Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થાવૃત્ત • શેઠશ્રી ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનમાં તા. ૧૬-૧૧-૨૦૦૬ના રોજ ‘ગુજરાત યુનિવર્સિટી વ્યાખ્યાન ૨૦૦૬-૦૭’ યોજના અન્વયે ગુજરાતી સાહિત્યના બહુશ્રુત વિદ્વાન ડૉ. ભોળાભાઈ પટેલે ‘બાણભટ્ટની કથા અને આત્મકથા' પર વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે સંસ્થા દ્વારા પ્રકાશિત ‘ભારતીય દર્શનમાં આત્મતત્ત્વ તથા પરમાત્મતત્ત્વની વિભાવના' (જૈન દર્શનના વિશિષ્ટ સંદર્ભમાં) અને ‘સામીપ્ય’ (પુ. ૨૩, અંક-૧-૨, એપ્રિલ-સપ્ટે. ૨૦૦૬) સામયિકનું ડૉ. ભોળાભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું. વળી હ.કા. આર્ટ્સ કૉલેજના આચાર્ય પ્રા. સુભાષભાઈ બ્રહ્મભટ્ટે પોતાના સ્પેનના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન મેળવેલ રોમન સિક્કાઓ સંસ્થાના મ્યુઝિયમને ભેટ આપેલ, જે નિયામક ડૉ. રશ્મિકાન્ત મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. • સંસ્થાના નિયામક, ડૉ.રશ્મિકાન્ત મહેતા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અપાયેલ વ્યાખ્યાનો : (૧) તા. ૨૧-૧૧-૨૦૦૬, ‘ભવભૂતિના જીવદર્શન’ વિષય પર હ.કા. આર્ટ્સ કૉલેજ પ્રેરિત સંસ્કૃત અનુસ્નાતક વ્યાખ્યાનમાળા સંસ્કૃત સાહિત્યકારોના જીવનદર્શન અંતર્ગત વ્યાખ્યાન. (૨) તા. ૨૬-૧૨-૨૦૦૬, ‘ભરતનું સૂત્ર’, સંસ્કૃત વિભાગ, જયેન્દ્રપુરી આર્ટ્સ કૉલેજ, ભરૂચ. (૩) તા. ૧૯-૧-૨૦૦૭, ‘રામાયણ અને મહાભારતમાં પ્રતિબિંબિત ભારતીય આદર્શો', ભારતીય સંસ્કૃતિ વિભાગ, શ્રી ૨. પા. આર્ટ્સ કૉલેજ, ખંભાત. (૪) તા. ૨૫ અને ૨૬ જાન્યુઆરી, ૨૦૦૭, ‘સંસ્કૃત સાહિત્યમાં માનવમૂલ્યોની અભિવ્યક્તિ', રીફ્રેશર કૉર્સ, સંસ્કૃતભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. (૫) તા. ૭ અને ૮ ફેબ્રુ. ૨૦૦૭, ‘ભારતીય કાવ્યશાસ્ત્ર' સંસ્કૃત ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર. • ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અધ્યાપકોને સન્માનવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપકોને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વર્ષ ૨૦૦૬૨૦૦૭ના વર્ષ માટે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા બદલ ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન (એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ)ના વરિષ્ઠ અધ્યાપક, ડૉ. આર.ટી. સાવલિયાની પસંદગી કરવામાં આવી હતી. માઉન્ટ આબુ ખાતે પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટના પ્રમુખ સ્થાને તા. ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ યોજાયેલ પરિષદના ૨૪મા અધિવેશન પ્રસંગે ડૉ. આર. ટી. સાવલિયાને શાલ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. ડૉ. સાવલિયાના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૦૧થી ૨૦૦૬ દરમ્યાન સાત વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પીએચ.ડી.ના મહાનિબંધ તૈયાર કરી પદવી મેળવી હતી. ડૉ. સાવલિયાની આ સિદ્ધિ સંસ્થાને માટે ગૌરવરૂપ છે. આ પ્રસંગે ડૉ. આર.ટી.સાવલિયાએ “ઐક્યના આરાધક સંત ભક્તકવિ ફકીર અબ્દુલસત્તાર શાહ' પર શોધપત્ર, જ્યારે સંસ્થાના મ્યુઝિયમ-ઈનચાર્જ નયના અધ્વર્યુએ ‘ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુર રાજ્યના સિક્કાઓ' વિષય પરનું શોધપત્રનું વાચન કર્યું હતું. ઉપરાંત સંસ્થામાં સહાયક સંશોધક તરીકે ફરજ બજાવતા ડૉ. મનીષા ઉપાધ્યાયે ‘ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં શેઠશ્રી બી.ડી.રાવ ખંભાત તાલુકા કેળવણી મંડળનું પ્રદાન' પર શોધપત્ર રજૂ કર્યો હતો. વળી ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ‘ઉર્દૂભાષા અને સાહિત્ય' વર્ષ-૨૦૦૬ના સર્ટીફિકેટ કોર્સમાં તેઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે. સંસ્થાવૃત્ત For Private and Personal Use Only ૩

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 110