Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04 Author(s): R P Mehta, R T Savalia Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથોની સંખ્યા ૮૬ થવા જાય છે. વિદ્યાભવનની સંશોધન-અધ્યયનની ક્ષિતિજો વિસ્તરવા માંડી. જે આજ સુધી સતત વિકસતી રહી છે. સંસ્થામાં સંશોધન ક્ષેત્રે સફળ કાર્ય કરી પ્રથમ પીએચ.ડી. થવાનું માન હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ પ્રાપ્ત કર્યું. એ પછી પણ અનેક વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત, ગુજરાતી જેવાં વિષયોમાં પીએચ.ડી.માં આ સંસ્થામાં તૈયાર થયા. માર્ચ, ૨૦૦૭ સુધીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ વિદ્યાભવનમાં અભ્યાસ કરી પીએચ.ડી.ની પદવી મેળવેલ છે. * સને ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં ૧૯૫૫માં ભો. જે. વિદ્યાભવનને યુનિવર્સિટી માન્ય સંસ્થા (Recognised Institution by Gujarat University) તરીકે ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને ગુજરાતી વિષયોનું કાયમી જોડાણ મળ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ગુજરાતી અને સંસ્કૃત વિષયના સ્વતંત્ર ભવન શરૂ થયા ત્યારે આ બે વિષય ભવનમાં ખસેડાતાં, ભારતીય સંસ્કૃતિનું અનુસ્નાતક કેન્દ્ર ભો. જે. વિદ્યાભવન ખાતે કાયમી ધોરણે કાર્યરત રહ્યું. ગુજરાત યુનિવર્સિટીએ ભવનો માટે ઘડેલા ફીના ધોરણો, અભ્યાસક્રમ તથા માન્ય અનુસ્નાતક અધ્યાપકોની નિમણૂંક અંગેના નિયમો મુજબ અનુસ્નાતક કેન્દ્રની કામગીરી ચાલે છે. હાલમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિષયમાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. સને ૧૯૬૦થી સ્થિરગતિએ ભો. જે. વિદ્યાભવનની પ્રવૃત્તિ ચાલી રહી છે. સંસ્થા દ્વારા વ્યાખ્યાન શ્રેણીઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યા-વિસ્તાર વ્યાખ્યાનમાળા, શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યામાળા, સંશોધન વ્યાખ્યાનમાળા, ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત દેશ-વિદેશના ખ્યાતનામ અનેક વિદ્વાનોએ વ્યાખ્યાન આપ્યા છે અને તેનું ગ્રંથસ્વરૂપે પ્રકાશન પણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા વિવિધ વિષયોના ગ્રંથોના સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ પણ ચાલે છે. જેમાં સમીક્ષિત આવૃત્તિઓ (Critical edition) તૈયાર કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. જે પૈકી ભાગવત પુરાણ'ની સમીક્ષિત આવૃત્તિનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસને લગતી ગ્રંથશ્રેણીમાં ૧ થી ૯ ગ્રંથો પ્રકાશિત થયા છે. જે પૈકી ગ્રંથ ૧ થી ૪ની બીજી આવૃત્તિ પુનર્મુદ્રિત કરવામાં આવી છે. હાલ ગ્રંથ ૫ અને ૬ અપ્રાપ્ય છે તેને પુનર્મુદ્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દી, બ., પ્રો. કેશવલાલ હર્ષદરાય પ્રવના પુસ્તકોને પુનર્મુદ્રિત કરવાની કામગીરી ચાલે છે. જે પૈકી ૨૨ ગ્રંથો પ્રકાશિત થઈ ગયેલ છે. સંસ્થા ૧૯૮૪ થી “સામીપ્ય’ નામનું સંશોધન સામયિક પ્રગટ કરે છે. જેમાં વિવિધ વિષયોના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શોધપત્રો પ્રકાશિત કરવામાં આવે છે. સંસ્થાના ગ્રંથાલય અને સંગ્રહાલયમાં અપ્રાપ્ય અને અલભ્ય ગ્રંથો મોટી સંખ્યામાં જળવાયેલા છે. દેશ-વિદેશના સંશોધકો અને વિદ્વાન અધ્યાપકો વિવિધ વિષયના સંશોધન કાર્ય માટે વિદ્યાભવનના ગ્રંથાલય, સંગ્રહાલય અને અધ્યાપકોનો લાભ લઈ રહ્યા છે. સંસ્થાના નિયામક અને અધ્યાપક આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય, સ્થાનિક પરિષદોમાં હાજર રહી શોધપત્રો રજૂ કરી ચર્ચામાં ભાગ લે છે. ઉપરાંત વિવિધ વિષયો પર કૉલેજ અને યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપી સંસ્થાના ઉદ્દેશો બર લાવવાનો તથા અનુસ્નાતક કક્ષા અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિષયમાં માર્ગદર્શન પૂરું પાડી ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની પ્રવૃત્તિ સતત વેગવંતી રહે તેવા પ્રયત્નો કરે છે. આમ, શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ દલાલ દ્વારા અપાયેલ દાન અને ઉદેશો પૂર્ણ કરવા સહુ કોઈ કટિબદ્ધ છે અને વિદ્યાભવનના સર્વાગીણ વિકાસની દિશામાં ભગિનિ સંસ્થાઓ, રાજ્ય સરકાર અને યુનિવર્સિટીનો સહકાર, યોગદાનની અહીં સહર્ષ નોંધ લઈએ છીએ. સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 110