Book Title: Pravachan Parikamma Part 01 Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 6
________________ જ્ઞાનમાર પ્રસાદી પુણ્યના ઉદયમાં છકી ન જાય તે ધર્મી આસકિત , ઈર્ષા, નફરત, ક્રોધ અને અહંકારનો માર્ગ તોછડો બનાવશે. જલ્દી પાછા વળી જાશો ત્રણ મલિનતાથી ૧. અપેક્ષા ૨. અભિયાન , ૩. અદેખાઇ થી જેટલા બચશો તેટલી આત્માની નિર્મળ વધશે. ઉમર, શરીર અને અનુભવ વધે પણ આંતરિક જાગૃત્તિની વૃદ્ધિ ન આવે તો લાયકાત પ્રગટી નથી એમ સમજી લેવું. આપણી વર્તની ભ્રમણાઓના મૂળમાં મમતા છે. ૧) બધાજ મારું માને ૨) બધાજ મને વફાદર રહે. ૩) ધારું તે કરી શકું? ૪) મારી ઇચ્છા મુજબ બધા વર્તે. ૫) મને ગમે તે બધા ને ગમે. ૬) મને ન ગમે તે કોઇને ય ન ગમે. ૭) મને જ સમજાય છે, બીજાને નહિ. ૮) હું જે માનું, કરું, અને કહું તે સત્ય જ હોય એમાં ભૂલ ન હોય. આ ભ્રમણાઓથી છૂટવાની ક્ષમતા મળો. જ્ઞાન પૂજન કરતા ‘મને જ્ઞાનનો લાભ થજો અને મારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થજો' એવો સંકલ્પ અને પ્રાર્થના કરવી. શરીર છ કલંકોથી દૂષિત છે અશુચિ, વ્યાધિ, ભૂખ, સારસંભાળની અપેક્ષા, વૃધ્ધાવસ્થા, કાયાનાશ, આવા શરીરે રાગ કેમ પોષાય જયાં કોઇ પરિચિત સાધુ-સાધ્વીના વંદનાર્થે જાઓ તો કોઇ ગાથા ગોખતા હોય અથવા સામાયિક કરતા હોય તો રૂા. ૫ કે ૧૦નું સંઘ પૂજન કરજો.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 336