________________
નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે.” તેઓને મન સદ્ગુરુ પરમકૃપાળુદેવની ભક્તિ એજ “સહજાત્મસ્વરૂપ પ્રગટાવવાનો સાચો ઉપાય હતો.
તેઓશ્રીની પરમ અલૌકિક નિષ્કામ પ્રેમ-ભક્તિનું દર્શન તેમણે રચેલ “પ્રજ્ઞાવબોઘ'ના દરેક પાઠની પ્રથમ ગાથામાં થાય છે. આ ગ્રંથની રચના વિશેષપણે રાત્રિના સમયે થયેલ છે. આમ રાતદિવસ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સતત પુરુષાર્થના ફળસ્વરૂપે આત્મદશા વર્ધમાન થઈ તેઓશ્રીને વિશિષ્ટ આત્મઅનુભવ પ્રગટ થયો.
સદ્ગુરુ સ્વરૂપની અભેદરૂપે પ્રાપ્તિ સંવત ૧૯૯૬ના વૈશાખ વદ નવમીને દિવસે, ગુરુવારે પૂજ્યશ્રી પોતાની ડાયરીમાં નોંધે છે -
“આજ ઊગ્યો અનુપમ દિન મારો, તત્ત્વપ્રકાશ વિકાસે રે;
ઇન્સદ્ગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસે રે.” ભાવાર્થ – આત્મતત્ત્વનો પ્રકાશ વિકસિત થવાથી આજનો દિવસ મારા માટે અનુપમ છે. સદ્ગુરુ પરમકૃપાળુદેવનું સહજ સ્વરૂપ મારા અંતરાત્મામાં અભેદરૂપે અત્યંત અત્યંત પ્રત્યક્ષ પ્રકૃષ્ટપણે ભાસી રહ્યું છે, અર્થાત્ અભેદરૂપે અત્યંત અત્યંત પ્રગટ સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યું છે.
પરમાત્મપદના આનંદમાં ઝીલ્યા ત્યાર પછી તો પૂ.શ્રી બ્રહ્મચારીજીનું જીવન આનંદની લહેરીઓથી વિશેષ ઊભરાવા લાગ્યું. આ વિષે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર વખતે આશ્રમના એક વિચારવાન ટ્રસ્ટી શ્રી પરીખજીએ તેઓશ્રીને આપેલ અંતિમ અંજલિમાં તેનું સ્પષ્ટ દિગ્દર્શન થાય છે “પરમકૃપાળુ લઘુરાજ સ્વામીના દેહાવસાન પછી લગભગ સત્તર વર્ષ સુધી તેઓશ્રી (પૂ.શ્રી બ્રહ્મચારીજી) પરમાત્મપદના આનંદમાં અતિ ઉત્સાહપૂર્વક પોતે ઝીલ્યા અને આપણ સર્વ મુમુક્ષુઓને ઝિલાવ્યા. તે માટે સ્વપરહિતાર્થે જ અપ્રમત્તપણે જેણે જીવન ગાળ્યું એવા આ પાવન આત્માની ગુણસ્મૃતિ શું કરી શકાય?” તેઓશ્રીનું આનંદી ગૌર વદન પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરાવતું, અને ઘર્મ પરમ આનંદ રૂપ છે એમ જણાતું.
નિર્દોષ વ્યક્તિત્વ સ્વભાવમાં નિર્દોષતાને કારણે તેઓશ્રીમાં વિશ્વબંધુત્વની ભાવના હતી. હર કોઈને તેમના પ્રત્યે આત્મીયતાનો અનુભવ થતો. તેઓ સાગર જેવા ગંભીર હતા અને બાળક જેવા નિરભિમાની હતા. વિશાળ શાસ્ત્રજ્ઞાન હોવા છતાં સદાયે શમાયેલા રહેતા. મુમુક્ષુઓ તેમની આગળ બાળકની જેમ નિખાલસપણે પોતાના દોષો ઠાલવી યોગ્ય માર્ગદર્શન મેળવતા. હજારો મુમુક્ષુઓને તેઓશ્રીએ પરમકૃપાળુદેવનું શરણ અંગીકાર કરાવ્યું હતું. તેમનો વૈરાગ્ય અદ્ભુત હતો, તેમજ આંખમાં ચમત્કાર હતો. તેમની આંખ ગમે તે દશામાં પણ ન્યારી જ લાગતી. તેઓ સંસારના ભાવોથી સાવ અલિપ્તપરમ સંયમી હતા.
વાણીની વિશેષતા તેઓશ્રીની વાણીની વિશેષતા એ હતી કે તેમની વાણી મુમુક્ષુઓના અંતરને ઠારતી શીતળીભૂત કરતી અને જાણે કલાકો સુધી સાંભળ્યા જ કરીએ તેવો અનુભવ થતો. વાણીમાં સહજ સ્વાભાવિક સત્યતા
(૧૦)