Book Title: Pratikraman Sutra Sachitra Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ ભાવનો અનુભવ કરશે. આને માટે માત્ર દેરાસર-ઉપાશ્રયમાં જ ચિત્રોથી નહિ ચાલે. એને માટે કથાચિત્રોના આલ્બમ પણ જોઇશે. એ આલ્બમ ઘણા ઉપયોગી નિવડશે. આ ચિત્રાવલિ-પુસ્તક ચૈત્યવંદનાદિ સૂત્રોના પદાર્થને આબેહુબ સ્પષ્ટ કરે છે. પ્રત્યેક ચિત્રને લક્ષમાં લાવવાથી સૂત્રનો ભાવ મનની સામે પ્રત્યક્ષ ખડો થાય છે. દા. ત. 'નમો રિહંતાણં' પદ બોલતાં કે યાદ કરતાં એનો ભાવ જાગ્રત્ કરતી આકૃતિના રૂપમાં સામે અનંતાનંત અરિહંત ભગવાન સમવસરણમાં બિરાજમાન અને અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત દેખાય. એમ 'નમો સિદ્ધાળ' પદ બોલતી વખતે સામે શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર અનંત સિદ્ધભગવંતો દેખાય...ઇત્યાદિ. ત્યાં મન તન્મય અને ભાવોલ્લાસભર્યું કેમ ન બને ? માત્ર ક્રિયાઓ જ નહિ પરંતુ અસવિચારોને રોકવા માટે તેમજ ધ્યાન કરવા માટે પણ આ ચિત્રો અત્યંત ઉપયોગી છે. પૂજ્ય પ્રભાવક પ્રવચનકાર વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પોતાની ક્રિયાઓને ભાવપૂર્ણ બનાવવા માટે વિચારતાં આ ચિત્રોની કલ્પના કરી છે. તેમજ આર્ટિસ્ટ ઉદ્ધવરાવ, કૈલાસ શર્મા અને શ્યામસુંદર શર્મા પાસે એ કલ્પનાને આકાર અપાવ્યો છે. પૂર્વની આવૃત્તિઓ બ્લોક પ્રિન્ટીંગથી છપાઇ તેમાં શ્રી પારસમલજી કટારિયા તથા કલક્તાના પુષ્પા પરફ્યુમરીવાળા શ્રી જયસુખભાઇએ ખૂબ પરિશ્રમ કરેલો. પૂર્વની આવૃત્તિઓમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પાસેનવિજયજી મહારાજ સાહેબ આદિએ ખૂબ જહેમત ઉઠાવેલી. પૂર્વની તમામ આવૃત્તિઓ ખપી જવાથી, છેલ્લા કેટલા ય સમયથી તેના માટેની સતત માંગણીઓ આવવાથી નવી કોમ્યુટર ટેકનોલોજીમાં તેનું પ્રિન્ટીંગ શરૂ કરાવ્યું. પૂજ્યશ્રીના વિચારોને અને કલ્પનાને સંપૂર્ણ વફાદાર રહી તે મુજબની જ સંયોજના કરી આ પુસ્તક તૈયાર કરાવ્યું છે. નવી આવૃત્તિ તૈયાર કરવામાં પરમ પૂજ્ય વેરાગ્યદેશનાદેશ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન વિદ્વર્ય મુનિશ્રી સંયમબોધિવિજયજી મહારાજ સાહેબનો સુંદર સહકાર મળ્યો છે. પરમ પૂજ્ય વિદ્વદ્રર્ય પંન્યાસજી શ્રી અજીતશેખરવિજયજી મહારાજ સાહેબના તથા અન્ય પણ અનેક મહાત્માઓનો સહકાર મળ્યો છે. આ તબક્કે અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ. પુસ્તક પ્રકાશનમાં રાજુલ આર્ટ્સવાળા કીર્તિભાઇ, રાજુભાઇ તથા તેમના સહયોગીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે તેના અમે ખૂબ આભારી છીએ. નૂતન આવૃત્તિ પણ ટુંક સમયમાં જ વાચકોએ વધાવી લેતા વંદિત્ત સૂત્ર તથા ભરતેસર સૂત્રના ભાવાનુવાદ તથા ચિત્રના ઉમેરણ સહ નૂતનતમ આવૃત્તિ બહાર પાડવામાં આવી રહી છે. બન્ને સૂત્રોના ભાવાનુવાદ તથા ચિત્રોની કલ્પના-સંકલન તથા સંપાદન ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન હેઠળ પ.પૂ. વૈરાગ્યદેશનાદેક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. મુનિશ્રી સંયમબોધિવિજયજી મહારાજ સાહેબે સુપેરે કર્યું છે. અમો તેઓના ઋણી છીએ. દ્રવ્યક્રિયામાં પ્રાણ પૂરવા અને તેને ભાવધર્મ બનાવવા અત્યંત સહાયક આ પુસ્તક ઘર-ઘરમાં વ્યાપક પણે ફેલાય અને ચતુર્વિધ સંઘ તેનો ખૂબ લાભ ઉઠાવે એવી આશા રાખીએ છીએ. પ્રાન્ત, જિનશાસનને આવું અદભૂત નજરાણું ધરનાર પૂજ્યશ્રીને ક્રોડો વંદના કરી આ પ્રકાશન તેમની સ્મૃતિમાં તેઓશ્રીને જ સમર્પિત કરીએ છીએ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 124