Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ ક્ષાના તા કિરણીય ચિત્રકલા તા ઓપ્લાહો | Uણા જીલીભી હતી. ૫.પૂ. કલામર્મા આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. એ ૫૮-૫૮ વર્ષો સુધી અધ્યાત્મની તમામ દિશાઓમાં ખોબે ખોબા ભરીને પોતાનાં તેજકિરણો રેલાવ્યાં અને ફેલાવ્યાં. અનેક ગુમરાહ યુવાનોની હૃદયગુફામાં તિમિરને ભગાડીને આલાદક તેજ પાથર્યા. જૈનશાસનના બાગનું કોઇ એવું અંગ બાકી નહીં હોય કે જેનું મધુર સિંચન આ બાગવાને ન કર્યું હોય. એની સજાવટ એવી અનોખી હતી જેમાં કોઇ બનાવટની દુર્ગન્ધ ન હતી, હતી માત્ર રંગ-બેરંગી સુગન્ધી વર્ણોની મિલાવટ. ખરેખર પૂજ્યશ્રી કોઇ કુશળ કલાકાર-ચિત્રકાર હશે ?!! શું ન હતા એ જ સવાલ છે. પણ ચાલો, આપણે એક કુશળ ચિત્રકલા વિશારદ તરીકે પીછાણવા કોશિશ કરીએ. | જૈન કુળમાં જન્મેલા બાળકો તો ઉચ્ચ આચારોના સંસ્કારોથી સુવાસિત પુષ્પ બનવા જોઇએ. એના બદલે આધુનિક ભોતિક સંસ્કૃતિએ દાટ વાળવા માંડચો એ બાલ-પુષ્પોનો ! પૂજ્યશ્રીના હૃદયમાં એ બાલ-પુષ્પોને સદાચારની સુવાસથી મઘમઘતા જોવાની ઉત્કંઠા જાગી. મનમાં ને મનમાં માનસચિત્રો તૈયાર કર્યા. કુશળ ચિત્રકારને વાણીના માધ્યમે સમજાવીને એ માનસચિત્રોનું કાગળ પર રેખાંકન કરાવ્યું. સરસ મજાની ‘બાલપોથી' તૈયાર થઇ ગઇ. એના એક એક પાના ઉપર દેવાધિદેવ વીતરાગ પરમાત્માનું રંગીન ચિત્ર અને નીચે લખાણ દ્વારા પ્રભુના વખાણ, સદ્ગુરુનું ચિત્ર અને નીચે લખાણ દ્વારા સુંદર એમની ઓળખાણ, સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા, માતા-પિતાનો વિનય, શિક્ષકનો વિનય-આવા બધા સદાચારોની સુંદર મજાનાં ચિત્રો સાથે નીચે ટુંકાણમાં બાલભોગ્ય પ્રવાહી ભાષામાં દરેકની ઓળખાણ - આ બાળપોથી જોઇ-જોઇને બાળકો નાચી ઊઠ્યા. પ્રથમ ચિત્રમય સર્જન થયું આ બાળપોથીનું, પણ ક્યાંય એમાં પૂજ્યશ્રીએ પોતાનું નામ લખેલું નહીં. હા, હજારો નકલો ગુજરાતી-હિન્દીમાં છપાઇ ને વહેંચાઇ ગઇ, બાળકોને હરખાવતી ગઇ. એ યુગ હતો આઝાદીનો, લોકો ગાંધીને ઘેર ઘેર ઓળખતા પણ જૈનોના ઘેર ઘેર ભગવાન મહાવીરને ભૂલી બેઠેલા કે જેને ખરેખર ઓળખવાની જરૂર હતી. જે આત્માની આઝાદીનો પરમ જીવતો ને જાગતો આદર્શ હતો એ પરમેશ્વર પરમકૃપાળુ ભગવાન મહાવીરને લોકો ભૂલી જાય એ વાત દીર્ઘદ્રષ્ટા શાસન જ્યોતિર્ધર ગુરુદેવના હૈયામાં ખેંચ્યા વિના રહે ખરી ? એક-બે કરતાં લગભગ ૫૦-૬૦ માનસચિત્રો મનમાં ચિતરાઇ ગયાં. કુશલ ચિત્રકારને બેસાડી સમજાવવાની અભુત કળાથી માર્ગદર્શન કરી કરીને કાગળ ઉપર અદ્દભુત ભગવાન મહાવીર જીવન ચરિત્ર સજીવન કરાવ્યું. આદોની (A.P.) ની જૈન સંસ્થા તરફથી પહેલી વાર એનું પ્રકાશન થયું. શ્રમણ ભગવાન મહાવીરના જીવનના મહત્ત્વના કલ્યાણકારી આબેહૂબ પ્રસંગોનો અદ્ભુત ચિતાર જોઇ જૈન જગતનાં હૈયા ઠર્યા, ભગવાન મહાવીરનાં અનેકાનેક જીવન પ્રસંગોનું આ ચિત્રમય નજરાણું પહેલવહેલા શ્રી જૈન સંઘને અર્પણ કરનારા પૂજ્યશ્રી પ્રથમ હતા. તે પછી બીજા જેટલા પણ ચિત્રસંપુટો બહાર પડવા હશે તે કોઇ ને કોઇ રીતે આ પ્રકાશનના ઋણી હશે. | વિરાટ પ્રતિભાસ્વામીને આટલાથી સંતોષ ક્યાંથી હોય ? લોકો નેહરુ-સરદાર જેવાને મહાપુરુષો તરીકે નવાજીને એમનાં જીવન-ચરિત્રોથી વાકેફ બને તો આપણા જૈનોએ ખરેખર જેઓને મહાપુરુષ તરીકે ઓળખવા જોઇએ એવા શાલિભદ્ર, ધન્ના અણગાર, રાજર્ષિ કુમારપાળ, હેમચન્દ્રસૂરિ, હીરવિજયસૂરિ, વજસ્વામી, વસ્તુપાળ-તેજપાળની બાંધવ બેલડી, પેથડશા, વિમળશા આ બધાય મહાપુરુષોને જૈનો પણ ન ઓળખે એ ખૂંચ્યા વિના રહે ? પૂજ્યશ્રીએ આ બધા મહાપુરુષોના ચિત્રમય પરિચય આપતા 12" x 18" ના મોટી સાઇઝમાં સુંદર રંગ-બેરંગી ચિત્રમય કલાકૃતિઓના ૧૨ અને ૧૮ ચિત્રોના બે સંપુટ તૈયાર કરાવ્યા જે આદોની (A.P.) ની જૈન સંસ્થા તરફથી મુદ્રિત થઇને લગભગ ભારતભરના સંઘોમાં સેંકડો-હજારોની સંખ્યામાં પહોચી ગયા. આજે અનેક જૂના ઉપાશ્રયોમાંદેરાસરોમાં-ધર્મપ્રેમી સુશ્રાવકોના ઘરોમાં દીવાલો ઉપર કાચની ફ્રેમમાં મઢેલાં એ ચિત્રો પૂજ્યશ્રીનું મૂક યશોગાન ગાઇ રહ્યા છે. બે વાત આશ્ચર્યકારક છે. એક તો પૂજ્યશ્રીએ ક્યાંય એમાં પણ પોતાનું નામ પ્રેરક કે Education Internet wwlainelibraryzorg

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 124