________________
બીજી આવૃત્તિ પ્રસંગે
આ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ત્યાં સુધી હું રાણકપુર ગયા નહાતા; પરંતુ સાહિત્યિક ઉલ્લેખા એટલા બધા મળ્યા અને જેએ રાણકપુર જઈ આવ્યા હતા તેમની પાસેથી એ મંદિરની રચનાનું વર્ણન જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ મને આ પુસ્તક લખવાની પ્રેરણા પ્રબળ થતી ગઈ. પરિણામે પ્રથમ આવૃત્તિ પ્રકાશમાં આવી. એ પછી તે મારે બે વખત રાણકપુર જવાના પ્રસંગ બન્યા. તેમાં ખીજી વખતે રાણકપુરના પ્રતિષ્ઠાપ્રસંગ હતા ત્યારે મંદિરમાંથી ઉત્થાપન કરેલી મૃતિઓના લેખા બરાબર જોઇ શકાય એવી સ્થિતિ હતી. શેઠ આણંદજી કલ્યાણ॰ની પેઢી તરફથી મેં પચીશેક દિવસ સ્થિરતા કરી ત્યાંની ૩૫૦-૪૦૦ જેટલી મૂર્તિઓના શિલાલેખા લીધા હતા. અને એ પ્રસંગે રાણકપુરના મંદિરની ઝીણામાં ઝીણી વિગત મે એકઠી કરી હતી. તેથી પહેલી આવૃત્તિની બધી ખામીઓ દૂર કરવાના મેં આ આવૃત્તિમાં યથાશકય પ્રયત્ન કયા છે.
નવી આવૃત્તિ તૈયાર કરવા માટે ગ્રંથમાળા તરફથી વારંવાર કહેવામાં આવતું પરંતુ અવકાશના અભાવે બીજી આવૃત્તિ જોઈ એ તેટલી વહેલી તૈયાર કરી શકો નહિ અને જ્યારે નવી આવૃત્તિ તૈયાર થઈ ત્યારે અહીંના પ્રેસામાં પાચપુસ્તકા વગેરેનું કામ ભરચક રહેતાં તરતમાં ' આ પુસ્તક પ્રગટ થઈ શકયુ નહિ. પરિણામે દોઢ-બે વર્ષથી આ પુસ્તક અલભ્ય હતું અને લોકેામાં આની વિશેષ માગણી થયા કરતી.
આ નવી આવૃત્તિમાં કેટલીક નવી વિગતે અને શેઠ આણ ંદજી કલ્યાણજીની પેઢીના રાણકપુર આદિ તીર્થોના વહીવટ કરતા સુયેાગ્ય મુનીમ શ્રી. હરગાવિંદદાસભાઇ હેમચંદ શાહ પાસેથી સ્તવના અને માહિતી મળ્યાં તેને ઉપયાગ કર્યો છે. એ બદલ તેમનેા અહીં આભાર માનું છું. આ આવૃત્તિમાં ઘણા સુધારા-વધારા કરીને વર્ણનને લેાકેાયેગી અનાવવાના પ્રયત્ન કર્યાં છે.
દેહગામ સ. ૨૦૧૧ શ્રાવણ સુદિ પ
Jain Education International
-અ'બાલાલ પ્રેમચંદ્દે શાહુ
For Personal & Private Use Only
www.jainelibrary.org