Book Title: Priyankar Nrup Charitra Author(s): Jinsur Muni Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ પ્રિયંકરપ ચરિત્ર. કર રાજા આ સ્તોત્રના ધ્યાનથી માનવંતી પદવી અને વિપુળ સંપત્તિ પામ્યા છે, તે પ્રિયંકરનૃપની કથા આ પ્રમાણે છે - મગધ દેશમાં અશોકપુર નામે નગર હતું, જ્યાં શ્રીમંત લેના ત્રણ ભૂમિકા (માળ) વાળાં મકાનો હતાં, જ્યાં સકળ વસ્તુઓના આકર ( ઢગલા) હતા, જ્યાં અતિથિજનેને આદર આપવામાં આવતા, જયાં ભેજનમાં પુષ્કળ આ (છૂત) વપરાતું, જ્યાં મંદિરમાં શ્રી આદિનાથની મૂત્તિ હતી, વિષાદ કરવામાં જ્યાં આલસ્ય હતું, રાજમંદિરમાં જ્યાં આડંબર હતો અને ભેગી (સર્પ)ને ઉપદ્રવ જ્યાં નકુલ (નળીયા) નેજ હતું, પરંતુ બીજે કયાંઈ તેમ ન હતું. ત્યાં (તે નગરમાં) અશોકચંદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. જે રાજા તેજસ્વી, પ્રતાપી, શરણાગત વત્સલ, દુર્જનોને શિક્ષા આપનાર, શત્રુઓને નાશ કરનાર, પિતાની પ્રજાનું રક્ષણ કરનાર, દાતા, ભોક્તા, વિવેકી, નયમાર્ગગામી, સ્વપ્રતિજ્ઞા પાળવામાં નિશ્ચળ અને કૃતજ્ઞ હેય તે ભૂપ પૃથ્વીમંડળપર પિતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી પિતાના રાજ્યને વિસ્તૃત કરી શકે છે. (આ રાજા તે હતો ). તે રાજાને વિનય, વિવેક અને શીલાદિક અનેકગુણસયુક્ત અશોકમાલા અને પુપમાલા નામે બે રાણીઓ હતી. કહ્યું છે કે - रम्या सुरूपा सुभगा विनीता, प्रेमाभिमुख्या सरल स्वभावा। सदा सदाचारविचारदक्षा, संपाप्यते पुण्यवशेन पत्नी // 1 // 1 કુળવાન ન હોય તેને જ ભેગની ખામી હતી; અથવા તે તેવા નીચ - કુળવાળાને જ તેના નીચ કૃત્યપરત્વે ભેગી પુરૂષોને ઉપદ્રવ હતે. નકુળનો ઉપદ્રવ ભોગી ( સર્ષ ) ને હેય તે કરતાં અહીં ઉલટું હતું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraanak.TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100