________________
-સંવછરી પ્રતિક્રમણ લીલા વાળી ) વખતે શરીરના ભાગોને ઉંચા નીચા કરવાના હોવાથી હવામાં ઉડતા અતિસૂક્ષ્મ જંતુઓ કદાચ શરીર ઉપર બેઠેલા હોય અને કદાચ તેની હિંસા ન થઈ જાય એટલા માટે શરીરને જણાપૂર્વક હળવેથી પ્રમાર્જવું–સાફ કરવું જોઈએ એટલા માટે મુહપત્તીનું પડિલેહણ કરવાનું છે. આ પડિલેહણ એટલે મુહપત્તીના કપડા દ્રારા ધીરેથી પૂછીને શરીર ઉપરના સૂક્ષ્મ જંતુઓને દૂર કરવાના છે. એ કરી લીધા પછી ચરવાવાળા ઉભા થઇ જાય. પછી ગુરૂવંદનને પાઠ બોલે; બોલનાર આ પાઠમાં ‘મે મિઉમ્મહ નિસાહિ” સુધીને પાઠ ઉભા ઉભા જરાક નમીને બેલે. પછી આગળ-પાછળ શરીર પૂછ ગુરૂઆજ્ઞાપૂર્વક અવગ્રહમાં આવે, ગુરૂ કે સ્થાપનાચાર્યની નજીક આવીને પછી નીચે ઉભડક પગે બેસે, બે હાથ બે પગની વચ્ચે રાખે, ગૃહસ્થ મુહપત્તી અરવલા ઉપર તેના છેડા ડાબા હાથ તરફ રહે એ રીતે રાખે, ને બીજાએ કટાસણ ઉપર રાખે. આ મુહપતી ગુરૂચરણની સ્થાપનારૂપે સમજવાની છે પછી અ–હે, કાન્ય, કાચ ને પાઠ બોલે ત્યારે સહુએ “અ” અક્ષર બોલાય ત્યારે બે હાથના પંજા ઉંધા, ગુરૂચરણરૂપ મુહપત્તી ઉપર મુકીને ચરણસ્પર્શ કરી રહ્યો છું તે ભાવ ચિંતવી. તરત જ “હા” અક્ષર બોલાય ત્યારે લલાટે અડાડે, પછી “કાય, કાય” આ બે શબ્દોના પ્રત્યેક અક્ષરે પણ એ જ રીતે ચેષ્ટા કરવી.
પછી “સફા” શબ્દ બોલાય ત્યારે બે હાથ લલાટે અડાડી મસ્તક નમેલું રાખી આગળનું વાક્ય પૂરું કરે.
પછી “જ-ત્તા-ભેજ-વ-ણિજ –––ભે આ ત્રણ ત્રણ
૧. અનુદત એટલે ધીમા અવાજે, ૨. સ્વરિત એટલે મધ્યમ અવાજે અને ૩. ઉદાત્ત એટલે વજનપૂર્વકના ઉંચા અવાજે બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org