Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ માર્ગદર્શક રૂપે છપાવ્યું નથી. બીજું આશ્ચર્ય એ બન્યું કે-શંકરરાવ નામના જે કુશળ ચિત્રકારે આ ચિત્રોને સજીવન કરેલા એ ભાઇ પૂજ્યશ્રીના સહવાસથી મહાપુરુષોના જીવનપ્રસંગોમાં આવતા ધર્મ-આદર્શોથી ધીરે ધીરે ચિત્રોનું રંગકામ કરતાં કરતાં સ્વયં રંગાવા માંડ્યા. અનંતકાય વગેરે અભક્ષ્મભક્ષણ છોડી દીધું, ઉકાળેલું પાણી પીવા માંડયું. પોતાની દીકરીઓને પણ દીક્ષા અપાવી અને લગભગ જૈન બની ચુકેલા આ પુણ્યાત્મા આજે બેંગલોર-દાદાવાડીના દેરાસરે રોજ પૂજા કર્યા વિના પ્રાયઃ જમતા નથી. પૂજ્યશ્રીએ આ જે જીવંત ચિત્રનું સર્જન કર્યું અને આવા બીજા અનેક યુવાનોના જીવનપટ ઉપર જે સુંદર ચિત્રાંકન કર્યું છે તે જૈનશાસનના ઇતિહાસમાં યુગોના યુગો સુધી અમર રહેશે. આપણા જૈન તીર્થોમાં અનેક જૈનો જાપ, પૂજા- ભક્તિ કલાક-બે કલાક કરી લે, પણ પછી આખો દિવસ ધર્મશાળામાં પત્તા રમવા વગેરેમાં બગાડે એ કેમ પોષાય ? પૂજ્યશ્રી વિચારતા કે દરેકે દરેક તીર્થોમાં એક સુંદર ચિત્રશાળા હોવી જોઇએ. તીર્થયાત્રા કરવા આવનારા જૈન-જૈનેતરોનો આખો દિવસ એ ચિત્રો નિહાળવામાં ક્યાં પસાર થઇ જાય ખબર ના પડે, કંઇક સમજે, બુઝે, જીવન સુધારે-એવી ઉમદા પૂજ્યશ્રીની ભાવના. રાજસ્થાનના સિરોહી જિલ્લાના બામણવાડા-શ્રી ભગવાન મહાવીરના તીર્થમાં કંઇક અંશે આ ભાવના સાકાર થઇ. તીર્થના પ્રાંગણમાં સલાટો બેસી ગયા. બન્ને બાજુએ સુંદર સંગેમરમર ઉપર કોતરકામ દ્વારા શ્રી ભગવાન મહાવીરના જીવનપ્રસંગોનું નિર્માણ થયું, રંગો પુરાયા. હજારો યાત્રિકો આજે પણ તેનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હા, એ આશ્ચર્ય તો ખરું જ કે ક્યાંય પ્રેરક કે માર્ગદર્શક તરીકે પૂજ્યશ્રીએ પોતાનું નામ કોતરાવ્યું નથી. પ્રતિક્રમણનાં સૂત્રો અને એના રહસ્યમય અર્થો ઉપર ઊંડાણથી ચિંતન-મનન એ તો પૂજ્યશ્રીના પ્રાણ ! ધર્મક્રિયાઓ ભાવ વગર નકામી અને ઉપયોગ વગર ભાવ ન આવે, આવું બધું તો ઘણાંએ ઘણીવાર સાંભળ્યું- સંભળાવ્યું હશે, પણ ઉપયોગ લાવવો કઇ રીતે, ભાવ સજાવવો કઇ રીતે ? એ દિશામાં બહુમુખી પ્રતિભાના સ્વામી પૂજ્યશ્રી વિના કોણ વિચારે ? એક એક સૂત્રો-એના અર્થો-એના ભાવ-એની મુદ્રાઓ વગેરેને આબેહૂબ ઉપસાવતાં સુંદર ચિત્રો જયપુર વિ.સં. ૨૦૨૫ના ચાતુર્માસમાં શ્યામસુંદર નામના ચિત્રકાર પાસે તૈયાર કરાવ્યાં. કલકત્તામાં બ્લોક બન્યા, છપાયાં. અમદાવાદમાં સૂત્ર અને અર્થ સાથે “પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ” એ નામે દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશન થયું. જૈન સંઘોએ ઉમળકાભેર વધાવી લીધું. પાઠશાળાના બાળકોને તો અદ્ભુત નજરાણું મળ્યું. ચાર-ચાર આવૃત્તિઓ છપાઇ ગઇ. આ બધા ચિત્રમય પ્રકાશનો પાછળ પૂજ્યશ્રીના જીવનની તપસ્યાનું તેજ, આચારની ચુસ્તતા, વિશિષ્ટ સૂઝ, મનોવૈજ્ઞાનિક પરણશક્તિ, અતલજ્ઞાનનો ઊંડાણથી સ્પર્શ, આવશ્યક ક્રિયાઓમાં અપ્રમાદ તથા મહાપુરુષો પ્રત્યેનો ઊંડો આદર-બહુમાન આ બધા તત્ત્વોએ અદ્ભુત યોગદાન કર્યું છે. મુંબઇ-શ્રીપાલનગરના ઉપાશ્રયે સ્થિરતા દરમ્યાન પૂજ્યશ્રીએ નયન સોની નામના ચિત્રકાર પાસે કલિકાલ સર્વશના મહત્ત્વના તેમ જ ઘણે અંશે અજ્ઞાત એવા જીવન પ્રસંગોનું પણ સુંદર સુરેખ ચિત્રણ કરાવેલું, જે હજુ પ્રકાશનની રાહ જુએ છે. એવા તો અનેક ચિત્રો તૈયાર કરાવેલાં અથવા કરાવવાની ભાવના પૂજ્યશ્રીના હૈયામાં સતત રમ્યા કરતી હતી. હૃદય જિનશાસનના રંગે એવું રંગાઇ ગયેલું હતું કે સર્વત્ર પૂજ્યશ્રી આ ચિત્રોની જાદુઇ અસર માટે તેમનાથ ભગવાન અને રાજીમતીના ચિત્રોનું ઉદાહરણ આપતા. “રાજીમતીકું છોડકે નેમ સંજય લીના, ચિત્રામણ જિન જોવતે વૈરાગે મન ભીના'' આ પાશ્વ-પંચ કેલ્યાણક પૂજાની પંક્તિનો ભાવાર્થ સમજાવતાં પૂજ્યશ્રી કહેતા કે રાજી મતીને છોડીને નેમનાથ ભગવાન દીક્ષા લેવા જઇ રહ્યા છે એ ચિત્ર જોઇને પાર્શ્વકુમારના ચિત્તમાં પ્રબળ વેરાગ્યની આગ ભભૂકી ઊઠેલી. | વધુ કહીએ ? પૂજ્યશ્રીનું સમગ્ર સંયમજીવન જ એક મનોહર નયનરમ્ય રંગ-બેરંગી જીવંત જૈનશાસનનું છાયાચિત્ર હતું. એ પૂજ્યશ્રીના ચરણે કોટિશઃ વંદના. પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરિજી મ.સા. Fat Private & Personal use only www.jainelibraryperg

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124