Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ અર્થાત્ બારેબાર પર્વતિથિ બરાબર ઊભી રહે. તેની વધઘટ ન રહે. લગભગ ૬૦ ઘડીની એ સંપૂર્ણ અને એક જ રહે. તેમાં ન વઘારો, ન ઘટાડો, ન લંબાઈ, ન ટુંકાપણું, ન અભાવ, ન બેવડાપણું. ૧૪. આમ કરવાનું કારણ શું? જૈન ટીપ્પણમાં આમ બનતું હશે, માટે એ વ્યવસ્થા ટકાવી રાખવા આ વ્યવસ્થા કરી, માર્ગદર્શન આપ્યું લાગે છે. કે પ્રામાણિક તરીકે માન્ય લૌકિક ટીપ્પણા કે જેને આધારે તિથિ જાણી લઈ, “ક્ષયે પૂર્વાઇપ્રમાણે ફેરફાર કરવાથી, આરાધના માટે પર્વતિથિઓ બરાબર જૈન ટીપ્પણા પ્રમાણે સંગત રીતે મળી રહે માટે આ પ્રઘોષની રચના કરવી પડી હોય, અને તે દ્વારા માર્ગદર્શન આપ્યું હોય. તેથી આ પ્રઘોષ ખાસ અવલંબનરૂપ બની રહે છે. પર્વતિથિની બાબતમાં આ પ્રઘોષ આધારસ્તંભ રૂપ બની રહે છે. ૧૫. તો અહીં સુધી પ્રઘોષનો શો ભાવાર્થ થયો? શો ભાવાર્થ સમજાય છે? “પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની અવપર્વતિથિનો ક્ષય કરવો. અને તે ઔદયિક અપર્વતિથિને જપવતિથિ તરીકે બનાવી લઈ, આખી અપર્વતિથિને જ ૬૦ઘડીની લગભગ પર્વતિથિ બનાવી લેવી. એટલે ક્ષય તો પ્રથમની અપર્વતિથિનો ઠરાવી દેવો. સૂર્યોદય વખતે સાતમ હોય, પાછળની રાતમાં નોમ હોય. પણ સૂર્યોદય પછી નોમ ગણવાની હોય છે. તેથી આખા દિવસ ગણાવાતી સાતમને આખી આઠમ બનાવી દેવી. તેજ પ્રમાણે, પર્વતિથિની વૃદ્ધિ હોય, એટલે પર્વતિથિ બે હોય, ત્યારે બીજી પર્વતિથિને ૬૦ઘડીની પૂરી એક પર્વતિથિ બનાવી દેવી. જેથી બીજે દિવસે સૂર્યોદય વખતે ૬૦ ઘડીની પર્વતિથિ બરાબર બની રહેશે અને બીજી પર્વતિથિ સંપૂર્ણ ૬૦ ઘડીની પર્વતિથિ બની રહે. એટલે કે પૂર્વની અપર્વતિથિ બે બનાવી દેવી. જેથી સંખ્યાની ગણતરીમાં હરકત આવશે નહીં. કેમ કે પૂર્વની પર્વતિથિને બીજીમાં ભેળવી દેવાથી એક આખી પર્વતિથિ થઈ. તેથી આગળનોદિવસ પાછળની અપર્વતિથિ બીજી ગણાય. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58