Book Title: Sanyamvir Sthulibhadra Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 7
________________ કથા પાત્રદર્શન શકટાલ : આ કથાનક સ્થૂલિભદ્રનું છે પરંતુ તેમાં તેના પિતા શકટાલનું પાત્ર પણ અદ્વિતીય છે. સપ્રમાણ તામ્રવર્ણો ભરાવદાર દેહ, આજાનબાહુ, શરીરની ઊંચાઈ એવી હતી કે રાત્રે જો શકટાલ બહાર નીકળે તો તેમના પડછાયાથી પણ ચોકીદારો જાણી લેતા કે આ મહામંત્રી શકટાલ છે. રાજકારણના અટપટા સંયોગોમાં પણ અંદરની સ્વસ્થતા તેમના મુખારવિંદ પર હંમેશાં દૃશ્યમાન થતી. તેમની વિચારધારા તીક્ષ્ણ-કુશાગ્ર હતી. પૂરા સામ્રાજ્યમાં તેઓ વર્ચસ્વ ધરાવતા છતાં તેમનું હૃદય ન્યાયી હતું. તેમનો ચહેરો જ્ઞાનગંભીરતાની શાખ પૂરતો. મૂળ બ્રાહ્મણકુળમાં જન્મેલા, કવિહૃદય શકટાલની લાંછનદે પત્ની જૈન ધર્માવલંબી હતાં. આથી શકટાલ પણ જૈન ધર્મના સંસ્કારને અનુસરતા. કવિતા અને નાટકના રસિયા જીવને આઠમા નંદરાજાએ પારખી લીધા અને મંત્રીમુદ્રા પહેરાવી યુદ્ધવીર તરીકે બિરદાવ્યા અને શકટાલે પણ અકૈશ્વર્ય સ્વામીભક્તિ અંત સુધી જાળવી. છતાં મહારાજા જ્યારે શંકાશીલ થયા ત્યારે સ્વામીભક્તિ જાળવવા અને કુટુંબનો નાશ થતો બચાવવા એ વીર પુરુષે સ્વયં આત્મવિસર્જન કર્યું. શકટાલનું વ્યક્તિત્વ નિરાલું હતું. તેમને વૃદ્ધાવસ્થા કે મૃત્યુ જેવાં પરિબળો સ્પર્શતાં જ નહિ. એટલે યક્ષા કહેતી : “દેવતાઓને વૃદ્ધાવસ્થા સ્પર્શતી નથી.’ અર્થાત્ શકટાલ રાજકારણમાં ગળાબૂડ છતાં તેમના હૃદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 158