Book Title: Sanyamvir Sthulibhadra Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 4
________________ - પ્રસ્તુત કથાનું માહાભ્ય દરેક દર્શનકારોએ મહામાનવોની કથાને અગત્યતા આપી છે. એ કથાઓના પ્રસંગોમાંથી આ કાળના સંતપ્ત માનવીને કોઈ ગુરુચાવી મળી જાય, જો માનવી કથાના મર્મને સમજે, તેની પ્રરૂપણાના રહસ્યમાં ઊંડો ઊતરે તો તેને માનવજીવનની સફળતા માટે ઘણા ઉપાયો હાથ લાગે. સાંભળ્યું છે કે જૈનદર્શનમાં સાડા ત્રણ કરોડ કથાઓનો સંગ્રહ હતો. મને લાગે છે કે દુઃખમુક્તિ ઈચ્છતો માનવ સાડા ત્રણ જ કથાને હૃદયમાં ધારણ કરે, જેમ સારા સમયમાં બેંકમાં કરેલી સ્થાયી રકમ સમય આવે કામ લાગે છે. તેમ હૈયામાં ધારણ કરેલી કથા આપણા શુભાશુભ કર્મોના ઉદય વખતે આત્માના મૂળ સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરાવે આ કથાનાં પાત્રોમાં પણ એવા જ રહસ્યો મળે છે. ભોગ એ ભવરોગ છે તેમ સમજાયું કે તત્ક્ષણ ભદ્રે તે ત્યજી દીધા. અરે વિલાસીજીવનની ઝંખનાવાળી રૂપકોશાને પણ તે ભાન કરાવી ત્યાગમાર્ગે ચઢાણ કરાવ્યું. એવા સંયમવીર સ્થૂલિભદ્રની કથા અદ્દભુત છે. સાત બહેનોને તો જાણે માતાએ ગળથુથીમાં જન્મની સાર્થકતાનાં અમૃત પીવડાવ્યાં હતાં. આથી તેઓને સંસારના કોઈ પ્રલોભનો ચળાવી ન શક્યા. તેમના નામો પ્રાતઃ સ્મરણીય પાવનકારી છે. માનવ હૃદયના એક નાના ખૂણામાં સને જીવવાની જગા રાખવી, જે આ કથાઓ વડે વિસ્તાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 158