Book Title: Sanyamvir Sthulibhadra Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 8
________________ પવિત્રતાનો દૈવી સંસ્કાર હતો. શ્રીયક કહેતો કે મારા પિતા વિષ અને અમૃત સાથે જીરવી શકતા હતા.” - સ્થૂલિભદ્ર કહેતો “હિમગિરિ જેવા પવિત્ર પિતાની આજ્ઞા એટલે ઈશ્વર આજ્ઞા.” પિતૃઆજ્ઞા સામે બળવો કરવા છતાં તેના હૃદયમાંથી એ પવિત્રતા ભૂંસાઈ ન હતી. સ્થૂલિભદ્ર કરેલું અનુચિત કાર્ય છતાં શકટાલના હૃદયના ખૂણામાંથી તે ભુલાયો ન હતો. - આત્મવિસર્જનની અંતિમ રાત્રે તેમણે યક્ષાને કહ્યું કે “સ્થૂલિભદ્રને મળી ન શકાયું, તેને મારા આશીર્વાદ કહેજે, અને જણાવજે કે સાચો પ્રેમ ભોગમાં નથી ત્યાગમાં છે.” “શ્રીયક તું મંત્રીપદને યોગ્ય છે, પરંતુ ધૂલિભદ્રમાં પિતા જેવા જ સર્જનની વિશેષતા છે. તેને કુળપરંપરાની સ્વામીભક્તિ સોંપી મારે નિવૃત્ત થયું હતું. શ્રી ભદ્રબાહુ પાસે યોગ્ય સમયે સંયમ લઈ સાધુ થવું હતું. પરંતુ વિજયની અને મહત્તાની મીઠાશે મને લોભાવ્યો છતાં મારો આત્મા હવે આત્મવિસર્જન કરીને મૃત્યુંજય વરવા ઇચ્છે છે.” શકટાલનું વ્યક્તિત્વ આવું વિલક્ષણ હતું. મગધપતિ જાણતા હતા કે શકટાલ એ મગધ છે. મગધ સામ્રાજ્યની રિદ્ધિ, સુવર્ણકોષ શકટાલને આભારી છે. મગધની પ્રજાને પણ જાણ હતી આ સામ્રાજ્યની સુખાકારી મહામંત્રીને આભારી છે. છતાં રાજકારણના પ્રપંચોએ શકટાલે સ્વૈચ્છિક ભોગ આપ્યો. કહો કે પરિસ્થિતિએ ભોગ લીધો. સ્થૂલિભદ્રઃ સ્થૂલિભદ્રના જન્મ સમયે શકટાલ મહામંત્રી ન હતા, કવિરાજ હતા. માતા લાંછનદે જૈનધર્મ પરાયણ હતાં. દંપતી ગુણસંપન્ન હતું અને જીવનમાં જ્ઞાન ધ્યાનનો અવકાશ હતો. આથી યૂલિભદ્રનો ઉછેર ખૂબ નિરાંતની ક્ષણોમાં થયો હતો. વળી સ્થૂલિભદ્રમાં પૂર્વના કોઈ સંસ્કારબળે અધ્યાત્મની રસરુચિ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 158