Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org • સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ દ્વારા ‘યુ.જી.સી. અને આઈ.સી.એચ.આર.' નવી દિલ્હીના સહયોગથી તા. ૮ અને ૯ ડિસે. ૨૦૦૬ના રોજ ‘Changing Profiles of Ahmedabad – 19th & 20th Centuries' વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યાપક, ડૉ. આર.ટી.સાવલિયાએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. Acharya Shri Kailassagarsuri Gyanmandir • ‘શ્રી જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન' દ્વારા મળેલ અનુદાનમાંથી સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ અનુસ્નાતક કેન્દ્રના વિદ્યાર્થીઓ માટે તા. ૧૧-૧૨-૨૦૦૬ના રોજ એક દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોઢેરા-સૂર્યમંદિર, પાટણ-રાણીવાવ અને શ્રી હેમચંદ્રાચાર્ય હસ્તપ્રત ભંડાર જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરાયો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થળતપાસનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું સંપાદન કરી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે સંસ્થાના નિયામક, ડૉ. રશ્મિકાન્ત મહેતા અને અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર ઈનચાર્જ ડૉ. આર.ટી.સાવલિયા જોડાયા હતા અને એમના દ્વારા વિદ્યાર્થી ઓને સ્થળતપાસના અહેવાલ લેખનનું તથા શિલ્પસ્થાપત્ય અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. • ટ્રસ્ટ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે તા. ૨૬-૧૨-૨૦૦૬ના રોજ સંસ્થાના ગ્રંથાલયના વાંચનખંડમાં સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથો તથા સંસ્થાના ગ્રંથાલય તેમજ સંગ્રહાલયમાં સુરક્ષિત અલભ્ય ગ્રંથો, પ્રાચીન સંસ્કૃતિના નમૂનાઓ, ચિત્રિત હસ્તપ્રતો, પ્રાચીન સિક્કાઓ અને શિલ્પોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને સંસ્થાના ચોથા વર્ગના કર્મચારીઓ- શ્રી શંકરભાઈ કામલિયા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ શિહોરાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં હ.કા.આર્ટ્સ કૉલેજના અધ્યાપકો અને વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ, ગુજરાત યુનિવર્સિટીના ભવનોના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમજ ઇતિહાસ-સંસ્કૃતિ-તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ ક્ષેત્રના તજ્ઞો, વિદ્વાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનની સામગ્રી અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા તરફથી મુ.શ્રી કલ્યાણભાઈ શાહ, પ્રો. મદનમોહન વૈષ્ણવ, પ્રિ. અંબાલાલ પટેલ, શ્રી અંબરીષ શાહ ઉપરાંત પ્રિ. સુભાષભાઈ બ્રહ્મભટ્ટ અને ડૉ. થૉમસ પરમારે સમગ્ર પ્રદર્શન નિહાળી મહાનુભાવો સાથે સંસ્થામાં જળવાયેલા અલભ્ય ગ્રંથોની જાળવણી અંગે વિચારવિમર્શ કરી ગ્રંથાલયના પુસ્તકોને Digitalization કરવાનો પ્રસ્તાવ રખાયો હતો. આ અંગે એક મિટિની રચના કરવામાં આવી છે. ૪ આ પ્રસંગે પરદેશની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ અભ્યાસ માટે ભો.જે. વિદ્યાભવનમાં રહીને વિવિધ વિષયોમાં સંશોધન કાર્ય કરતા વિદ્વાન પ્રોફેસરો (૧) પૂર્ણિમા મહેતા ભટ્ટ- Professor of History, Anthropology and Interdiciplinary studies, Hood College, Frederick MD 21701 (૨) ડૉ. પૂર્ણિમા શાહ Asst. Professor of the Practice of Dance, Duke University Dance Programe, Durham, NC, USA- જેઓ સંશોધનકાર્ય માટે સંસ્થાના વરિષ્ઠ અધ્યાપક ડૉ. સાવલિયા સાથે જોડાયેલા છે. તેમણે પણ આ પ્રદર્શનને નિહાળી બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક કેન્દ્રના વિદ્યાર્થીઓને તા. ૧૧-૧૨-૨૦૦૬ના શૈક્ષણિક પ્રવાસમાં જોડાઈને સ્થળતપાસના અહેવાલ તૈયાર કરવા બદલ તેમજ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થવા માટે સંસ્થાના કર્મચારીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રાણીવાવ-પાટણના શિલ્પોની અલંકૃત છબિ તૈયાર કરીને નિયામક ડૉ. રશ્મિકાન્ત મહેતાને ભેટ આપવામાં આવી હતી. For Private and Personal Use Only સામીપ્ય : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ -

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 110