Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ USIASIS સાધુ અને શ્રાવકના જીવનમાં નવકાર જાપ-ધ્યાન-સ્મરણ, ચોવીસ તીર્થંકરદેવોની સ્તુતિ, ચૈત્યવંદન, અને પ્રતિક્રમણની ક્રિયા તેમજ કાયોત્સર્ગ વગેરે રોજના કર્તવ્ય છે. એના સૂત્રોનું સ્મરણ અને ઉચ્ચારણ અર્થના ચિંતન સાથે કરવા છતાં આપણું ભારે ચંચળ મન ગદ્ગદ્ ભાવભીનું તેમજ સ્થિર થતું નથી. મનને સ્થિર અને ભાવભીનું બનાવવા માટે એક પ્રબળ સાધન ચિત્ર છે. સૂત્રોના પદ અને ગાથાઓના પદાર્થચિત્ર મનની સામે આવતાંની સાથે મન એને જોવામાં પૂરેપૂરું તલ્લીન બની જવાથી સ્થિર થઇ જાય છે, અને આબેહુબ ચિત્ર સામે આવવાથી મન ભાવભીનું પણ બની જાય છે. | આજના ચિત્રમય જગતમાં ચિત્રો ઉપરથી ભાવ પેદા કરવાનું કાર્ય બહુ પ્રચલિત છે. સો શબ્દ જે કામ નથી કરતા એ એક ચિત્ર કામ કરે છે. સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં ચિત્રોથી બાળકોમાં ઝટ ભાવ પેદા કરવામાં આવે છે વ્યાપારી લોકો પોતાના માલ પ્રત્યે ઘરાકને આકર્ષિત કરવા માટે સચિત્ર જાહેરાતો આપે છે. એ જાહેરાતના ચિત્રોથી લોકોના મન પર ઊંડી અસર પડે છે અહિંસા, દારૂબંધી વગેરેનો પ્રચાર કરવો હોય છે તો લોકોને ચિત્રો દ્વારા પ્રભાવિત કરવામાં આવે છે અને એથી પ્રચારકાર્ય સારું થાય છે. એકલી વાર્તા સાંભળવાથી જે ભાવ પ્રગટ થતો નથી તે ભાવ એ વાર્તાનો સિનેમા-ચિત્રપટ જોવાથી પ્રગટ થતો દેખાય છે. ચિત્રપટની માત્ર વાર્તા સાંભળવાથી એની જે લાંબો કાળ અસર રહેતી નથી, એવી ઊંડી અસર એનું ચિત્રપટ-સિનેમા જોયા બાદ લાંબા ટાઇમ સુધી રહી શકે છે, એ અનુભવ સિદ્ધ છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે ચિત્ર ભાવ જગાડવાનો એક અદ્ભુત ઉપાય છે. ચૈત્યવંદન-પ્રતિક્રમણાદિની સાધનામાં પણ એ જ સિદ્ધાંત કેમ કામ ન કરે ? ચેત્યવંદનાદિમાંય સૂત્રાર્થનો વિસ્તાર શબ્દોથી ગમે તેટલો બતાવો પરંતુ એની અપેક્ષાએ “સો શબ્દ બરાબર એક ચિત્ર” એ હિસાબે સૂત્રમાં ભરેલા અર્થનું ચિત્ર જો સામે આવી જાય તો તો તે ભાવ પેદા કરવામાં ઘણું જ અદ્ભુત કામ કરશે. આજે જ્યારે ભૌતિક તેમજ વૈષયિક ચિત્રો દ્વારા લોકોના ભાવ ભૌતિક વલણવાળા અને વિષયવિલાસી બનાવવામાં આવે છે, તો પછી લોકોમાં આધ્યાત્મિક ચિત્રો દ્વારા જોરદાર આધ્યાત્મિક ભાવો જગાવવા એ આવશ્યક નથી ? જો એમ નહિ કરવામાં આવે તો ભૌતિકતા તેમજ વિષયવિલાસના પોષક ચિત્રો દ્વારા પ્રભાવિત કરવામાં આવેલા અને ઠાંસી ઠાંસીને ભોતિકતાથી ભરેલા લોકોના દિલમાં ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભાવનું સામ્રાજ્ય સ્થાપવું મુશ્કેલ છે. એજ રીતે ધાર્મિક ક્રિયા અને સૂત્રના અર્થ માત્રથી હૃદયના તાર ઝણઝણાવી મૂકે એવું દિલચસ્પી સંવેદન થવું પણ મુશ્કેલ છે. માટે જ આજના યુગમાં એકલા સૂત્રોના જ ચિત્રો નહિ, પણ આપણી ધર્મકથાઓના સુરેખ ચિત્રોનું નિર્માણ ઘણું જ આવશ્યક બની ગયું છે. જિનમંદિર અને ઉપાશ્રય ગમે તેટલા ભવ્ય હોય પરંતુ આવા ચિત્રોથી અલંકૃત કર્યા વગર આજના સિનેચિત્રો દ્વારા ભોતિકભાવથી ભરેલા લોકોને એ આધ્યાત્મિક ભાવથી કેમ ભરી શકશે ? નાનું પણ દેરાસર જો ચિત્રોથી અલંકૃત હોય તો મનને આનંદપૂર્ણ અને ભાવોલ્લાસથી ભરપૂર બનાવી દેતું દેખાય છે. દેવદ્રવ્યનાં નાણાનો સંગ્રહ કરી રાખવા કરતાં એ દેરાસરોને એવા સોનેરી એમ્બોસ્ટ અને કાચકામની કારીગરીવાળા શ્રી તીર્થકર ભગવંતોના જીવનના ભવ્યચિત્રોથી સુશોભિત ઇન્દ્રભુવન જેવા બનાવવામાં એનો ઉપયોગ કેમ ન કરવો ? એથી જૈન સંસ્કૃતિ અને જૈન ઇતિહાસનું પણ સંરક્ષણ થશે. બીજો પણ એક મહાન લાભ છે કે આજકાલ જૈન બાળકોને જોઇએ તેવું ધાર્મિક શિક્ષણ મળતું નથી. એથી એ બાળકો મોટા થવા છતાં પણ જૈન સંસ્કૃતિ અને જૈન પ્રાચીન મહાપુરૂષોના જ્ઞાન-પરિચયથી બિલકુલ વંચિત રહે છે. એની સામે જો આવા ધાર્મિક ચિત્રો મૂકવામાં આવે, તો એ એને રસપૂર્વક દેખશે બોધ પામશે અને આધ્યાત્મિક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 124