________________
સંવછરી પ્રતિક્રમણ કરી
હોય કેવી રી૨૫),
સુધી નમાવવું જોઈએ. ચરવાવાળાઓએ દરેક ખમાસમણું પૂરેપૂરા ઉભા થઈને દેવાનું છે જેથી ક્રિયાને આદર બહુમાન અને વિધિ જળવાશે અને ક્રિયાનું ફળ પ્રાપ્ત થશે. બેઠેલા લોકોએ માથું જમીન સુધી અડાડવું જોઈએ. મેટાભાગના લોકો માથું નમાવતા જ નથી, કેટલાક ડેાકી નમાવશે, કેટલાક અડધું શરીર નમાવશે પણ તેમ ન કરતાં વિધિ પૂરે જાળવો.
કાઉસ્સગ (કાયોત્સર્ગ) અંગેની સૂચનાઓ
કાયાની ઉપરની મમતા, મૂછ ઉતારવા માટે, અને આભ્યન્તર તપની સાધના તથા ધ્યાન વગેરે કરવા માટે કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. આ ધ્યેય સહુ કાઈએ પ્રથમ ધ્યાનમાં લેવું ઘટે. '
કાઉસ્સગમાં સ્થાપનાચાર્યજી જે નજરે પડતા હોય ત્યારે તો તેની સામે નજર રાખીને કાઉસગ્ગ કરો, પણ સ્થાપનાજી બધાયને દેખાય જ એવું નથી બનતું, માટે બીજાઓએ નાસિકાના અગ્રભાગમાં નજર રાખી કાઉસગ્ગ કરો.
ચરવલો હોય અને ઊભા ઊભા જો કાઉસ્સગ્ન થાય તે તેનું ફળ ઘણું શ્રેષ્ઠ મલે છે. ઊભા ઊભા કરનારે ચરવલો ડાબા હાથમાં અને મુહપત્તી જમણા હાથમાં હોય એ રીતે હાથ ઢીંચણ સુધી લંબાવીને પગની નજીકમાં રાખવાના હોય છે. નીચે પગની પાનીઓ વચ્ચે આગળના ભાગે ચાર આંગળ અંતર રહે અને પાછળ ચાર આંગળથી કંઈક ન્યૂન રહે એ રીતે પગ રાખવાના છે.
કાઉસગ્ગમાં દાખલ થયા પછી સ્થિર ચિત્ત, સ્થિર કાયા રાખી કાઉસગ્ન કરવાનો હોવાથી હાલવા ચાલવાનું કે ઊંચા નીચા થવાનું હોતું નથી. સુત્ર બોલતાં હોઠ પણ ફફડાવાને નથી. હાથ ઊંચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org