Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ એ જ પ્રમાણે. જો બે પર્વતિથિ પાસે પાસે હોય તો, બન્નેય પૂરી રહે. વૃદ્ધિ કે ક્ષય પ્રસંગે પણ પ્રથમની અપર્વતિથિનો વૃદ્ધિ કે ક્ષય કરી લેવો. આમ થવાથી, બારેબાર પર્વતિથિઓ બરાબર પૂરી. ન મોટી, ન નાની, ન લાંબી, ન ટુંકી, ન ક્ષીણા, ન વૃદ્ધા બની શકે છે. અર્થાત્ ૧૪-૧૫ (પૂનમ), ૧૪-૦)) (અમાસ) બેમાંથી કોઈપણ એકના ક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વતિથિ તેરશનો ક્ષય કે વૃદ્ધિ કરી લેવાનો જ રહે. ૧૬. પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ એટલે શું? ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે વધારો એક કરતાં વધુ એટલે કે આ ઠેકાણે બે. ૧૭. પર્વ કે અપર્વ કોઈ પણ તિથિનો ક્ષય કે વધારો થાય નહીં? ના, ન હોય. એટલે કે સદંતર અભાવ કે એકને બદલે બે ન હોય. ૧૮. તો શી રીતે હોય છે? તિથિની ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ ઓછી એવી રીતે હોય કે કોઈપણ બેમાંથી આગળ પાછળનાં એકેય સૂર્યોદયને સ્પર્શે નહીં, તેને ટુંકી તિથિ કહી શકાય. એ જ પ્રમાણે, ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ એટલી વધારે હોય, કે સામાન્ય માપ કરતાં વધારે ઘડીઓ હોય, તેથી તે તિથિને દીર્ધ - લાંબી તિથિ કહી શકાય. પરંતુ ટૂંકી કે લાંબી તિથિ -પર્વતિથિ પણ હોય તો ખરી જ. ન તેનો સદંતર અભા . હોય, નતે બે કે ત્રણ રૂપ હોય, પણ તે પણ એક જ હોય. ૧૯. તો પછી ક્ષય અને વૃદ્ધિ શી રીતે ગણાય? પરંતુ જ્યોતિષ શાસ્ત્રકારોએ ટિપ્પણાની માટે-લગભગ ૬૦ઘડીની નિયતમાપના વાર સાથે મેળ બેસાડવા ખાસ વ્યવસ્થા કરી, કે - “(૧) એક વાર ત્રણ તિથિ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58