Book Title: Pratikraman Sutra Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ જ્યોતિસ્વરુપ, આચાર્ય પાટ પર બેઠેલા પ્રવચન કરતા હોય, ઉપાધ્યાય સાધુ સમુદાયને ભણાવતા હોય, સાધુ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા હોય. | (૨) ‘લોગસ્સ’ સુત્રમાં પહેલી લાઇનના ઉચ્ચારણ વખતે સામે ૨૪ અને બીજા એમની આજુબાજુમાં તથા પાછળ બીજા અનંત તીર્થકર લોકાલોક સ્વરુપ વિશ્વને શાનપ્રકાશથી પ્રકાશિત કરતા સૂર્ય સમાન દેખાય. ‘ધમ્મતિયૂયરે’ પદથી બધા ભગવાન સમવસરણમાં બેસી ઉપદેશ આપતા દેખાય. ‘જિશે’ પદથી બધા ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં રાગદ્વેષનો જય કરતા, અને ‘અરિહંતે’ પદથી અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત દેખાય, ૨-૩જી-૪થી ગાથાથી પ્રત્યેક પદમાં સૂચવેલી સંખ્યા અનુસાર ભગવાન દેખાય દા. ત. ૩મનિય ગાથામાં ક્રમશ: નીચે ૨,૩,૨,૧ એમ ૮ ભગવાન...પછી ૧-૩-૨-૨, ૭-૨-૧-૨ પ્રભુ દેખાય. | (૩) ‘નમુથુણં' સૂત્રમાં ‘અરિહંતાણં' પદ બોલતી વખતે અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત ભગવાન દેખાય, ‘ભગવંતાણં' પદ વખતે સુવર્ણ કમળ ઉપર પગ મૂકીને ચાલતા...વગેરે એશ્વર્યવાળા ભગવાન દેખાય... | (૪) ‘સિદ્ધાણં બુદ્ધાણં’ સુત્રમાં ‘જો દેવાણ વિ દેવો’ પદથી વીરપ્રભુને દેવોના પણ દેવના રૂપમાં બતાવવા છે. એ કેવી રીતે દેખાય ? આ રીતે-ભગવાન મહાવીર પરમાત્મા વિહારમાં આગળ ચાલી આવતા અને એમની સેવામાં પાછળ ક્રોડ દેવતાઓ હાથ જોડીને ગુણગાન કરતા ચાલ્યા આવતા દેખાય. આવું દ્રશ્ય જોવાથી ખ્યાલ આવે છે કે પ્રભુ દેવોના પણ દેવ છે. ‘જં દેવા પંજલિ...’ માં સામે આકાશમાંથી પ્રભુની તરફ શિર ઝુકાવી હાથ જોડીને દેવતાઓ ઊતરતા દેખાય. ‘ત દેવદેવ મહિય' થી (દેવદેવ=ઇંદ્ર, અને મહિયં પૂજાયેલા) ઇન્દ્રથી પૂજાયેલ પ્રભુ અર્થાત્ પ્રભુની બે બાજુ ઇંદ્ર ચામર ઢાળતા દેખાય. આ રીતે ચિત્ર દ્વારા સૂત્ર-પદાર્થ સામે દેખાઇ જવાથી મન તન્મય અને ભાવથી ભરેલું બને છે. ચિત્રોનો આ મહિમા બીજી ધર્મ ક્રિયાઓમાં પણ લાગુ થાય છે. એમાં કારણ એ છે કે ધર્મ ચિત્તની વિશુદ્ધ પરિણતિરૂપ વિશુદ્વિરુપ છે. વિષયોના અને કષાયોના આવેશ રોકવાથી ચિત્તમાં વિશુદ્ધિ આવે છે. એટલે જીવનને ધર્મમય બનાવવા માટે આવી વિશુદ્ધિ અર્થાતુ વિશુદ્ધ પરિણતિમય ચિત્ત બનાવવું જરૂરી છે. સામાન્ય નિયમ એવો છે કે જેવા સંયોગ અને જેવી ક્રિયા, એવા ભાવવાળું મન બને છે. આ નિયમ અનુસાર દુન્યવી ધન-પરિવારાદિના સંયોગમાં અને આરંભપરિગ્રહાદિની ક્રિયામાં ચિત્ત કાષાયિક ભાવોથી યુક્ત બનશે. જ્યારે વીતરાગદેવ, ત્યાગી ગુરુ, તીર્થ વગેરેના સંયોગમાં તેમજ દેવદર્શન, પૂજન, જીવદયા, સાધુસમાગમ, શાસ્ત્રશ્રવણ અને તપ-જપ-દાનાદિ ક્રિયા વખતે મનમાં રાગદ્વેષાદિ દબાઇ જઇને વિશુદ્ધ પરિણિતિ જાગ્રત્ થાય છે. માટે વિશુદ્ધ પરિણતિમાં કારણભૂત દેવદર્શનાદિ પણ ધર્મ કહેવાય છે. પ્રશ્ન-દેવાધિદેવ આદિનો સંયોગ મળવા છતાં અને દેવદર્શનાદિની સાધનાના ટાઇમે પણ મન ચંચળ કેમ રહે છે ? બીજી બીજી બાબતોમાં પડીને એ રાગદ્વેષાદિથી યુક્ત કેમ બને છે ? ઉત્તર-જીવને જેમાં વધારે રસ છે, એમાં મન વારંવાર જાય છે. અગર જો મનને ધર્મમાં સ્થિર કરવું હોય તો દુનિયાના વિષયોનો રસ ઘટાડવામાં આવે અને ધર્મ-સાધનાનો રસ વધારવામાં આવે એ અતિ આવશ્યક છે. વિષયરસ ઘટાડવા માટે વિષયો પ્રત્યે વેરાગ્ય-નફરત, અવિશ્વાસ અને આત્મહિત-ઘાતકતાનું દર્શન વધારવું જોઇએ અને ધર્મસાધના અત્યંત આત્મહિતકારક હોવાથી એમાં અત્યંત ઉપયોગિતા અને ઉપાદેયતાની ભાવના દઢ બનાવવી જોઇએ. એને માટે હું બહુ કલ્પના-ચિત્ર મન સામે ખડું કરી દેવું જોઇએ. દા.ત. નવકારના સ્મરણ વખતે મનની સામે અનંત અરિહંત, અનંત સિદ્ધ...આદિ ક્રમશઃ દેખાય, દેવદર્શન વખતે પ્રભુને સમવસરણમાં બિરાજમાન અને અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ સર્વ શોભાવાળા જોવામાં આવે, સ્તુતિ કરતી વખતે એને અનુસરતું ચિત્ર મન સામે ખડું કરવામાં આવે. પ્રભુને પ્રક્ષાલ આદિના સમયે મેરુપર્વત ઉપર ઇન્દ્રો અભિષેકાદિ કરતા દેખાય. ચૈત્યવંદનમાં પ્રત્યેક સૂત્ર-ગાથા એનું ચિત્ર જોઇને બોલવામાં આવે. દા.ત. ‘ઇરિયાવહિય” બોલતી વખતે કોર્ટ માં ન્યાયાધીશ સમક્ષ ખૂનીના ઇકરારનું ચિત્ર દેખાય, ‘જં કિં ચિ૦’ બોલતી વખતે જગતના તીર્થો અને જિન પ્રતિમાઓ દેખાય. એ માટે આ ચિત્રાવલિ (આલ્બમ) પુસ્તક છે. આમાં સૂત્રોના પદે પદના અને ગાથાયે ગાથાના ચિત્રો બતાવવામાં આવ્યા છે. વારંવાર એ ચિત્રોને જોવાથી સૂત્ર બોલતી વખતે મન સામે સરળતાથી એ દ્રશ્ય ઉપસ્થિત થઇ જાય છે. એને જોવામાં મન તન્મય બની જવાથી બાહ્ય વિષયમાં મન જતું નથી. તેમ ચિત્ર અનુસાર તાદશ દશ્ય દેખાવાથી ભાવોલ્લાસ વધી જાય છે . હે આત્મન ! જો તારે પાપોથી મુક્ત થવું છે તો પ્રતિક્રમણની ક્રિયા ભાવપૂર્વક અને આદરપૂર્વક કર, સૂત્ર બોલતા જાઓ, મનથી એના ચિત્ર જોતાં જાઓ અને ભાવક્રિયા કરી આત્માને નિર્મલ કરતા જાઓ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 124