________________
પહiJp2WADES •વિધિ સહિત) મસ્તક નમાવી દુષ્કતની ક્ષમા માગવાની છે. એ વખતે શ્રાવકોને : “મિચ્છામિ દુક્કડે ” માગવાનું નથી, માત્ર અતિચાર શ્રવણ કરી - સાધુ “મિચ્છામિ દુક્કડ' બોલે ત્યારે શ્રાવકોએ મોટે અવાજે : “ધ મુનિવર” કે “ધન્ય મુનિવરા બોલી ઉત્તમ શ્રમણ ધર્મ પાળનાર
મુનિવરોને ધન્યવાદ આપવાનું કર્તવ્ય બજાવવાનું છે. - સાધુના અતિચાર પૂરા થતાં આદેશ લેનાર શ્રાવક ઊભા ઊભા જ શ્રાવકધર્મને અતિચાર સ્પષ્ટ રીતે, જરા ધીમે, સહુ સાંભળે, સમજે, તે રીતે બોલે. શક્તિ હોય તે ચરવળાવાળાઓએ ઊભા થઈને સાંભળવા યોગ્ય છે. . . અતિચારમાં વ્રતધારી શ્રાવકને વ્રતોના પાલનમાં અતિચારે લાગ્યા હોય તેને યાદ કરીને અને આવતી શ્રાવકને ગૃહસ્થાશ્રમનું પાલન કરતાં પૈસો, સ્વપરિવાર, કુટુંબ, મિત્રો, ધંધો, ઘર, પ્રવાસ, મોજશોખ, વૈભવ વગેરે અંગે, હિંસા, જુઠ, ચોરી, દુરાચાર, સંગ્રહવૃત્તિ વગેરે જાતજાતનાં કેવાં કેવા પાપમય વિચારે, વાણું અને વર્તન કરવામાં આવે છે, તેને યાદ કરી, તેની ક્ષમાપના માગી, ફરી તેવાં પાપ ન કરવાં માટે આત્મા જાગૃત રહે, તેવી બધી વાતે જુની ગુજરાતી ભાષામાં કહેલી છે. અને લગભગ સમજાય તેવી છે. તેથી અતિચારો બરાબર સાવધાન થઈને કાનથી સાંભળવા જોઈએ અને અન્તમાં બોલાતું “મિચ્છામિ દુકક્કડ' સહુએ બે હાથ જોડી મસ્તક નમાવી બેલવું જોઈએ. આ અતિચારને સમય, પ્રમાદીઓ, ક્રિયારૂચિ ન ધરાવનારાઓ કે અણસમજુ છ માટે લાંબી રિસેસછૂટી જેવો બની જાય છે.
તેઓ આડા-અવળા વિચારતરંગમાં દાખલ થઈને શૂન્ય બનીને બેસી રહે છે. આરાધનાના ઉદ્દેશને જાળવતા નથી. ઉંધવા માંડે છે. પણ આરાધક આત્માઓએ તે તે પ્રમાદ કદિ ન સેવ. વાતો કરવી નહીં અને ખૂબજ શાંતિ જાળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org