Book Title: Parvatithicharcha Patro Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 9
________________ છતાં જો તેમાં મહત્ત્વનું વજુદ હોય તો આ વખતે મંગળવાર અને બુધવાર પક્ષોમાં શ્રી યુગ પ્રધાન મહારાજની આચરણાના પ્રમાણ તરફ મુખ્ય લક્ષ્ય આપતાં તેઓ શું કરત ? એ પ્રશ્નનનાં જવાબમાં કયો જવાબ આવે છે? વિચારી જોવા સૌ શાસ્ત્ર શાસન પરંપરાના વફાદાર ભવભિરુ આત્માર્થી જીવોને નમ્ર વિજ્ઞપ્તિ છે. પ્રભુદાસ બેચરદાસની સવિનય વંદન. (૩) પરમ પૂજ્ય ગણિવરજી મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮......... શ્રીમહારાજશ્રીની પરમ પવિત્ર સેવામાં ૧૦૦૮ વાર વંદણા અવધારશોજી. મું. અમદાવાદ. વિ. વિ. આપશ્રીનો પત્ર પહોંચ્યો અને તુરંત જ ગાડી બેસવાની આવશ્કયતા જણાવી તો એ રીતે તુરંત નીકળવું મુશ્કેલ છે. કારણ કે મારી તબીયતને અંગે દોડધામ મુશ્કેલ છે. તથા ચિ. વસંતલાલ રાજકોટ ગયેલ છે તેના માતુશ્રીની તબીયત નરમ છે. હાયર બ્લેડ પ્રેશર અને ચક્કરની થોડા દિવસથી સવિશેષ શરૂઆત થઈ છે અને પગમાં ઘણા વખત પહેલા લાગેલી ખીલીના સણકા ઉપડવાથી કદાચ ઓપરેશન એટલા પુરતું કરાવવું પડે. તેવા સંજોગોમાં એકલા મૂકીને આવવામાં મુશ્કેલ છે. કાંઈક ઠીક થાય તો પછી નીકળવામાં વાંધો નથી. બીજું મુખ્ય કારણ મારું પુણ્યબળ તો નથી. એટલે મારી અસ૨ શી પડે ? તે પ્રશ્ન છે. ત્રીજું અહીં પણ બે પક્ષ ૯૬ નંબર કેનીંગ સ્ટ્રીટના ઉપાશ્રયની બાબતમાં પડી ગયેલ છે. અને કોર્ટ સુધી વાત પહોંચી ગઈ છે. કદાચ આપશ્રીને તેની જાણ પણ થઈ ગઈ હશે. તેથી શ્રીસંવત્સરી મહાપર્વને દિવસે મારામારી થાય કે પોલીસના પહેરા નીચે પ્રતિક્રમણ થાય તેવી શંકાઓ રહી છે. આ સ્થિતિમાં તેના સમાધાન માટે પણ પ્રયાસમાં પડવું પડે તેવા સંજોગો આવી લાગ્યા છે. તેથી તે છોડીને તુરંતમાં નીકળવું અશક્ય છે અને બંન્ને પક્ષો પાકી રીતે મજબુત હોય તો પરિણામની શંકા રહે તે સ્વાભાવિક છે. તેથી હજી પાક્યું ન હોય તો મહેનત કરવામાંથી સાર ન નીકળે. વળી, આપશ્રીના લખવા પ્રમાણે મુંબઈથી સદ્ગૃહસ્થો આવવાના છે. તેઓ પ્રયાસ કરવાના છે. તેઓના પ્રયાસને સફળતા મળી જાય તો સારી વાત છે. નહીંતર પછી ફરી પ્રયાસ કરવાનો રહેશે તેથી તે રીતે પ્રયાસ કરવો ઠીક રહેશે. આવા સંજોગો સહ તુરંત નીકળવાનું બની શક્યું નથી તે બદલ ક્ષમા યાચુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58