સંગ્રહી ગયો કે શું ? તે સમય આવે પાપપંકને ધોવા સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યો. સાધુતાની પરમ શોધ પ્રાપ્ત કરી સંયમવી૨ થયો. સાડાબાર વર્ષ કોશાના મોહબંધન લાગતાં હતાં કે અતૂટ છે. પણ એક જ ઝાટકે તે બંધન તોડવાનું સામર્થ્ય સ્થૂલિભદ્રમાં આચ્છાદિત હતું. સ્વર્ગીય સુખ ભોગવતાં છતાં ક્યારેય તૃપ્તિ થતી ન હતી, તેવો કામાસક્ત ભદ્ર સિંહબાળ હતો. સમય આવે ભોગ સામે ત્રાટક્યો. ભોગને ભગાડી દીધા. પિતાના આત્મવિસર્જનના પ્રસંગે પેલા મર્માળા હ્રદયના ખૂણાને વીંધી નાંખ્યું. કાયાની માયા, કોશાની મોહક માયા, પળવારમાં ખંખેરી નાંખી કેવળ લજ્જાવસ્ત્ર પહેરી તે ચાલી નીકળ્યો. ભાઈએ રોક્યો, બહેને રોક્યો, કોશાએ કહ્યું હતું, ‘“બાજી અધૂરી છે જલદી આવજો.’’ પણ તે ના રોકાયો, ડંખેલા પાપના પ્રાયશ્ચિત્ત માટે તે અજ્ઞાતસ્થળે ચાલી નીકળ્યો. કોશાની કમળ જેવી મૃદુ કેદમાંથી છૂટ્યો. હવે કોણ કોશા, કોણ ભાઈ ? કોણ બહેન ? બંધન તૂટ્યાં. તત્ત્વચિંતકો કહે છે એક વાર સ્પર્શેલું આત્મબળ કોઈ પરિબળોથી આચ્છાદિત થયેલું કાળલબ્ધિએ પરિપક્વ થઈ પ્રગટ થાય છે. સાપ કાંચળી ઉતારે પછી પાછું ન જુએ તે તો પ્રકૃતિવશ છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 158