Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 5
________________ પામી સ્વરૂપપ્રાપ્તિનું કારણ બને. સંયમવીર, કામવિજેતા, પરમસાધુત્વની સિદ્ધિયુક્ત, ચૌદ પૂર્વના પારગામી સ્થૂલિભદ્રના પવિત્ર નામથી જૈનધર્મ પામેલા સાધકો કે જનતા અજ્ઞાત નહિ હોય. વિદ્યપિ આવા પરમપવિત્રતાને પામેલા યોગીઓથી અજ્ઞાત રહેવું તે જીવોની અલ્પતા અથવા પુણ્યહીનતા છે. આવા સંયમવીરના જીવનના પ્રસંગપટો આપણા અજ્ઞાનને, અવળી બુદ્ધિને, પુરુષાર્થની હીનતાને ઢંઢોળી જાગૃત કરી આત્મલક્ષી બનાવે - તે કાળે અને તે સમયે ભદ્રમુનિના – યુગપુરુષના સાનિધ્યથી કામીજનો નિષ્કામી થતા, સાધકો સાધુતા પામતા. તેમણે ભગવાન મહાવીરે ઉપદેશેલા શ્રુતજ્ઞાનને પુણ્યવંતા જીવો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. સાંસારિકપણે જેનો જન્મ પુણ્યયોગે ઉત્તમ કુળમાં ધર્મપરાયણ માતાની કુક્ષિએ થયો. સામર્થ્યવાન પિતા મળ્યા. સ્વયં પોતે જ ભવ્યતા લઈને જન્મ્યા હતા. કર્મસંયોગે જીવનનું વહેણ પલટાઈ ગયું. એક ગણિકાને આધીન થઈ ભોગવિલાસથી ભરપૂર જીવનમાં અટવાઈ ગયા. જનસમૂહની લાજ મૂકી. સ્વજન પરિવારની દાઝ મૂકી. પરંપરાના મહામંત્રીપદનો તાજ મૂકી રૂપકોશામાં મોહિત થયા. યદ્યપિ દિલના ઊંડાણમાં પિતાએ આપેલા આદર્શના સંસ્કારકણો જડાયેલ હતા. તેથી પાપ ડંખતું હતું. પણ રૂપકોશા પ્રત્યેનું આકર્ષણ, કોશાની ભદ્રને વશ કરવાની ચતુરાઈ પાસે આ ભડવીર હાર પામ્યો. . પિતાના આત્મવિર્જનને કારણે પેલો ઊંડાણમાં પડેલો સંસ્કારકણ વિસ્ફોટ થયો અને પળના વિલંબ વગર સ્થૂલિભદ્ર ચાલી નીકળ્યા. ચિત્તમાં એક ચિનગારી પ્રગટી ગઈ, પાપના ઢગલાને કેમ નાશ કરું? ભોગવિલાસનું પાપ રોમે રોમ ડંખ મારતું હતું. એ પીડામાં એવું સત્ ભળ્યું કે તેમના ચરણ મહાસંયમી સંભૂતિમુનિ પ્રત્યે વળ્યા. અશ્રુ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 158