Book Title: Pragnapana Sutra Part 02 Author(s): Munichandrasuri, Jayanandvijay Publisher: Guru Ramchandra Prakashan SamitiPage 15
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सोलसमं पओगपयं नेरइएसु-भवणवासिसु-एगिदिएसु-विंगलिदिएसु-पंचिंदियतिरिक्खेसु विभागेण पओगपरूवणं સત્યમનપ્રયોગવાળા યાવત્ વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય, અથવા એક નૈરયિક કાર્મણશરીરકાયપ્રયોગવાળો હોય, ૨ અથવા કેટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો શું દારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કે કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય? હે ગૌતમ! પૃથિવીકાયિકો ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિકમિશ્ર-શરીરકાયપ્રયોગવાળા અને કાર્યણશરીરકાયપ્રયોગવાળા પણ હોય. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરંતુ વાયુકાયિકો વૈકિયશરીરકાયપ્રયોગવાળા અને વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હોય છે. હે ભગવન્! બેઈન્દ્રિયો શું ઔદારિકશરીરકાયપ્રયોગવાળા 'યાવત્ કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય? હે ગૌતમ! બધા બેઇન્દ્રિયો અસત્યામૃષાવચનપ્રયોગવાળા, ઔદારિકશરીરકાયપ્રયોગવાળા અને ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હોય છે. ૧ કામણકાયપ્રયોગમાં અથવા એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો પણ હોય, ૨ અથવા કેટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા પણ હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નરયિકોની પેઠે સમજવા. પરન્તુ તેઓ દારિકશરીરકાયપ્રયોગવાળા અને દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હોય. ૧ કાશ્મણકાયપ્રયોગમાં-અથવા એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા પણ હોય. //૪૪૬all | (ટી૦) નરયિકપદમાં સત્યમનપ્રયોગવાળાથી આરંભી વૈક્રિયમિશ્રકાયપ્રયોગવાળા પર્યન્ત દશ પદો હમેશાં બહુવચન વડે રહેલાં છે, તેથી એ પ્રથમ ભંગ. (પ્ર૦)-વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળા હમેશાં કેમ હોય? કારણ કે નરકગતિનો બાર મુહૂર્તનો ઉ૫પાત વિરહકાલ છે. (૧૦)-આ ઉત્તરવક્રિયની અપેક્ષાએ કહ્યું છે. તે આ પ્રમાણે યદ્યપિ બાર મુહૂર્તનો ગતિમાં ઉપપાત વિરહકાલ હોય છે. તો પણ તે સમયે પણ ઉત્તર વૈક્રિયશરીરનો આરંભ કરનારા સંભવે છે. અને ઉત્તર વૈક્રિયના પ્રારંભમાં ભવધારણીય વૈક્રિય વડે મિશ્ર થાય છે, કારણ કે વૈક્રિય શરીરના સામર્થ્યથી ઉત્તર વૈક્રિયનો આરંભ કરે છે. ભવધારણીય શરીરના પ્રવેશમાં પણ ઉત્તર વૈક્રિય વડે મિશ્ર થાય છે, કારણ કે ઉત્તર વક્રિયના બલથી ભવધારણીય શરીરમાં પ્રવેશ કરે છે, તેથીજ ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ ભવધારણીય અને ઉત્તર વૈક્રિયના મિશ્રનો સંભવ હોવાથી તે સમયે પણ વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળા નૈરયિકો હોય છે. કાર્યણશરીરકાયપ્રયોગવાળો નૈરયિક કદાચિત એક પણ ન હોય, કારણ કે બાર મુહૂર્તનો ગતિમાં ઉપપાત વિરહકાલ હોય છે. જ્યારે હોય છે ત્યારે પણ જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે, તેથી જ્યારે કાર્યણશરીરકાયપ્રયોગવાળો એક પણ ન હોય ત્યારે પ્રથમ ભંગ, જ્યારે એક હોય ત્યારે બીજો ભંગ, જ્યારે ઘણા હોય ત્યારે ત્રીજો ભંગ. એથી અહીં ત્રણ ભાંગાઓ વનસ્પતિ, વન્તર, જયોતિષિક અને વૈમાનિકમાં વિચારવા. પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિઓમાં ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કાર્મણશરીરકાયપ્રયોગવાળા પણ હમેશાં ઘણાં હોય છે, માટે પ્રત્યેકને ત્રણે પદોના બહુવચનરૂપ એકજ ભાંગો હોય છે. વાયુકાયિકોમાં ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્ધિક, અને કાર્મણશરીર એ પાંચ પદના બહુવચનરૂપ એક ભાંગો હોય છે, કારણ કે તેઓમાં વૈક્રિયશરીરવાળા અને વૈક્રિયમિશ્રશરીરવાળા હમેશાં ઘણા હોય છે. બેઇન્દ્રિયોમાં જો કે અન્તર્મુહૂર્તનો ઉપપાતવિરહ કાળ છે, તો પણ ઉપપાતવિરહકાળનું અન્તર્મુહૂર્ત નાનું છે અને દારિકમિશ્રનું અન્તર્મુહૂર્ત ઘણું મોટું છે, માટે તેમાં દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હમેશાં હોય છે. કાશ્મણશરીરકાયપ્રયોગવાળો તો કદાચિત્ એક પણ ન હોય, કારણ કે તેઓનો ઉપપાતવિરહકાળ અત્તર્મુહૂર્તનો હોય છે. જ્યારે તે હોય છે ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે, તેથી જ્યારે એક પણ કામણશરીરકાયપ્રયોગવાળો ન હોય ત્યારે પ્રથમ ભંગ, જ્યારે એક કાર્મણશરીરી હોય ત્યારે બીજો ભંગ, અને જ્યારે ઘણા હોય ત્યારે ત્રીજો ભાંગો હોય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ને વિષે વિચારવું. ‘વંવિતિરિક્વનોળિયા નહીં નેર' ઇત્યાદિ. જેમ નૈરયિકો સંબધે કહ્યું તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબન્ધ કહેવું. પરન્તુ વૈક્રિય અને વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળાને સ્થાને દારિક અને ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કહેવા,Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 404