Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 9
________________ પિતા જેવી પડછંદ કાયા અને માતા જેવી સુંદરતાનું મિશ્રણ તેના દેહને દીપાવતું. પ્રથમ નજરે જ સૌને તેનું લાવણ્ય અનુપમ લાગતું. સ્ત્રીઓ તેના દર્શનથી આશ્ચર્યમુગ્ધ થતી, પુરુષો તેના દર્શનથી આનંદ પામતા એવી ભવ્યતા તેનામાં પાંગરેલી હતી. તેમાં પણ પિતાના કવિત્વનો વા૨સો, પવિત્ર જીવનનો આદર્શ તેના હાડમાંસમાં વણાયો હતો. વય વધતાં રૂપ ખીલ્યું, અધ્યાત્મ ખીલ્યું. સ્થૂલિભદ્ર એકાંતપ્રિય થતો ગયો. તેમાં તેનાં સાથીદારો વીણાવાદન અને કવિતા હતાં. સમય જતાં વીણાવાદનમાં અજોડ મનાતો હતો. શકટાલ કવિ મટી મંત્રીપદે આવ્યા. કુળપરંપરામાં મંત્રીભક્તિ હતી, તેને તેમણે સ્વીકારી. પોતાની મંત્રીપદની સફળતા સાથે તેમના ચિત્તમાં એક આકાંક્ષા હતી કે સ્થૂલિભદ્ર ભાવિમાં આ પદ સંભાળશે. આથી તેમણે સ્થૂલિભદ્રને શાસ્ત્રવંદ્યાની જેમ શસ્ત્રવિદ્યા પણ આપી. સ્થૂલિભદ્ર પિતૃઆજ્ઞાને શિરસાવદ્ય માનતો. શસ્ત્રવિદ્યામાં પારંગત બન્યો, રથાધ્યક્ષ સુકેતુ પણ તેની સાથે શસ્ત્રવિદ્યા શીખતો, બંને રણવીર હતા. છતાં સ્થૂલિભદ્રની ભવ્યતા, માતાપિતાના પવિત્ર સંસ્કાર તેમાં શૂરવીરતા ભળી આથી તેનું વ્યક્તિત્વ અતુલ હતું. લોકો માનતા થયા કે સ્થૂલિભદ્ર એટલે ‘લઘુમંત્રી.’ તત્ત્વચિંતકો કહે છે કે સાગરનો તાગ પામી શકાય પણ માનવમનનો તાગ પામવો મુશ્કેલ છે. કર્મની વિચિત્રતા અને વિષમતાને આધીન જીવો શિખરેથી ઊતરી તળેટીએ પટકાય છે. અધ્યાત્મજીવનની રુચિયુક્ત, પિતૃઆજ્ઞાના ઉલ્લંઘનને પાપ માનનારો સ્થૂલિભદ્ર ઘણું મથ્યો પણ કોશાના મોહક સ્વરૂપમાં, તેના સ્પર્શના વશીકરણમાં પોતાના હૃદયમાં ધારણ કરેલા સંસ્કારને વીસરી જતો. હિમગિરિ જેવા પવિત્ર પિતાનું વાત્સલ્ય, પોતાના હૃદયમાં પિતા પ્રત્યેનો આદર, બીજી બાજુ સ્વપ્નમૂર્તિ, મનોહારિણી કોશાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 158