________________
વિધિ સહિત
આ મુહપત્તીનું પચાસ બોલ બોલવા પૂર્વક પડિલેહણ થાય તો મુહપત્તીને ઉદ્દેશ યથાર્થ રીતે જળવાય. આ માટે મુહપત્તીનાં ચિત્રો અને બોલ પણ આપ્યાં છે તે બધું જાણું લેવું અને શીખી લેવું. ખરી રીતે તો જાણકાર પાસેથી મુહપત્તિીનું પડિલેહણ શીખી લેવું જોઈએ.
(૪) ચાવલાનો ઉપયોગ કટાસણું પાથરતા પહેલાં ભૂમિની પ્રમાજના માટે તેમજ ક્રિયામાં ઊભા થતાં કે બેસતાં શરીર ઉપર આવી પડતા સંપાતિમ સમજીવોની જીવદયા પાળવા સારૂં ધીમેથી શરીરની પ્રમાજના કરવા માટે છે. આ ચરવા વિના ક્રિયામાં ઊભા થવાતું નથી. સામાયિક લીધા પછી થાપા ઉંચા કરી શકાતા નથી. ચરવલો લીધા વિના માત્રુ–પેસાબ આદિ કરવા જઈ શકાતું નથી.
આ ચરવલાને ઉપયોગ કેટલાક મહાનુભાવો પોતાના શરીરની સગવડતા કે સંભાળ માટે કરે છે. મરછર ઉડાડવા, ભીંતને ટેકે દેવા શરીરને ઉંચું નીચું કરવા, અશિસ્તપણે બેસવા માટે કરે છે પણ તે યોગ્ય નથી. અરવલાની વાસ્તવિક સફલતા ઊભા ઊભા અપ્રમત્ત - ભાવે ક્રિયા કરવામાં છે.
ઊભા રહીને કાઉસગ્ગ કરે ત્યારે અરવલો ડાબા હાથમાં અને મુહપત્તી જમણા હાથમાં રાખવાનાં છે. ચરવલે અધવચ્ચેથી પકડવાનો હોય છે અને બંને હાથ પગની નજીક રાખવાના હોય છે.
તે ઉપરાંત જેને બલગમ કે શ્લેષ્મ કાઢવાની જરૂર પડે તેવું હોય તે તેને જાડા કપડાનું ખેડયું (નાને ટૂકડો) રૂમાલ વગેરે લાવવું. તેના વધુ ઉપદ્રવ વાળાએ રાખની નાનકડી કુંડી રાખવી પણ તે પુંઠાથી ઢાંકેલી હોવી જોઈએ.
Jan Education International-----
For Private & Personal Use Only
www.jainelibrary.org