________________
- સંવચ્છરો પ્રતિકમણ SCE AT
) મુહપનીના પચાસ બેલ પડિલેહણ” એ પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર પ્રતિલેખને” છે. એનો અર્થ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું એ થાય છે.
અહીંઆ વસ્ત્રની પડિલેહણમાં આદ્ય પડિલેહણું મુહપત્તીની હોય છે. પછી બીજી વસ્ત્રોની કરવાની હોય છે. મુહપત્તીના બીજા લોક પ્રચલિત નામમાં મહાપત્તી, મોપત્તી, મમતી વગેરે છે. આ મુહપત્તી મોક્ષમાર્ગનું એક સાધન અને સાધુ જીવનનું પ્રતીક છે, આ ધર્મોપકરણ છે અને તે ક્રિયામાં અપ્રમત્ત થવા અને અહિંસા ધર્મનું પાલન કરવા ઉપયોગી છે. મુહપતીને ગ્રહણથી ઉત્તમ માર્ગને હું અનુસરી રહ્યો છું, એવો ભાવ પ્રગટે છે. અને ધર્માનુષ્ઠાનમાં જોડાયો છું. એવું લક્ષ્ય રહેતાં લક્ષ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે. ચારિત્રનું ઘડતર માટે જ્ઞાની મહર્ષિઓએ બહુ દીર્ધ વિચાર કરી તે તે ઉપકરણે-સાધને બતાવ્યાં છે. માટે આને એક ટૂકડો કે રૂમાલ જેવું બીન જરૂરી સાધન માની તેની પ્રત્યે ઉપેક્ષા કે અનાદર ભાવ ન રાખતાં શ્રદ્ધા રાખી શાસ્ત્રકથિત માર્ગ અને પરંપરાને અનુસરવું એ જ મુમુક્ષુ જીવોનું કર્તવ્ય છે.
પ્રથમ મુહપતીની ૨૫, તેમજ તે દ્વારા શરીરની ૨૫. પતિલેહણ-પ્રમાર્જના કરવાની છે, એ કરતી વખતે અર્થ વિચારણાપૂર્વક પચાસ બેલો મનમાં બોલવાના છે તે નીચે મુજબ છે. તેને પ્રથમ કંઠસ્થ કરી લેવા.
પચાસ બેલ (માત્ર મુહપત્તીની ૨૫ પડિલેહણને બોલ) સૂત્ર, અર્થ, તવ કરી સહુ સમ્યકૃત્વમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય, પરિહરુ ૩ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું સુદેવ, સુગુરુ સુધર્મ આદરું
-
છે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org