________________
આથી ધર્મની આરાધનામાં સહાયક પવિત્ર આત્મદ્રવ્યો કે પૌગલિક પવિત્ર પદાર્થોઉપકરણો વિગેરેની સહાય લેવાય, તે દ્રવ્યથી નિમિત્તભૂત આલંબન હોય છે.
એ જ રીતે - (૨) ક્ષેત્રો પણ આલંબનરૂપ બને છે.
પવિત્રતમ-પવિત્રતર - પવિત્ર - અલ્પ પવિત્ર વિગેરે ક્ષેત્રો પણ સહાયક થાય છે. (૩) એમ જ કાળ પણ નિમિત્તરૂપ બને છે. (૪) એમ જ ક્ષમાદિક, સમ્યગદર્શનાદિક ભાવો પણ નિમિત્તભૂત બને છે.
એ ચારેયના પણ નામ સ્થાપના - દ્રવ્ય અને ભાવ નિક્ષેપા હોય છે, અને તે પણ ધર્મસાધક પણે નિમિત્તરૂપ આલંબન આરાધનામાં બને છે. દા.ત. શ્રી શંત્રુજય જેમ ભાવનિક્ષેપે સાક્ષાત્ ક્ષેત્ર આલંબન છે, તેમ ૧૨ પર્વતિથિ ભાવનિક્ષેપે સાક્ષાત્ કાળ આલંબન છે. તથા તીર્થંકર પ્રભુના સંબંધ કલ્યાણક ભૂમિઓ જેમ દ્રવ્યનિક્ષેપે ક્ષેત્રે આલંબન છે, તેમ, કલ્યાણકાદિક - તથા તેના પર સંબંધથી બીજા દિવસો પણ દ્રવ્યનિક્ષેપે કાળ આલંબનો છે. આ પ્રમાણે ઘણા દાખલા સમજી લેવા. તે પ્રમાણે – બાર પર્વતિથિ ભાવ નિક્ષેપે સાક્ષાત્કાળ આલંબન છે. કેમ કે જે પર્વતિથિ જે દિવસે આવે છે, તે પ્રથમ કદી આવેલ નથી, કદી પછી આવનાર પણ નથી, વર્તમાન
દિવસે સાક્ષાત્ રૂપ છે. તે ગયા પછી ફરી કદી આવનાર નથી. ૩૬. માટે આ પ્રઘોષ બાર પર્વતિથિ સાથે જ પોતાની વ્યાપ્તિ ધરાવે છે. ન ન્યૂન,
અધિક. * ૩૭. આથી આ પ્રઘોષ માત્ર પર્વતિથિ સાથે સંબંધ ધરાવે છે. બીજા કોઈની સાથે સંબંધ
ધરાવતો નથી. એમ તેના શબ્દાર્થ -ભાવાર્થ- તાત્પર્યાર્થથી નક્કી કરી શકાય છે. તેથી કલ્યાણકપર્વો, પ્રતિષ્ઠાદિક તિથિઓ કે બીજા પર નમિત્તિક કાળ આલંબનોને
પણ આ પ્રઘોષ સ્પર્શતો નથી – સ્પર્શી શકતો નથી. એમ નક્કી થાય છે. ૩૮. આ પ્રમાણે પ્રઘોષનો ચોક્કસ અર્થ નક્કી કરવામાં આવ્યો છે. આ માપ લઈને તિથિ વિષે વિચારણા વ્યવસ્થિત કરી શકાય તેમ છે.
પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ
રાજકોટ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org