Book Title: Pratikraman Sutra Sachitra Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ પ્રાસ્તાવિક માનવજીવન જ ધર્મ આરાધના દ્વારા જન્મ-મૃત્યુ અને કર્મની મહાવિટંબણાઓનો અંત લાવવામાં સમર્થ છે. આવો જન્મ પામ્યા પછી પણ ધર્મવિના આ વિટંબણાઓની ધારા ચાલુ રહે, પુષ્ટ બને અને વધી જાય તો તારક એવું માનવજીવન કેટલું ભયંકર મારક બની જાય ? મહાવિટંબણાનો અંત તો જ આવે કે જો જીવન ધર્મમય બને. ધર્મ જિનાજ્ઞા સાથે સંકળાયેલો છે જિન એટલે વીતરાગ સર્વજ્ઞભગવંત. એમના વચનનો સ્વીકાર અને પાલન એ જ ધર્મ છે, કારણ કે એ સર્વજ્ઞ જ અનંતકાળના સર્વદ્રવ્ય-પર્યાયોના યથાર્થ દ્રષ્ટા હોવાથી સંસાર અને મોક્ષના ચોક્કસ કારણોને જુએ છે, તેમજ મોક્ષોપયોગી ચોક્કસ વિધિનિષેધ ફરમાવે છે. એ વચનોની (૧) અશ્રદ્ધા (૨) ઉલટું પ્રતિપાદન (૩) વચનથી નિષિદ્ધ કાર્યોનું આચરણ (૪) વચન-વિહિત કાર્યોની ઉપેક્ષા. આ ગુનાઓથી જીવ અશુભ કર્મ બાંધે છે. એનાં ફળરુપે ભવભ્રમણ, કર્મ અને જન્મમરણાદિ વિટંબણાઓ ઊભી થાય છે. એનાથી બચવા પ્રતિક્રમણ ધર્મની અતિ ઉચ્ચ ઉપયોગિતા સિદ્ધ થાય છે. પ્રતિક્રમણ એ સામાયિક આદિ છ આવશ્યકોમાંનું એક આવશ્યક છે, અને એનો અર્થ છે-‘પાપથી-અપરાધોથી પાછા હટવું. પાપની નિંદા, ગર્હા અને પશ્ચાત્તાપ કરવો' એ પશ્ચાત્તાપ કરવા પહેલાં 'સમભાવ દેવવંદન ગુરુવંદન આવશ્યક છે. ત્યારબાદ પ્રતિક્રમણ કરીને પ્રતિક્રમણ’નું કાર્ય જે પાપનાશ તે સૂક્ષ્મ રીતે પણ થઇ જાય એ માટે કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ કરવું જરુરી છે. એથી આ છ આવશ્યકોનું નામ પ્રતિક્રમણ પણ કહેવાય છે. પ્રતિક્રમણથી ઉપર કહેલા ચારે પ્રકારોના અપરાધોની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણના સૂત્રોમાં આવા આવા અપરાધોના નિર્દેશની સાથે એની નિંદા-ગર્હ અને પશ્ચાત્તાપનું વર્ણન છે. પ્રતિક્રમણના ફળાદેશમાં બીજી પણ વાતો છે. ‘પ્રતિક્રમણ’ એટલે આવશ્યક ક્રિયા. આ એક મોક્ષસાધક મહાન યોગ છે. મિથ્યાદર્શન, પાપ-અવિરતિ, કષાય અને મનવચનકાયાની અશુભ પ્રવૃત્તિના કારણે જીવ અનંતકાળથી આ જન્મમરણાદિ મહાવિટંબણાથી અને દુઃખ-યાતનાથી ભરેલા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એથી સ્વાભાવિક છે કે સંસારપરિભ્રમણના આ કારણોના પ્રતિપક્ષી કારણો-સમ્યગ્દર્શન, પાપ-વિરતિ, ઉપશમ અને શુભ પ્રવૃત્તિનું જીવ આલંબન કરે તો સંસારના કારણો છૂટી જવાથી સંસાર છૂટી જાય અને મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષસાધક આ સમ્યગ્દર્શનાદિની સાધના પ્રતિક્રમણની ક્રિયામાં ઉત્તમ પ્રકારે થાય છે કેમકે એમાં જે સામાયિકાદિ છ આવશ્યકોની આરાધના કરવાની હોય છે એમાં સમ્યગ્દર્શનાદિની સાધનાનો આ રીતે સમાવેશ થાય છે. (૧) સામાયિક આવશ્યકમાં સર્વ સાવધ (સપાપ) યોગોના ત્યાગની અર્થાત્ પાપ-વિરતિની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, એટલે વિરતિ અને ‘સમભાવ’ એટલે કે ઉપશમની સંકલ્પપૂર્વકની આરાધનામાં એનો સમાવેશ થાય છે. (૨) ચતુર્વિશતિ આવશ્યકમાં ચોવીસ તેમજ બીજા તીર્થંકર ભગવંતોની સ્તવના અને પ્રાર્થના કરવામાં આવે છે. એથી દેવાદિતત્ત્વની સમ્યગ્ શ્રદ્ધારુપ સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. (૩) વંદન આવશ્યકમાં ગુરુમહારાજને વિસ્તારપૂર્વક સુખશાતા પૂછવાપૂર્વક ગુરુની આશાતનાની ક્ષમા માગવા સ્વરુપ વંદન કરવાથી અહંકારાદિ કષાયનાશ તેમજ શુભવૃત્તિ પણ થાય છે. (૪) પ્રતિક્રમણ આવશ્યકમાં સઘળા ય પાપોની દોષોની નિંદા-ગર્હા-પશ્ચાત્તાપ કરવાનું થાય છે. આમાં (૧) મિથ્યાત્વાદિથી લાગેલા પૂર્વ પાપોનો નાશ (૨) ફરીથી મિથ્યાત્વાદિમાં પ્રેરક અનુબંધોનો નાશ, અને (૩) સમ્યગ્દર્શન અને સર્વવિરતિના ભાવ પ્રબળ બને છે. (૫) કાયોત્સર્ગ આવશ્યકમાં નિયત ધ્યાન ઉપરાંત સમસ્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરવામાં આવે છે અને તે પણ પ્રતિજ્ઞાપૂર્વક કરવામાં આવે છે. એથી આ આવશ્યક દ્વારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને કાંઇક અયોગ અવસ્થાની આરાધના થાય છે. (૬) પ્રત્યાખ્યાન આવશ્યકમાં ઉપવાસાદિ તપનો સંકલ્પ કરવામાં આવે છે, એટલે આ આવશ્યકથી તપધર્મ તેમજ વિરતિની સાધના થાય છે. આ એક જ પ્રતિક્રમણમાં સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની કેટલીય ઉચ્ચ સાધના થાય છે માટે આ એક મહાન યોગ સાધના છે. આ પ્રતિક્રમણની ભાવથી સાધના થાય એ માટે જિનાગમમાં ``ત—િન્ને તમળે તોસે-તવાવસાળાવશિ તવોવષો તરપ્પિયરને’’ આ છ વાતો બહુ આવશ્યક બતાવવામાં આવી છે. આમાં પ્રતિક્રમણની જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે પ્રત્યેકમાં (૧-૨) ચિત્તનો સામાન્યવિશેષ ઉપયોગ-પ્રણિધાન રહે, (૩-૪) સૂત્ર અને ક્રિયાનુસાર લેશ્યા અને ધ્યાન રહેવું જોઇએ. (૫) સૂત્રના પદાર્થમાં ચિત્તનો ઉપયોગ લક્ષ રહે, અને (૬) સૂત્રોચ્ચાર તેમજ ક્રિયામાં જરુરી ઉપકરણ મેળવવા જોઇએ. આ ઉપયોગ-લેશ્યા-ધ્યાનને મનમાં સુંદર રીતે લાવવા માટે એ ખાસ જરુરી છે કે પ્રત્યેક સૂત્રનો પદાર્થ મન સામે ખડો કરવામાં આવે. દા.ત. (૧) ‘નવકાર’ સૂત્રમાં 'નમો અરિહંતાળું' બોલતી વખતે અષ્ટમહાપ્રાતિહાર્યથી સહિત અનંત અરિહંત ભગવંતો મન સામે દેખાય અને એમના ચરણમાં ઝુકતા આપણા અનંત મસ્તક યાને દરેકના ચરણે આપણું નમતું એકેક મસ્તક દેખાય. એજ રીતે 'નમો સિદ્ધાળ’ વગેરે પદો બોલતી વખતે સિદ્ધભગવાન આદિ દરેક પરમેષ્ઠિ ભગવંતો પોતપોતાના સ્વરુપ (Pose)માં દેખાય...દા.ત. સિદ્ધ સિદ્ધશીલા ઉપર Jain Educational For Pov Personal Use Only wwwžalnelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 124