________________
સંવચ્છરી પ્રતિક્રમણ થ ઇ
જેની અંદર ૨૪ તીર્થકરદેવ વગેરેની સ્તુતિ રહેલી છે. તે “સકલાર્વતને સ્તુતિ પાઠ અહીં પ્રારંભમાં બલવાને છે.
અહીંઆ ચરવાવાળાઓએ ઊભા થઈ શરીર આસન વગેરેને પુંજીને પછી (અને ચરવાલા વગરના ભાઈ–બહેનોએ બેઠા બેઠા જ) એક ખમાસમણ દેવું. એ દઈને ડાબો પગ ઊભો કરી, યોગમુદ્રાની જેમ (જુઓ ચિત્ર પૃ. ૧૬) પેટ ઉપર બે કાણુઓ રાખી, હાથમાં મુહપત્તી રાખી, જોડેલા બન્ને હાથો મુખ આગળ રાખી, એકાગ્રચિત્તથી “સકલાહ ” થી ઓળખાતું ચૈત્યવંદન કરવાનું છે. તે પહેલાં દરેક ચૈત્યવંદન બોલવા અગાઉ વિશિષ્ટ મંગલાચરણ તરીકે બોલાતી “સકલકુશલવલ્લી” આ પંક્તિથી શરૂ થતી શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ બોલવી. દષ્ટિ સ્થાપનાચાર્યજી ઉપર અથવા દૂરવાળાએ સ્થાપનાજીની દિશા તરફ અથવા નાસિકાના
૫. બાર મહિને એકાદ દિવસ પ્રતિક્રમણ કરવા આવનારા મહાનુભાવ આ ક્રિયાનાં રહસ્ય કે રીતભાતથી અણજાણ હોય છે, તેથી આ ક્રિયા દરમિયાન કેમ બેસવું, ઉભા રહેવું કે વર્તવું, કઈ મુદ્રાથી કઈ ક્રિયા કરવી એને લગભગ કશો ખ્યાલ નથી હોતો, એટલે ચરવાવાળા ભાઈઓને જોઈને તેઓ પણ ઊભા થઈ ઊંચા થઈ ખમાસમણ કે અન્ય ક્રિયાઓ કરવા મંડી જાય છે. કટાસણું ઉપર ઉભડક થઈ પેઠેથી–મુલાથી ઉંચા થઈ જાય છે. પણ નિયમ એવો છે કે ચરવલે જેમની પાસે ન હોય તેનાથી પાછળના થાપાથી ઉંચા થવાય નહીં પગ ઊંચે નીચે કરી શકાય નહીં. સર્વથા જમીનથી ઊંચા ન જ થવાય. તો પછી ઊભા થવાની કે ચાલવાની વાત જ કયાંથી હોય. માટે ચરવળા વગરના ભાઈઓએ આ વાત ભૂલવી ઘટે નહીં. અન્યથા વ્રતભંગ થવા પામે છે ને તેથી દોષ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org