________________
ભાવરૂપનિમિત્તો અવલમ્બનપૂર્વક આરાધ્યોની આરાધનામાં પણ, કાળનિમિત્તક અવલંબનનોની આરાધનામાંથી પણ માત્ર પર્વતિથિ નિમિત્તક અવલંબનને સ્થિર કરી તગ્નિમિત્તક આરાધના માટે આ પ્રઘોષ છે. એ તેના સ્વરૂપ ઉપરથીજ સ્પષ્ટ જણાય છે. નહીં કે અઠ્ઠાઈ પર્વો, નહીં કે પર્યુષણ મહાપર્વ, નહીં બીજા પર - નૈમિત્તિક કલ્યાણકાદિક કાળ, ક્ષેત્ર, પર્વો કે ભૂમિઓ માટે આ પ્રઘોષ છે. ભાવનિક્ષેપે રહેલ પર્વતિથિ સિવાય બીજા કોઈ માટે આ પ્રઘોષ નથી, તે બીજા કોઈ નિમિત્તો માટે સાબિત થાય તેમ નથી. અર્થાત વિશિષ્ટ આરાધ્ધ નિમિત્તો માટે આ પ્રઘોષ છે. સામાન્ય આરાધના માટે
પણ નથી. ૩ર. આ પ્રઘોષને પર્વતિથિઓ સિવાય પણ બીજા નિમિત્તો સાથે જોડાયેલ, અને તેને
લીધે પર્વતિથિ, ઉપરાંત બીજા પવિત્ર દિવસો સાથે સંબંધ ધરાવતો ગણી લેવામાં આવે ને પૂર્વાચાર્ય ભગવંતોને એ રીતે સંમત હોય તો શી હરકત આવે છે? તો આ પ્રઘોષનો પ્રામાણિક, પરિનિષ્ઠિત - એક ચોક્કસ અર્થ જ કરી શકાય તેમ નથી. તેના અર્થની કોઈ વ્યવસ્થા કે ચોક્કસ સ્થિતિ જ ટકી શકે તેમ નથી. તેના અર્થની કોઈ વ્યવસ્થા કે ચોક્કસ સ્થિતિ જ ટકી શકે તેમ નથી. આ મોટો મૂળભૂત
વાંધો આવી જાય તેમ છે. ૩૩. આપણો પ્રયાસ એ છે કે
આ પ્રઘોષનો પ્રથમ સર્વમાન્ય એક પ્રમાણભૂત ચોક્કસ અર્થ નક્કી થવો જોઈએ. ગમે તે પણ એક નિર્વિવાદ અર્થ નક્કી થવો જોઈએ. પછી તે માપને બધેય લગાડી જોવું જોઈએ. એ માપથી જે બરાબર માપી શકાય, તે વાત બરાબર પ્રમાણભૂત
કર્તવ્ય અને સર્વસામાન્ય આચરણા માટે યોગ્ય. ૩૪. આથી આરાધનામાં પણ સ્યાદ્વાદનો આશ્રય લેવાનો રહેતો હોય છે. સામાન્ય
આરાધના મુખ્ય હોય છે. પરંતુ નિમિત્તપ્રધાન આરાધનાની મુખ્યતા વખતે સામાન્ય
આરાધના ગૌણપણે સમાયેલી રહેતી હોય છે. ૩પ. આરાધનાના અવલંબનો ચાર પ્રકારના બતાવ્યા. તે શા આધારે? અને તેનો અહી
શો સંબંધ છે? એમ છે, કે:- મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મની આરાધના જરૂરી છે. કેમકે એ તો મોક્ષનું કારણ છે. અને અધિગમથી કરાતી ધર્મારાઘના માટે નિમિત્તો ખાસ કારણરૂપ હોય છે. આરાધના તો માત્ર ધર્મની જ મોક્ષ માટે કરવાની હોય છે. પરંતુ દેવ, ગુરૂના મુખ્ય આલંબન વિના તે થઈ શકે નહીં. તથા ધર્મની આરાધનામાં પણ સાધક માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને બાવનિમિત્તો અવશ્ય હોય જ છે.
૫3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org