Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001761/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તથિગ્રેજી લે. - પ્રભુદાસ બેચરદાસ પારેખ € €9E5E0%262222°222$$2 દમ પ્રકાશક મેહુલ જૈન મિત્ર મંડળ ૪, સત્યં શિવ સુંદર સોસાયટી, જવાહરનગર, પાલડી, અમદાવાદ - ૭. 05 Page #2 -------------------------------------------------------------------------- ________________ વતિથિચર્ચા વિ.સં. ૨૦૦૨ આવૃત્તિ - ૧ લી પ્રભુદાસ બેચરદાસ પારેખ કિંમત - ૨૦ રૂપિયા પ્રકાશક મેહુલ જૈન મિત્ર મંડળ ૪, સત્ય શિવ સુંદર સોસાયટી, જવાહરતગર, પાલડી, અમદાવાદ I ઈ.સ. ૨૦૦૫ પત્રો ૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી સકળ શ્રી સંઘની સેવામાં પ્રખર સંસ્કૃતિ ચિન્તક, જૈન શાસનને સમર્પિત પંડિતવર્ય શ્રીમાનું પ્રભુઘસભાઈના તિથિચર્ચા સંબંઘી પાત્રો : વિ.સ. ૨૦૧૪ માં લખાયેલા કેટલાક પત્રોનું પ્રકાશન કરતાં અને આનંદનો અનુભવ કરે છએ. મુદ્રામાં કંઈ ભૂલ જણાય તો તે સુઘારને વાંચવા અમારી નમ્ર વિનંતિ છે. પત્ર - ૨ - પૂ.ગણિવરજી ઉપર લખેલા પત્ર - ૨ - એકાન્તમાં કરેલી શાંત વિચારણા પત્ર - ૩ - પૂ.ગણિવરજી ઉપર લખેલ બીજો પત્ર પત્ર - ૪ - ભાઈશ્રી અનિલકુમાર જૈન ઉપર લખેલ પત્ર તા. ૨૦-૭-૫૭ પત્ર - ૫ - પૂ. પ્રેમ સૂમ, ઉપર લખેલ પત્ર આ ઉપરાંત પૂ. આ. અશોકસાગરસૂરિજી મ. ની પુસ્તિકાવાળા પત્રનો આમાં સાભાર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ૩૯ જેન જયતિ શાસનમ્ મેહુલ જૈન મિત્ર મંડળના જય જિનેન્દ્ર TV Page #4 -------------------------------------------------------------------------- ________________ - વાવ (૧) ૧૨ લોઅર ચિતપુર રોડ ર જે માળે રુમ નં. ૧૭ કલકત્તા ૧ લો શ્રા. શુ - ૧૧ - ૨૦૧૪ પરમ પૂજય ગણિવરજી મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી.... મહારાજ સાહેબની પરમ પવિત્ર સેવામાં ૧૦૦૮ વાર વંદણા અવધારવા કૃપા કરશોજી. મું. અમદાવાદ. વિ.વિ. બીજા શ્રાવણ સુદ પાંચમને દિવસે મને વિચાર કરતાં જે વાત સમજાઈ છે છે તેનું તારણ અને તત્ત્વો આ સાથે છે. યુગ પ્રધાન શ્રી શ્રી શ્રી કાલિકાચાર્ય મહારાજ શ્રીની આચરણાના પ્રમાણ ઉપર વિચાર આ સાથેના પત્ર પ્રમાણે કરીયે તો હરહાલતમાં મંગલવાર જ પ્રમાણ ભૂત ઠરે છે જે આપશ્રી સાથેની વિચારણા ઉપરથી બરાબર જોઈ શકશો. જો બાર તિથીની બાબતમાં ૧૯૯૨ પહેલાં હતા તે પ્રમાણે જવાનું નક્કી કરે અને તેમ કરવું હાલમાં યોગ્ય જ હોય તો તેની વિચારણા ભવિષ્ય ઉપર રહે, અને બાર તિથિમાં વઘ ઘટ કરવાનું સાબિત થાય તો આખો શ્રી સંઘ જે કરે તો તે વાત જુદી છે. પરંતુ આજે ઉપાધ્યાયજી મહારાજની માર્ગ બત્રીશીમાંના પ્રમાણો તથા ચૈત્યવંદન ભાષ્યમાંથી અસઢાઈક્સ' ગાથાની સંઘાચાર વૃત્તિમાંની બીજી પણ ત્રણ ચાર ગાથાઓ આપેલી છે. એમ ૭ – ૮ ગાથાઓના આધારે ૧૨ તિથિ (પવ) માં વઘધટ ન કરવાના પ્રમાણ છે. કેમકે ખોટી રીતે કે ખરી રીતે પૂર્વ પરંપરાથી ચાલી આવતી વસ્તુને એમને ફેરવવાનો કોઈને અધિકાર નથી અને સો દોઢસો વર્ષમાં એ ગડબડ થયેલી છે એમ કહેવામાં આવે તો ૧૫૦. - ૨૦૦ વર્ષ પહેલાના શાસ્ત્ર પ્રમાણ ન હોય પરંતુ શાસ્ત્રાભાસ હોય, તેમાંથી પણ ઐતિહાસિક પ્રમાણથી ૨૦૦ વર્ષો પહેલાં પણ બાર પર્વ તિથિની વધઘટ ન હોતી થતી એમ બતાવી દેવામાં આવે તો પછી કાંઈ પણ બોલવાનું રહેતું નથી. અને એવા પ્રમાણો મળી શકે તેમ છે તેથી હાલને તબક્કે ૧૨ પર્વ તિથિની બાબતમાં શાસન શાસ્ત્ર અને પરંપરાને વફાદાર રહેનાર નિરાગ્રહી આત્માર્થી જીવની ફરજ થઈ છે કે તે આચરણાનો ફેરફાર પાછો ખેંચવો જોઈએ, અજાણતાં ગમે તે કર્યું હોય પણ તેથી વિરાધક ભાવ પ્રાપ્ત થતો નથી પરંતુ, જાણ્યા પછી પ્રજ્ઞાપનીય જીવો ને વળગી રહેવાથી વિરાધક ભાવ થાય અને જો બાર તિથિની આચરણા પાછી ખેંચાય તો આપણે આખો સંઘ આ વખતે બુધવારે કરે અને પછી વિચારણા બાદ જે કરે તે સૌ નિખાલસ પણે કરે, પરંતુ મારી આ સાથેની Page #5 -------------------------------------------------------------------------- ________________ વિચારણા કરતાં બુધવાર માટે કોઈ યોગ્ય યુક્તિ નથી અને મંગળવાર દરેક રીતે યોગ્ય ઠરે | છે. તો પછી શ્રીસંઘને વિરાધક ભાવમાં એકવાર પણ શા માટે સંડોવવો? આ શ્રી યુગપ્રધાનાચાર્ય મહારાજની આચરણાના પ્રમાણ સામે કોઈદલીલ બળવાન બની શકે તેમ નથી. છતાં કોઈ મહત્ત્વનું પ્રમાણ હોય તો જણાવવા કૃપા કરવા વિજ્ઞપ્તિ છે. નહીંતર બધા જેમ બહાર પાડે છે તેમ આ વિચારણા તુરંત વિનંતી રુપે બહાર પાડવા ઈચ્છું છું. લી. સેવક પ્રભુદાસ બેચરદાસ વંદના. (૨) બીજા શ્રાવણ સુદ ૫ (૨૦૧૪) ને દિવસે એકાંતમાં કરેલી શાંત વિચારણા (માત્ર અવિરુદ્ધ તર્કોથી બેસાડેલી) યુગ પ્રધાનાચાર્ય મહારાજ શ્રી કાલિકાચાર્ય સૂરીશ્વરજી મહારાજ શું કરત? ૧) ભાદરવા સુદ પસંવત્સરી મહાપર્વ શાસ્ત્રોક્ત છે. ૨) શ્રી યુગ પ્રધાન કાલિકાચાર્ય મહારાજ કાયમ એ પ્રમાણે શ્રી સંવત્સરી મહાપર્વ કરતા હતા. તે જ દિવસે આરાધના કરતા હતા. ૩) માત્ર રાજાના કારણે એક દિવસ પર્વની આરાધના વહેલી કરી અને પછી તે દિવસ - કાયમ રહ્યો. કારણ કે જો પછીના વર્ષે પાંચમ કરવામાં આવે તો ૩૬૧ દિવસનું આંતરું પડી વાથી એક દિવસ આરાધના અને પ્રતિક્રમણ મોડું થાય જેથી અંતરાસે કપ્પઈએ પાઠની વિરાધના થઈ જાય એટલે હવે તો શ્રીતીર્થંકર પ્રભુનું શાસન બદલે ત્યારે શ્રી પદ્મનાભ પ્રભુના શાસનમાં પાંચમ ભલે શરૂ થાય પરંતુ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં તો પાંચમનો આગળો દિવસ એટલે ચોથ જ કાયમ ગણાય. તેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર પ્રાપ્ત ન થાય શિવાય કે બીજા પ્રમાણ હોય તેને આધારે સરળ આચાર્ય મહારાજાઓ મળી ને કરે અથવા શ્રી તીર્થંકર પ્રભુ. માટે યુગપ્રધાનાચાર્ય મહારાજ પછી પણ શ્રી સકળ સંઘ પાંચમ પહેલા આવતી સ્વાભાવિક ચોથને દિવસે શ્રી સાંવત્સરી પર્વ ચાલુ રાખ્યું. કેમ કે ૧ દિવસ વધી જવાથી તેમાં ફેરફાર કરવાનું અશક્ય બની ગયું આમાં કોઈ ભૂલ હોય તો ગીતાર્થ મહાત્માઓ પ્રમાણ છે. છતાં આમાં મારી અજ્ઞાન ભાવે ભૂલ થતી હોય તો મિચ્છામિ દુક્કડમ. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧. આપણે અહીં કલ્પના કરીએ! જે દિવસે રાજાનો પ્રસંગ હતો તે વખતે લૌકિક ટીપ્પણમાં બે પાંચમ હોત તો શ્રી યુગ પ્રધાનાચાર્ય મહારાજ શી રીતે કરત? બે ચોથ હોત તો શી રીતે કરત? (લૌકિક ટીપ્પણામાં) ૩. લૌકિક ટીપ્પણમાં પાંચમનો ક્ષય લખ્યો હોત તો શી રીતે કરત? ૪. લૌકિક ટીપ્પણમાં ચોથ લૌકિકનો ક્ષય લખ્યો હોત તો શી રીતે કરત? ૫. ચાલુ સ્થિતિ રીતસર લૌકિક ટીપ્પણામાં ૪-૫ ક્રમસર હોત તો શું કરત? ૬. લૌકિક ટીપ્પણમાં બે છઠ કે છઠનો ક્ષય હોત તો શું કરત? સામાન્ય સમજ માટે છ વિકલ્પો વિચારીયે વિકલ્પ ૧ લો (વાર કલ્પનાથી લખ્યા છે) ચાલુ ધોરણે રાજા ખાતર એક દિવસ પહેલાં કરત બે પાંચમ હોત તો? રજી પાંચમને સોમવારે કરત ( ૧ લી પાંચમે રવિવારે કરત વિકલ્પ ર જો બે ચોથ હોત તો ? પાંચમને સોમવારે કરત | બીજી ચોથને રવિવારે કરત વિલ્પ ૩ જો લૌકિક ટીપ્પણામાં પાંચમનો ક્ષય હોત તો? ૪ થને પાંચમ ઠરાવીને સોમવારે કરત | આગલે દિવસે લૌકિક ટીપ્પણાની ૩ જ ને રવિવારે કરતા વિકલ્પ ૪ થો લૌકિક ટીપ્પણામાં ચોથનો ક્ષય હોત તો? પાંચમને સોમવારે કરત આગલે દિવસે લૌકિક ટીપ્પણાની ૩જ ને રવિવારે કરત. વિકલ્પ ૫ મો બે છટ્ટ અથવા છઠ્ઠનો ક્ષય હોત તો પાંચમને સોમવારે કરત આગલે દિવસે ૪ થ ને રવિવારે કરત Page #7 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પ ૬ ઢો લૌકિક ટીપ્પણામાં ૪-૫ બરાબર ક્રમસર હોત તો સોમવારને પાંચમ કરત કરેલ છે.) | ૪ થ ને (રવિવાર) કરેલ છે. અહીં મહત્ત્વનો મુદો વિચારવાનો એ છે છે..... ૧. ચોથે કરવાનું ચોથના કોઈ મહત્ત્વના કારણે નહોતું. શાસનનું કે જ્યોતિષનું પણ કોઈ મહત્ત્વનું કારણ દેખાતું નથી. ૨. ' પરંતુ માત્ર રાજાની વિજ્ઞપ્તિના આધારે એક દિવસ વહેલી પર્યુષણા કરવાના હતા. આ સિવાય કોઈ કારણ જણાતું નથી. સામાન્ય સ્થિતિમાં તો યુગપ્રધાન મહારાજ પાંચમને દિવસે તો કરવાના હતા જ પરંતુ રાજાના સંતોષ ખાતર કે રાજાના ગમે તે કારણે શાસ્ત્રાજ્ઞાને ધ્યાનમાં રાખીને એક દિવસ વહેલા કરવાનો નિર્ણય લીધો. ૪. માની લઈએ કે તે વખતે પાંચમનો ક્ષય હોત તો પણ આગલે દિવસે જ કરત. રાજાને કારણે ફેરફાર કરવાનો ન હોત તો ૪ થ પાંચમ ઠરાવીને કરતા. પરંતુ રાજાને કારણે આગલે દિવસે કરવાનો નિર્ણય લીધો. તેથી આગલો દિવસ કયો આવે ? જે આવે તેજ લેવાનો રહ્યો. ૪થ કરતાં આગલો દિવસ લેવો એ મહત્ત્વની વસ્તુ બને છે. ક્ષયે પૂર્વાના હિસાબ લગાડીને ચોથે પર્વ કરત. અને આગલે દિવસે જે આવત તે કરત. જેથી તે દિવસ ટીપ્પણામાં ૩ જ જ હોત. પંચમી આરાધના કરવાની પાંચમ તુટી. ૪થ ને પાંચમ ઠરાવીને પર્વ કર્યું. તો આગલે દિવસે ત્રીજ જ આવત આ નક્કી છે. તે વખત લૌકિક ટીપ્યાણામાં બે પાંચમહોત તો ચાલુ સ્થિતિમાં બીજી પાંચમે વૃદ્ધ | કાર્યા તથોત્તરા ને ધોરણે કરત. ને એક દિવસ આગલ કરવામાં પહેલી પાંચમે જ થાત. કારણ કે માત્ર રાજા ખાતર એક દિવસ વહેલા કરવાનો મુદ્દો હતો. જે દિવસે તિથિ કઈ હોત તો એ મુખ્ય મુદ્દો નથી. અલબત્ત યુગ પ્રધાન આચાર્ય મહારાજશ્રીએ એક દિવસ વહેલા પર્વ કર્યું. તે વખતે ચોથ કે પાંચમ એકેયની વૃદ્ધિનહાનિ ન હોતી. એટલે આગલા દિવસ સ્વાભાવિક રીતે ચોથનો દિવસ હતો. તેથી ચોથ કાયમ થઈ પરંતુ ચોથ જ એવી જાહેર રીતે ચાલુ સ્થિતિમાં નક્કી કરી નહોતી. Page #8 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રશ્ન એ થાય છે કે... ૧. લૌકિક ટીપ્પણ લેવાનું શાસ્ત્રોમાં કહ્યું છે પરંતુ તે કયુ લેવું? ૨. તેમાં બે પક્ષ સમજવામાં છે. (વધારે હોય તો માલુમ નથી) ૧. એક પક્ષની દલીલો એમ છે કે શાસ્ત્રમાં અમુક જ ટિપ્પણ લેવું એવું ચોક્કસ ફરમાન તો નથી. તો બીજા કોઈમાં છઠ ના ક્ષય વૃદ્ધિ હોય અને શ્રી પર્યુષણ પર્વમાં સરખાપણું આવતું હોય તો શા માટે તેનો આશ્રય ન લેવો. આમ દલીલ કરી શકે. ૨. બીજો પક્ષ એમ કહે કે યદ્યપિ શાસ્ત્રોમાં ચોક્કસ લૌકિક ટિપ્પણું ઠરાવ્યું નથી. પરંતુ ઘણા વર્ષોથી ચંડાશુ ચંડ વાપરતા આવ્યા છીએ તો તેને અમુક પ્રસંગે જ શા માટે છોડવું? દરેક વખતે તેને જ શા માટે ન લેવું? આમા બળાબળ કયા પક્ષનું કેટલું છે? તે ગીતાર્થ મહાત્માઓ પંચાંગ નક્કી કરે તે આપણે પ્રમાણ માનવાનું. બીજો ઉપાય નથી. આમ ચાર વિકલ્પોની ચાર પ્રકારની મુખ્ય દલીલો હોઈ શકે. ૧. અહીં એક ફરક ખાસ ધ્યાનમાં લેવા જેવો છે તે એ કે ચૌદશ-પૂનમ, ચૌદશઅમાસ એ બે જોડીયા પર્વો શ્રી યુગપ્રધાન આચાર્ય મહારાજની પહેલા હતા અને પછી પણ છે ત્યારે ૪થ અને પાંચમ શ્રી પર્યુષણ પર્વને લગતા જોડીયા પર્વતરીકે પહેલા નહોતા પછી થયા એટલે કે યુગ પ્રધાન આચાર્ય મહારાજશ્રી ની આચરણા પછી. તે પહેલા નહી. એટલે બીજા જોડીયા પર્વો કરતાં ફરક છે. ૧૪ શ ની જેમ ૪થ કાયમી પર્વનથી પરંતુ કારણે પર્વ બની જાય છે. તેથી જોડીયા પર્વ પણામાં કાંઈક ફરક તો અવશ્ય છે. જે ધ્યાનમાં લેવો જોઈએ. ૨બીજુ વિચારવા જેવું એ છે કે... જો બાર તિથિમાં વધઘટ ન કરવાનું પ્રમાણ સિદ્ધ હોય તો. ૧. આગલો દિવસ ૨. સાંવત્સરી પર્વ૩. પાંચમ એ ત્રણેયને એકસાથે કરવાની વાતને જો કોઈ બીજી રીતે સમર્થન મળી શકે તો જ તે વાત ટકી શકે. જો બળ ન મળે તો ન જ ટકી શકે. કેમકે પાંચમ એ બાર તિથિમાં ની એક છે. અમે અહીં મુખ્ય દલીલો જણાવેલ છે. તે સિવાય પણ બીજી દલીલો પ્રમાણિક હોય અને તેવું બીજી રીતે બળાબળ હોય તો તે ગીતાર્થ આચાર્ય મહારાજાઓ જ જાણી શકે. અહીંતો માત્ર સાદી બુદ્ધિથી વિચારણા કરી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ છતાં જો તેમાં મહત્ત્વનું વજુદ હોય તો આ વખતે મંગળવાર અને બુધવાર પક્ષોમાં શ્રી યુગ પ્રધાન મહારાજની આચરણાના પ્રમાણ તરફ મુખ્ય લક્ષ્ય આપતાં તેઓ શું કરત ? એ પ્રશ્નનનાં જવાબમાં કયો જવાબ આવે છે? વિચારી જોવા સૌ શાસ્ત્ર શાસન પરંપરાના વફાદાર ભવભિરુ આત્માર્થી જીવોને નમ્ર વિજ્ઞપ્તિ છે. પ્રભુદાસ બેચરદાસની સવિનય વંદન. (૩) પરમ પૂજ્ય ગણિવરજી મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮......... શ્રીમહારાજશ્રીની પરમ પવિત્ર સેવામાં ૧૦૦૮ વાર વંદણા અવધારશોજી. મું. અમદાવાદ. વિ. વિ. આપશ્રીનો પત્ર પહોંચ્યો અને તુરંત જ ગાડી બેસવાની આવશ્કયતા જણાવી તો એ રીતે તુરંત નીકળવું મુશ્કેલ છે. કારણ કે મારી તબીયતને અંગે દોડધામ મુશ્કેલ છે. તથા ચિ. વસંતલાલ રાજકોટ ગયેલ છે તેના માતુશ્રીની તબીયત નરમ છે. હાયર બ્લેડ પ્રેશર અને ચક્કરની થોડા દિવસથી સવિશેષ શરૂઆત થઈ છે અને પગમાં ઘણા વખત પહેલા લાગેલી ખીલીના સણકા ઉપડવાથી કદાચ ઓપરેશન એટલા પુરતું કરાવવું પડે. તેવા સંજોગોમાં એકલા મૂકીને આવવામાં મુશ્કેલ છે. કાંઈક ઠીક થાય તો પછી નીકળવામાં વાંધો નથી. બીજું મુખ્ય કારણ મારું પુણ્યબળ તો નથી. એટલે મારી અસ૨ શી પડે ? તે પ્રશ્ન છે. ત્રીજું અહીં પણ બે પક્ષ ૯૬ નંબર કેનીંગ સ્ટ્રીટના ઉપાશ્રયની બાબતમાં પડી ગયેલ છે. અને કોર્ટ સુધી વાત પહોંચી ગઈ છે. કદાચ આપશ્રીને તેની જાણ પણ થઈ ગઈ હશે. તેથી શ્રીસંવત્સરી મહાપર્વને દિવસે મારામારી થાય કે પોલીસના પહેરા નીચે પ્રતિક્રમણ થાય તેવી શંકાઓ રહી છે. આ સ્થિતિમાં તેના સમાધાન માટે પણ પ્રયાસમાં પડવું પડે તેવા સંજોગો આવી લાગ્યા છે. તેથી તે છોડીને તુરંતમાં નીકળવું અશક્ય છે અને બંન્ને પક્ષો પાકી રીતે મજબુત હોય તો પરિણામની શંકા રહે તે સ્વાભાવિક છે. તેથી હજી પાક્યું ન હોય તો મહેનત કરવામાંથી સાર ન નીકળે. વળી, આપશ્રીના લખવા પ્રમાણે મુંબઈથી સદ્ગૃહસ્થો આવવાના છે. તેઓ પ્રયાસ કરવાના છે. તેઓના પ્રયાસને સફળતા મળી જાય તો સારી વાત છે. નહીંતર પછી ફરી પ્રયાસ કરવાનો રહેશે તેથી તે રીતે પ્રયાસ કરવો ઠીક રહેશે. આવા સંજોગો સહ તુરંત નીકળવાનું બની શક્યું નથી તે બદલ ક્ષમા યાચુ છું. Page #10 -------------------------------------------------------------------------- ________________ અને જો અહીંનું પતવામાં પરિણામજનક થશે તો ત્યાં પણ પરિણામ જનક પ્રયત્નને અસર થાય તેવી આશા રહે છે. હવે આપશ્રીના પત્રમાં જણાવેલ કેટલીક બાબતો વિષેની મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે છે. ૧) ૨૦૦૪ માં જે આચરણા ફેરફાર કરી તે બાબત બરાબર પૂછી શકાય છે અને દરેક પાસેથી ખુલાસા લઈ શકાય છે પરંતુ શ્રી સંવત્સરીનો પ્રશ્ન હાથ ધરાય ત્યારે, તે પહેલા નહીં અને મારી એક વખતની વાતચીત ઉપરથી એમ કહેવામાં આવ્યું હોવાનું મને યાદ છે. ૧૨ તિથિની આચરણાના સંબંધમાં શ્રી સંઘ જવાબ લઈ શકે છે અને શ્રી સંવત્સરીના પ્રશ્નની છણાવટ અંગે અમને પણ પૂછી શકે છે. ર) અને પરમ પૂજય સૂરી સમ્રાટ આચાર્ય મહારાજ શ્રી પણ એક વખત બોલ્યા હતા કે સંવત્સરી નડહોલાય તેમ મારી અંતરની ઈચ્છા છે. તેથી આ વખતે (૧૯૯૨) માં બધા ભેગા કરીએ. કોઈએ જુદા ન પડવું. અને ચાતુર્માસ ઉતરે દરેકે મળીને વિચારણા કરવી અને તે નિર્ણય થાય તે પ્રમાણે સૌ એ ૧૯૯૩ માં વર્તવું અને તેથી અમારે અને રામચન્દ્રસૂરિની સાથે ભલે ગમે તેટલા મતભેદ હોય પણ શ્રી સંવત્સરી ન ડહોલાય અને લોકોની જીભે ચવાઈને તેની આશાતના તથા અપભ્રાજના ન થાય તે માટે અમારી પાસેના જે મુદ્દો છે તે અમે નિખાલસ પણે આગળ રાખીશું અને તેમના મુદ્દા ઉપર બરાબર લક્ષ્ય આપવામાં આવે છે અને તે રીતે અમે હાલ આરાધના વિષે ભૂલ હશે તો મિચ્છામિ દુક્કડમ દઈશું અથવા તેમની ભૂલ જણાઈ આવે તો તે મિચ્છામિ દુક્કડં દઈ શુદ્ધ થઈ શકે. અને આરાધના શુદ્ધિની થઈ શકશે. કારણ અજ્ઞાત ભાવે ભૂલ થઈ તો એ રીતે શુદ્ધ થાય. પરંતુ દરેક પક્ષ પ્રજ્ઞાપનીય હોવો જોઈએ. આ રીતે આ જાતની વાતચીત થઈ હતી. ૩) તેમનો પક્ષ મુદામાં ૧૨ તિથિને અખંડ રાખવા માટે પાંચમની બાબતમાં કશો ફરક ન કરવો તેથી પાંચમને આગળે દિવસે શ્રી પર્વની આરાધના કરવી. પાંચમને ન હલાવવી, આ વિચારથી છઠ્ઠનો ક્ષય બીજા ટિપ્પણામાં હોય તેમ કરી લેવું અથવા બીજી કોઈ પણ રીતે કરવામાં વાંધો ન માનતા હોય. બીજું આપણા પૂર્વાચાર્યોએ ચંડાશું ચંડુ જ વાપરવું. એવો નિર્ણય કે પટ્ટક કરેલ નથી. તેતો આપણે ત્યાં ગુજરાત મારવાડ વિગેરે આ તરફના પ્રદેશમાં ચાલે છે. તેથી તેનો વપરાશ થાય છે પરંતુ પૂર્વ પુરુષોએ તો લૌકિક Page #11 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણાનો આશ્રય લેવાનું જણાવ્યું છે. તેથી અમે બીજા ટિપ્પણનો આશ્રય લઈએ તો વાંધો ભરેલું શી રીતે જણાય? છતાં સૌ મળીને શાંતિ (થી) વિચારણા કરીને જે યોગ્ય જ ઠરે તે પ્રમાણે વર્તન કરવામાં હરકત હોય તેમ માનતા ન હોતા. સૌ ન મળે ત્યાં સુધી શ્રી સંઘમાં જે રીતે ચાલતા હોય તેને વળગી રહેવામાં શ્રી સંઘની શીસ્ત ને રક્ષણ મળે છે. આ ટિપ્પણા ૧૯૫ર ને વળગવામાં આવેલ હોય અને શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજશ્રી થી જુદા પડવાનું બન્યું હોય તે પહેલા એવો પ્રસંગ આવ્યો નહોતો. માટે તેમ કર્યું નહોતું. ચાલતી વસ્તુને વળગી રહેવું અને શ્રી સંઘમાં પણ તે જ ધોરણ ઊભુ રાખવાનો દાખલો બેસાડવો અને ફેરફાર કરવો તો સૌ મળીને ઘટતી રીતે કરવો. ત્યાં સુધી નહીં. એટલા માટે શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજના પટ્ટકના ફેરફાર સામે આજ વાંધો હોય અને તેથી જુદા પડ્યા હોય અને જયારે સૌને નિખાલસ પણે વાટાઘાટ અને વિચારણામાં ઉતરે ત્યારે જ તે પ્રશ્ન નીકળે અને છણાય. વિના પ્રસંગે છણાવાથી શું અને પાંચમની ક્ષય વૃદ્ધિ ન કરવી તે સૌની મક્કમતા ખરી તે તે ૧૯૯૨ થી શ્રી વિજયરામ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તરફનો નવો જ પ્રશ્ન શ્રી સંઘમાં ઉપસ્થિત થયો. તે પહેલાં એ પ્રશ્ન નહોતો. શ્રી હર્ષસૂરિ ચૂણિઓ વિગેરેના બીજા પાઠથી એમ કહેવા માંગે છે કે પાંચમની ક્ષય વૃદ્ધિન થાય. પણ ચોથની કરવામાં શો વાંધો? કારણ કે શ્રી કાલિકાચાર્ય મહારાજનો એવો આશય ક્યાં છે કે ચોથનું પ્રતિક્રમણ કરવું? તેઓ શ્રીની વાત એટલી જ છે પાંચમે બીજા પ્રસંગ હોવાથી રાજાની વિનંતીથી પાંચમને બદલે એક દિવસ આગળ પ્રતિક્રમણ કરવું. પછી તે દિવસ ગમે તે હોય કદાચ માની લઈએ કે તે જ વર્ષમાં શુદ ચોથનો ક્ષય હોત તો શ્રી કાલિકાચાર્ય મહારાજ શ્રી કયે દિવસે પ્રતિક્રમણ કરત? કેમકે પાંચમ તો થતી હતી. પરંતુ પાછળ કરી શકાય નહીં. ચોથનો ક્ષય છે એ સ્થિતિમાં તેઓ પાંચમને આગલે દિવસે પ્રતિક્રમણ કરવાનો મુદ્દો હતો પછી તે કયો દિવસ છે તે જોવાનું ક્યાં રહે? પછી ભલે તે ત્રીજ હોય તેથી ચોથનો ક્ષય કરવામાં પાંચમના ક્ષયે ક્ષયે પૂર્વાથી શું વાંધો? અથવા બીજી રીતે વિચારીએ કે શ્રી કાલિકાચાર્ય મહારાજશ્રીને એક દિવસ પહેલું પ્રતિક્રમણ અંતરાસે કમ્પઈને આધારે રાખ્યું તે જો તે દિવસે ટિપ્પણામાં પાંચમનો ક્ષય હોય તો શ્રી કાલિકાચાર્ય મહારાજ પાંચમને ટકાવવા ક્ષયે પૂર્વા લગાડીને ચોથનો જ ક્ષય કરત કે બીજું કાંઈ? તો પાંચમ ખાતર ચોથનો ક્ષય કરવામાં વાંધો હતો જ નહીં, ને ચોથને પાંચમનો સંસ્કાર કરીને Page #12 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરી પ્રતિક્રમણ કરત જ. પરંતુ રાજાના હિસાબથી એક દિવસ પહેલા રાખવામાં જ તેઓશ્રીનું તાત્પર્ય છે. માટે પાંચમની ક્ષય વૃદ્ધિ ન કરતાં ચોથની ક્ષય વૃદ્ધિમાં વાંધો નથી અને આમ એક દિવસ વહેલાજ પ્રતિક્રમણ કરવું. એમ શ્રી કાલિકાચાર્ય મહારાજની આચરણાનું તાત્પર્ય છે. એમ શ્રી હર્ષસૂરિજી જણાવે છે તે પણ ધ્યાનમાં તો લેવું જ પડે. પછી તેના ખુલાસા શ્રી શાસ્ત્રોમાં હોય તે તેમને સમજાવવા પડે તથા શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ચોથને ઊભી રાખવા ત્રીજના ક્ષય વૃદ્ધિ જણાવે છે. તેમા તેઓ ચોથને પાંચમની જેમ ઉભી રાખવામાં વિચારના તો છે. અને તેની સામે એમ કહી શકાય કે વચલા ૧૯૯૨ પહેલાનાં સો દોઢસો વર્ષોમાં યતીકાળમાં પડતાં ગોટાળા વળી ગયા છે માટે ત્રીજની ક્ષય વૃદ્ધિ પ્રામાણિક નથી ? પરંતુ ૧૦૦- ૧૫૦ વર્ષો પહેલાના ઐતિહાસિક બનાવની નોંધ તરીકે ચાલી આવતી માન્યતાના બે પાંચ પૂરાવા મુકે તો તેમની વાતને કઈ રીતે એકાએક પાછી ઠેલી શકાય ? આ રીતે ત્રીજનો ક્ષય ચોથનો ક્ષય અને છટ્ટનો ક્ષય કરનાર પાંચમ ઉભી રાખવાના એક મતના છે. અને શ્રી આત્મારામજી મહારાજશ્રીનું વલણ તે વખતે છટ્ટના ક્ષય તરફ ગયેલું છે અને પ્રાયઃ શ્રી સકળ સંઘે એ આધારે આરાધના કરી છે. કદાચ હું ન ભૂલતો હોઉ તો તે પ્રમાણે થયું છે. માટે શ્રી સંઘની ચાલતી આવતી આચરણાને વળગી રહેવું અને સૌ મળીને ઘટતો ફેરફાર થાય તો તે પ્રમાણે વર્તવું. પાંચમની ક્ષય વૃદ્ધિ નો પ્રશ્ન ચોથ ઉદયાતના રક્ષણમાંથી નવો જ પ્રચારમાં આવ્યો અને તેમાંથી ૧૨ તિથિની આચરણા ભેદનો પ્રશ્ન ઊભો થયો. અને તે આચરણમાં સહસા મૂકાઈ ગયો. આમાં સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે સાચા જણાય ત્યારે સૌએ મળીને નિર્ણય કરવાનો પ્રશ્ન ઊભો થયો. અને તેથી જે સંઘ આચરણા કરાઈ હોય તે દરેક બાબત ચારેય પક્ષો તરફથી યોગ્ય પ્રમાણો માંગવાના રહે અને કારણો પૂછવા જાણવાનું રહેજ. તેમ સર્વ તેઓને પણ પૂછી શકાય. તેમાં તેઓ એટલો જવાબ આપે કે પાંચમ કાયમી રાખીને અનિર્ણીત સ્થિતિમાં કોઈ પણ પક્ષને આગળ કરીએ. જે કટેલેક અંશે અમારે માટે નિર્દોષ પક્ષ છે. પછી ત્રીજ નો ક્ષય કરીએ, છટ્ટનો કરીએ, કે ચોથનો કરીયે દરેક સુવિહિત પક્ષ છે. (પાંચમની ક્ષય વૃદ્ધિ વિના) માટે જે સંઘે કર્યું હોય તેજ પ્રમાણ છે. છતાં જે સાચો પક્ષ ઠરે તેના કરતાં વિપરીત C Page #13 -------------------------------------------------------------------------- ________________ થવામાં પાંચમને રક્ષણ આપવાની શ્રી સંઘની પ્રચલિત આચરણાને રક્ષણ આપવાનો હેતુ માત્ર હતો જ. આમ કહીને સમાધાન આપે અને જે ખરુ ઠરે તેના કરતાં જુદુ કરવાથી થયેલી ભૂલનું મિચ્છામિ દુક્કડમ જણાવે તો પછી પ્રશ્ન શો રહે છે ? હવે પાંચમના ક્ષયના જુદા-જુદા ઉલ્લેખો મેળવવામાં આવે અને તેને માત્ર ટિપ્પણાની વાતના ઉલ્લેખ તરીકે સ્વીકારે. પણ શ્રી સંઘની માન્યતા પ્રમાણે ન સ્વીકારે તો તેમ કરાવવાનું કોઈ પ્રબળ પ્રમાણ ન મળે અને તેથી વિપરીત પ્રબળ પ્રમાણ મળે તો પછી તે બાબત વિશેષ ચર્ચવાની ન રહે. જેથી ૨૦૦૪ અને બીજા વર્ષોમાં જે કાંઈ થયું હોય તે બાબત જરૂર પુછી શકાય છે અને ખુલાસો કરવા શ્રી સંઘ ફરજ પણ પાડી શકે છે. અને તેનો ખુલાસો કરવો પણ જોઈએ અને ઉપરની બાબત પણ ખુલાસો માંગી શકાય છે. પરંતુ તે તે પ્રશ્ન હાથ ધરાય ત્યારે, સિવાય નહીં. એ રીતે બધુ ડહોલાય. એકેય પ્રશ્નનો નિકાળ ન થાય. ન્યાયના એરણ ૫૨ એ પ્રમાણે વર્તવું જોઈએ તો જ ઠેકાણું પડે. બીજા બીજા પ્રશ્નો ન છણવા જોઈએ. મારી ખાતરી છે કે વખતે બરાબર પૂછી શકાય અને પુછી શકાય જ. તેમ તેઓથી પણ વાંધો લઈ શકાય નહીં. અને ત્યારે સંવત્સરીની વિચારણા ઉભી રાખી છે તેથી તે બાબતે કોઈ પણ અત્યારે ચર્ચા કરવી યોગ્ય જ નથી. જો તે બાબત ચર્ચા વિચારણાની ના પાડતા હોય તો વાંધા ભરેલી બાબત છે. ચર્ચા વિચારણાની ના તો માત્ર ૧૨ તિથિની બાબતમાં જ છે. બીજી બાબતમાં નથી, બીજી બાબતમાં વિચારણાને અવકાશ છે જ. જ્યાં સુધી ચાલતી આવતી આચરણાથી જુદી રીતે આચરણા ન કરી હોય. જે ઠીક લાગે તે આચરણા કરવી જોઈએ, જે આધુનિક પ્રગતિવાદીઓ નો મત છે. કા૨ણે કે તેઓને તો સાંસ્કૃતિક તથ્યો ઊડાડવાના જ છે. પરંતુ સાંસ્કૃતિક પક્ષ તેમ ન કરી શકે. પરંતુ શ્રી શાસનની શિસ્ત અને નિયમન પ્રમાણે વર્તવાને તે બંધાયેલ છે. પરંતુ છેલ્લા ૭૦-૭૫ વર્ષમાં સાચુ લાગે તે કરવાનો અધિકાર છે એમ પ્રગતિવાદીઓના પ્રચારની આપણને પણ કેટલેક અંશે અસર થઈ ગઈ છે. એટલે તે પ્રમાણે જાણતાં અજાણતાં થઈ જાય છે. એવી ઘણી બાબતો છે. જેથી અહીં વિચારણા લંબાણ થાય અને અસ્થાને પણ છે. માટે સાંસ્કૃતિક પક્ષ એવો આગ્રહ નથી રાખી શકતો. પ્રાગતિક પક્ષ ગમે તે કહે અને બોલે તેની નિગ્રહણા બીજી રીતે થાય. આચરણા પાછી ન ખેંચવાનો આગ્રહ ન હોત તો માત્ર શાસ્ત્ર પાઠોથી સમજવા ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ સમજાવવાનો જ માત્ર વિચાર હતો. ભલે તેમ હોય. પરંતુ જ્યારે પૂ. આચાર્ય વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ બીજી વખત પાછા આવીને કહેતા ગયા કે ૧૨ તિથિ આચરણા પાછી ખેંચવા, લિખિત પાછી ખેંચવાનું જણાવ્યા બાદ મને જણાવશો તો હું પાછો આવીશ ત્યારે ત્યાં સુધી પણ કાંઈ તે દિશામાં હિલચાલ ન થઈ. હાથ જોડવાથી કે આ ઠીક ન કહેવાય તમારે ચાલ્યા જવું ન જોઈએ વિગેરે કથન માત્રથી ગુંચનો ઉકેલ આવતો નથી. એક એકનો ઉકેલ કરતા જવાથી મૂળ ગૂંચ સુધી પહોંચાય છે. આ તેનો પ્રેક્ટીકલ રસ્તો છે. બીજા બીજા ઉપાયો તો માત્ર હા હો જન્માવે પ્રચાર જન્માવે, પરિણામ ન લાવે. તેઓને ખ્યાલ આવ્યો હોય કે ૧૨ તિથિની બાબતમાં જરાપણ મચક આપવા માંગતા નથી. તો હવે આ બાબતમાં ચોળાચોડ શા માટે કરવી. અને જ્યારે બાર તિથિનો પક્ષ અહીં સાથે એકત્ર છે. તો તેમનો અભિપ્રાય શા માટે એકી મતે બહાર પાડીને એક બાબતમાં શ્રી સંઘમાં થતું ડહોલાણ વારણ ન કરી નાંખવું. એ રીતે બધાની સમ્મતિ લઈને ચોકખુ (ચોથ) જાહેર કરી દીધી. છતાં શ્રી સંવત્સરીની વિચારણા તો ઊભી જ રાખી છે તેમાં ને દીર્ધ દૃષ્ટિ દેખાઈ છે અને ચા૨ પક્ષમાંથી કોઈ પણ એક પક્ષને શી રીતે ફેંકી દઈ શકાય ? તેમાં સત્યાંશ કેમ ન હોય ? તેથી પાંચમ ઊભી રાખવામાં ન્યાયને સ્થાન આપવાની વૃત્તિ રહે છે. આ બધુ આપણે જો નિખાલસ પણે વર્તવાની ઈચ્છા રાખતા હોઈએ તો ધ્યાનમાં તે લેવુંજ જોઈએ. એ મારી નમ્ર અરજ છે. એટલે હવે શ્રી નંદનસૂરીશ્વરજીની સમ્મતિ મેળવ્યા સિવાય કોઈ સંધ કંઈ ન કરી શકે. પ.પૂ. શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ પણ ઉપવાસ વગેરેથી ઊભા થતા કે બીજા વંટોળ ઉ૫૨ તો સહી ન જ કરે. ગમે તે ગમે તેવો મુત્સદો તૈયાર કરી લાવે તેના ઉપર જવાબદાર પૂ. આચાર્ય મહારાજાઓએ સહી કરવી જ જોઈએ એમને એવી ફરજ પાડવી પણ વ્યાજબી નથી તેથી ઉલટું ડહોલાય અને નવાં કજીયાના ફણગા ફુટી જાય. માટે તેમજ કરવામાં યોગ્ય થયું છે. લવાદ નિમવાની વાત બધાય શેં કબુલ કરે. ત્યારેજ થાય શ્રાવકો પ્રથમ પ્રમાણે કરવાનું જાહેર કરે. તો તે પણ કરવામાં આચાર્ય મહારાજાઓમાં મતભેદ છે. તેની ઉપેક્ષા કરીને તેઓની પણ ઉપેક્ષા કરી ગણાય અને તે આચાર્ય મહારાજાઓની આશાતના ગણાય. કેમ કે શ્રાવકો તેમની ઉપેક્ષા કરીને પોતાના નિર્ણય જાહે૨ ક૨વા તૈયાર થયા. તે પણ યોગ્ય ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ન ગણાય. માની લઈએ કે શ્રાવકો એક નિર્ણય ઉપર આવી જાય. પરંતુ આચાર્ય મહારાજાઓ ખુદ તો પોતપોતાની માન્યતા પ્રમાણે કરવાના જ તો શાંતિ ક્યાં થઈ ? દા.ત. શ્રાવકો મંગલવારને સર્વને માટે જાહેર કરે પરંતુ શું ? આ શ્રી શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે મંગલવાર કરવાના ? નહીં જ. માની લઈએ કે શ્રાવકો બુધવાર જાહેર કરે. અને બધા ભારતભરના શ્રાવકો બુધવા૨ કરે. એટલા ઉપરથી શું મંગલવાર જાહેર કરી ચૂકેલા પૂ. આચાર્ય મહારાજાઓ બુધવાર ક૨વાના? નહીં જ. માટે શ્રાવકો જે કાંઈ ધમપછાડા કરે તે નકામાં જ. મૂળ પુરુષોમાં જ એક નિર્ણય થઈને બહાર પડવું જોઈએ. તે કાયમી હોય કે કામ ચલાઉ હોય. પણ તે જ ચાલી શકે. અને તેથી જ શાંતિ થાય. શ્રાવકોનો રસ્તો ખોટો છે. એક કરવા મહેનત અને વિજ્ઞપ્તિ કરે તેજ શ્રાવકો માટે યોગ્ય છે હવે મુદ્દાની બાબત વિચારુ છું. ૧. અંદરખાનેથી બાર તિથિની આચરણા પાછી ખેંચવાની વાત ન્યાય પૂર્વક લાગતી હોય (ફરીથી ભલે શ્રી સંઘ પાસે તે વિચારણા હાથ ધરી શકાય) તે રીતે શ્રી સંઘે આચરણ કરવું જોઈએ. પરંતુ પ્રથમ બાર તિથિની આચરણા પાછી ખેંચવી યોગ્ય લગાતી હોય છતાં તે પાછી ન ખેંચવાના કારણો છે જે મારી કલ્પના સાચી હોય તો તે મારી જાણમાં છે. એટલે પૂ. વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાંચ આચાર્ય મહારાજ પાંચ આચાર્ય મહારાજાઓની વાતને વળગી રહેવાનું વલણ ધરાવે છે. પરંતુ પાંચ આચાર્ય મહારાજાઓનો સર્વ માન્ય સ્વીકારતો તે વખતે પણ થયો જ નથી. માત્ર વાત મૂકાણી અને ડહોલાવાથી ભંગાણ પડી ગયું. એટલે એ વાતને બધા સ્વીકારે તે પણ શક્ય નથી છતાં સ્વીકારે તો શ્રી સંઘ અહીંના પ્રશ્ન પુરતુ સ્વીકારે પરંતુ બાર તિથિની વિચારણા કરવાની ના જ પાંડે, તે પાછી ખેંચાયા પછી જ શ્રી સંવત્સરીની વિચારણા આપ હાથ ધરી શકો. જો જૈન શાસનની શીસ્તને માન આપવા માંગતા હો તો તહત્તી કરવામાં જ આવે. એટલે એ પ્રશ્ન ત્યાં પણ ઊભો ન થાય. કેમ કે સ્વીકારવાની ફરજ પડતી નથી. પાંચ બેસે ત્યારે પણ ત્રણતો એમ કહે કે બાર તિથિની આચરણા પાચી ખેંચવાની જાહેરાત કરો એટલે આગળ ચાલીએ. એ જ વાંધો ત્યાં આવે અને મડાગાંઠ ઊભી થઈ જ જાય. એટલે તેઓ પાંચ આચાર્યોની ગોઠવણને પણ માન્ય રાખવામાં ગભરાય છે. તેમાં આગ્રહ નહીં પરંતુ પરિણામમાં ફરક પડતો નથી. માટે આ મારી નમ્ર સમજ છે. ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આચાર્ય મહારાજશ્રી પાંચ આચાર્ય મહારાજની વાતને કેમ વજન આપે છે? તેનું કારણ બહાર મૂકાય તેમ નથી. તેનું કારણ ગૃહસ્થો આગળ પણ જણાવાય તેમ નથી. તેનું કારણ પરસ્પર આચાર્ય મહારાજાઓ મળે ત્યારે પણ પરસ્પર જણાવાય તેમ નથી. તમામે મનમાં જ સમજવાનું છે. અન્ય મારા જેવો કોઈ બીજો માણસ તે કારણ સમજી લઈને તેને આધારે રસ્તો કાઢવા સામી તરફના મુખને પોતે પોતાની તરફથી સમજાવી શકે તો જ રસ્તો નીકળે. પછી તે રસ્તો ગમે તે હોય કે બન્ને ને માન્ય હોય. કારણ કે જાહેરમાં પ્રતિષ્ઠિત સમુદાયો પાસેથી કરાવવાથી તે જ છાપ મરાવી પડે. અને પાંચ આચાર્ય મહારાજાઓ કે કોઈ મધ્યસ્થ પક્ષના કહેવાથી કરવું પડ્યું. એમ કરવામાં છાપ ખોટી ન પડે. અને કામ પતી જાય. જાહેરમાં મુનિ સંસ્થાનું વજન એવું જ ઊભું રહે. પાછું ખેંચવામાં પાછળથી જાહેરમાં અસર જુદી પડે. એટલે એ બાબતનો તો કોઈ રસ્તો નીકળે. પરંતુ બન્ને પક્ષની પાસે આગ્રહ જ હોય, અને મનમાં પણ કોઈ પણ ન કરવાનો દૃઢ નિશ્ચય હોય. તો કોઈનું એ કાંઈ પણ વળી ન શકે. આપણે એટલું જ ખ્યાલમાં રાખવા જેવું છે. આ મારી નમ્ર સમજ છે. જો મનમાં દૃઢ નિર્ણય હોય તો આ બાબતનો પ્રયાસ સફળ થવાની આશા સમુચિત નથી. ૧૨ તિથિ બાબતમાં ખાનગીમાં કે જાહેરમાં પાછી ખેંચવાની વાત વિના શ્રી સંવત્સરીની વિચારણા હાથ ધરવામાં આવશે નહીં અને એ રીતે કાયમી બે પક્ષ પડી જવાના. અને જુદા ઉપાશ્રય જ કરવા પડે. નહીંતર દર વર્ષે ગામે ગામ કજીયો ભલે સંવત્સરી બાર કે બાવીશ વર્ષે ફેરફારવાળી આવે. માન્યતા ભેદ અને તિથિ પક્ષભેદ થયો એટલે એક ઠેકાણે ન જ રહેવાનો આગ્રહથવાનો. તોફાનો અને મહાતોફાનો અને હક્કની મારામારીના રોજ કજીયા. તેના | ઉપાય જુદા ઉપાશ્રયો કરવા સિવાય બીજો આવે જ નહીં. તો સારું છે કે આ પ્રશ્ન અત્યારથી પતાવી દેવો અથવા જુદા પડે તો પોતપોતાની રીતે કરવું. પછી ઉપર સંઘમાં હક્ક માંગવાની એવી બાબતો ઉભી કરી શ્રી સંઘમાં કાયમ લડાઈ રાખવી યોગ્ય ગણાશે જ નહીં. આ બધુ ધ્યાનમાં લઈને કામ કરવાની જરૂર છે. હું કોઈ પક્ષથી બોલું છું એમ ન માનતા વસ્તુ સ્થિતિ અને પરિણામો રજુ કરું છું એમ માનવા વિજ્ઞપ્તિ કરું છું. પાંચમની ક્ષય વૃદ્ધિ માનવાનો ૧૯૯૨ પછી પક્ષ નવો છે એમ તો ઉઘાડુ જ રહે કે રહેશે. એટલે નવા ઉપાશ્રયો તેમણે જ ઉભા કરવાના રહેશે. હક્કની માંગમાં પણ સંઘનો જ હક્ક મુખ્ય રહેવાનો. અન્ય પક્ષે ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ પોતાને માટે નવી સગવડ ઉભી કરી લેવી પડવાની જ. આજ તેનું પરિણામ આવવાનું. ગમે તેટલા ધમપછાડા છતાં કોઈ ઠેકાણે વિશેષ બળ હોય તો ભલે તે ગામનો ઉપાશ્રય હાથ કરી શકાય. શિવાય તો બધે જ જુદા બાંધવા જ પડે. તેમાં કાંઈ ન ચાલે. આમ વાતમાંથી વતેસર થઈ જાય. તેથી ભલે સંવત્સરી ભેદનો પ્રસંગ ૧૮ કે બાવીશ વર્ષે આવે પણ પક્ષ જુદો પડે તો ઉપાશ્રયમાં હક્ક ન રહે. તેને માટે ચક્રો તો આજથી જ શરૂ થવાના. આ બધુ ખ્યાલમાં રાખીને સમજીને ટુંકામાં વ્હેલી તકે સમાધાન કરી લેવામાં જ હિત છે. ખાલી ડહોલાણ કરવામાં લાભ નથી અને ત્યાગ વૈરાગ્ય જ્ઞાનાભ્યાસ - શુદ્ધોપદેશ વગેરેના પરિણામો પક્ષો મજબૂત કરવામાં અને લડતો લડવામાં જ ખરચાઈ જશે. અને તેથી ત્રીજી વસ્તુ શ્રી સંઘમાં ધુસી જવાનો માર્ગ લઈ જૈન શાસનને જે હાનિ પહોંચાડશે. અને તેથી શાસન અપભ્રાજનાનાં દોષના ભાગીદાર થયા વિના રહેવાશે કે ? પૂજ્યશ્રી ! મેં મારા વિચારો જણાવ્યા છે તેથી કાંઈ વિપરીત જણાય તે વિશે મિચ્છામિ દુક્કડં દઉં છું તેથી યોગ્ય વલણ સૌનું અંદરથી હોય તો મને ત્યાં આવવામાં વાંધો નથી. માત્ર આપશ્રીના બોલાવવાથી આવવામાં પણ પક્ષમાં ગણાઈ જાઉં. તો મારું કામ સંઘને બંન્નેય તરફથી કે કોઈ ત્રીજા તરફથી બોલાવાય તો વજનદાર થાય. નહીંતર હું મારી તરફથી આવું પરંતુ એ મારાથી તો શક્ય નથી. આપશ્રી સર્વે વિચારશો અને ઘટતી આજ્ઞા ફરમાવશો તે પ્રમાણે આગળની તજવીજ વિચારી શકાય. એજ લી. સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વાર વંદણા (૪) ભાઈશ્રી અનિલકુમાર જોગ કલકત્તા - ૧ પ્રભુદાસ બેચરદાસ પારેખ (૨૦-૭-૫૭) તમારા તરફથી ‘તિથિ સંબંધી જાણવા જેવું' ચોપડી મળી તમારો પ્રયાસ પ્રસ્તુત્ય છે. મારી ઘણા વખતથી તે વિશે વ્યવસ્થિત જાણવાની ઈચ્છા હતી. પરંતુ તેવી કોઈ તક મળતી ન હતી. તમારી ચોપડીથી વ્યવસ્થીત જાણવા મળે છે. જેથી મને અભ્યાસ કરવાની સરળતા થઈ છે. હવે નીચે પ્રમાણેના કેટલાક પ્રશ્નો ઉઠે છે. તેના પણ સમાધાનો હવે પછીની પુસ્તિકામાં દાખલ કરશો, તો વધારે વ્યવસ્થિત રીતે અભ્યાસીઓ અભ્યાસ કરી શકશે. ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. નિત્યપર્વ, નૈમિત્તિક પર્વ, મહાપર્વ, આવા ભેદો પાડી શકાય? અને નૈમિત્તિક પર્વો કરતાં નિત્યપર્વ વધારે બળવાન, તે કરતાં મહાપર્વ વધારે બળવાન વિગેરે વ્યવસ્થા આપણે ત્યાં છે? તેનું સ્પષ્ટીકરણ, કલ્યાણકો પર્વખરા. પરંતુ વિશિષ્ટ નૈમિત્તિક ખરા કે નહિ? ભલે શાશ્વત હોય. ૨-૫-૮-૧૧-૧૪પૂનમ ૦)) (અમાસ) એ નિત્ય પર્વો કહી શકાય? જ્ઞાન પંચમી મૌન એકાદશી ચોમાસી પાક્ષિક સંવત્સરીક – અઠ્ઠાઈઓ એ મહાપર્વ કહી શકાય? અને તેમાં ગૌણ મુખ્યતા સંભવે ? તીર્થો અને મંદીરો તથા પ્રતિષ્ઠાઓની વર્ષગાંઠ - ગુરૂઓની સ્વર્ગ રોહણ તિથિઓ વિગેરે સામાન્ય નૈમિત્તિકપર્વો ગણી શકાય? એમ પર્વોના ચાર દરજ્જા ગણી શકાય અને તેનું બલબલ તથા પરસ્પર સમાવેશની પ્રક્રિયા વિગેરે સ્પષ્ટ કરવા જરૂરના છે. ૨. ટીપ્પણીનો નીચે પ્રમાણે અર્થે બંધ બેસતો લાગે છે? જયોતિષ શાસ્ત્રના નિયમોના આધારે તરી આવતા તે વર્ષ પુરતા પાંચ અંગોનું જુદું તારવી કાઢેલું લિસ્ટ - ટીપ્પણ નોંધ રૂપે, તેનું નામ ટીપ્પણ અને તે જેમાં હોય તે પણ ઉપલક્ષણથી ટીપ્પણ એટલે ટીપણું અને તે વાંચવું ક્રમસર સરલ થાય માટે લાંબુ રાખવામાં આવતું હતું. અને ગમે ત્યાં સાથે લઈ જવા માટે પાધડીમાં ખોસવામાં આવતું હતું કેમ કે શાસ્ત્રો બધાય સાથે ફેરવાય નહિ. પરંતુ તેના ઉપરથી કરેલું ટાંચણ ટીપ્પણ વ્યવસ્થિત નોંધ સાથે રાખી શકાય માટે તેનું નામ ટીપણા - ટીપણું પાડ્યું હશે. એમ કહેવામાં વાંધો આવશે? ૩. એક વારને ત્રણ તિથિ સ્પર્શે તો વચલી ક્ષય તિથિ અને એકતિથિને ત્રણવાર સ્પર્શે તો તે વૃદ્ધિ તિથિ તે તો સમજાય છે. પરંતુ તેના ટુંકી ધ્રુસ્વા અને દીર્ધા તિથિ એવા નામ ન રાખતાં ક્ષય - વૃદ્ધિ (બે તિથિ) સંજ્ઞા કેમ રાખવામાં આવી? તેનું કારણ સમજાતું નથી. તેમ પરિભાષા કરવામાં જ્યોતિષ શાસ્ત્રકારોનો શો સંકેત જણાય છે? મિંગળભૂત કે ઉત્તમ કામ ને માટે અયોગ્ય ઠરાવવાના ઉદ્દેશથી સાર્થક પરિભાષિક શબ્દો ન રાખતાં અર્થ - વિશેષ સૂચક પારિભાષિક શબ્દો રાખવા હોય, તેવો સંભવ લાગે છે? અને જો તેમ હોય, તો તે દિવસોમાં ધાર્મિક ઉત્તમ કામ કરવા નહીં એવો અર્થ નીકળે અને જો એમ હોય તો ક્ષય કે વૃદ્ધિ તિથિએ કોઈપણ ધાર્મિક કામ ન થાય તેવો અર્થ નીકળે, મારી પાસે જુના પુસ્તકોમાંથી મળી આવેલું એક જુનું પુસ્તક છપાવેલું પુસ્તક છે. તેમાં નીચે પ્રમાણે બે શ્લોક છે. ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ स्युस्तिस्रस्तिथयो वारे, एकस्मिन्नऽवमी तिथिः । तिथिस्त्रिये चैका त्रि-धु-स्पृग् द्वेऽतिनिन्दिते ॥ २९ कृतं यन्मंगलं तत्र त्रियुस्पृगवमे दिने, भस्मीभवति तत्क्षिप्रमग्नौ सम्यग्यथेन्धनम् ॥ ३० ॥ હિંદીમાં અર્થ નીચે પ્રમાણે છે. એકવાર મેં ૩તિથિયાં હો તો તિથિક્ષય, એક તિથિ તીનવાર કો સ્પર્શ કરે તો તિથિ વૃદ્ધિ હોતી હૈ, યે દોનોં તિથિ- ક્ષય - વૃદ્ધિહરેક શુભ કાર્યોમેં નિદિત હૈ ઈન (તિથિ ક્ષય તિથિ વૃદ્ધિ) મેં કીયે ગયે સર્વ ભભકતી હુઈ આગમેં બળકર ઈન્દન જૈસી શીવ્ર હી નષ્ટ હો જાતે હૈ ૨૯-૩૦- આ શ્લોક ક્યા ગ્રંથના છે તે જણાતું નથી. ઘણે ઠેકાણે છપાવનારે મૂળ ગ્રંથોના નામ લખ્યા છે પરંતુ આ શ્લોકની આસપાસ નથી. આ ઉપરથી પર્વતિથિનો ક્ષય હોય કે-હોય તે દિવસોમાં ધાર્મિક કામો કરવાથી નષ્ટ થાય તેનો અર્થ શો? અને આપણને તે કેટલે અંશે લાગુછે? શ્રી ઉમાસ્વાતી મહારાજનો પ્રઘોષ શ્લોક એ ઉત્સર્ગ છે કે અપવાદ સૂત્ર? ઉત્સર્ગ છે તો તેનો અપવાદ શો હશે? અપવાદ છે તો તેનો ઉત્સર્ગ શો હશે? બેમાંથી એક રીતનો શ્લોક હોવો જોઈએ. અને કોઈ પણ વાક્ય સામાન્ય રીતે બેમાંથી એક રીતે હોય, તો તેની બીજી રીત શોધવી જોઈએ. માટે આ શ્લોક બેમાંથી ક્યા પ્રકારનો છે? તે નક્કી કરવાથી વધારે સ્પષ્ટતા થશે. તે સ્પષ્ટતા કરશો. ( ૪) આરાધના માટે દરેક ધર્મક્રિયા છે. તે તો બરાબર છે. પરંતુ સામાન્ય જીવો નિમિત્ત વિના આરાધનામાં તત્પર થઈ શકતા નથી. તેથી દ્રવ્યક્ષેત્ર કાળભાવ વિગેરે નિમિત્તો આરાધના સાથે જોડાયેલા છે. જેમ કે ગુરૂ મહારાજ રૂપી દ્રવ્યના જોગથી ધર્મ થાય. શત્રુંજયાદિક ક્ષેત્રના જોગથી આરાધના થાય. પર્યાદિક કાળના યોગથી આરાધના થાય. વૈરાગ્ય ક્ષમાદિક ભાવો ઉત્પન્ન થવાથી ધર્મ આરાધના થાય. અહીંનય સાપેક્ષથી એ પ્રશ્ન થાય છે કે આરાધના માટે જ્યારે પર્વતિથિ રૂપ કાળ નિમિત્તનો ઉપયોગ કરવાનો છે. ત્યારે તે સંજોગોમાં આરાધના ગૌણ પડે છે. અને તિથિનો નિર્ણય મુખ્ય થાય છે. માટે તિથિ નક્કી કરવી જોઈએ, કે જેથી તે નિમિત્તે થતી આરાધના થઈ શકે. નહીંતર આરાધના ગમે ૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ત્યારે કરવાની છે. તેમાં તિથિ વિગેરે કાળ નિમિત્તની વિચારણાની જરૂર નથી. પરંતુ જ્યારે તેની વિચારણા પૂર્વક તેનું નિમિત્ત લઈને આરાધના કરવાની છે. એટલે તિથિ નો નિર્ણય મુખ્ય બને છે. એમ મારી સમજ છે. માટે પર્વ તિથિ નો નિર્ણય કર્યા વિના કાળ નૈમિત્તિક આરાધના કરી શકાય નહિં. માટે પ્રથમ તિથિનો નિર્ણય થવો જ જોઈએ એમ તમને પણ લાગશે. એટલે આરાધના એ મુખ્ય છે. પરંતુ જયારે નિમિત્ત-નૈમિત્તિક ભાવપૂર્વક આરાધના કરવાની હોય તેમાં નિમિત્તે મુખ્ય રેહવાનું જ. શ્રી શંત્રુજ્ય નૈમિત્તિક આરાધના તેના નિમિત્ત થી જ થવાની પછી ભલે સ્થાપના તીર્થ કરીને આરાધના કરીયે તો જ તે તિર્થની આરાધના ગણાય. બીજા નિમિત્તે કે નિમિત્તે તેની આરાધના ગણાય નહીં, માટે આનો ખુલાશો કરશો. માટે ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તિથિ નિમિત્તક આરાધના કેમ કરવી? આ પ્રશ્ન કરવો અને વ્યાજબી લાગે છે. તમારો વિચાર શાસ્ત્રોક્ત હોય તે જણાવશો. ૫. સાતમ ગ્રહણ કરીને આઠમ આરાધવી? કે સાતમને આઠમનો આરોપ કરીને આઠમ આરાધવી? કે આઠમ નિમિત્તક ધર્મ આરાધના કરવી? તો આઠમ લાવવી પડશે. જો આઠમ લાવીશું તો તે ક્ષય પામવા છતાં વિદ્યમાન છે. એમ માનવું પડશે. તો ક્ષિણ તિથિ વિદ્યમાન છે તો ક્ષય કોનો? તો શું આરોપથી સાતમનો ક્ષય માનવો? અને આઠમને વિદ્યમાન માનવી? અને તે નિમિત્તે આરાધના કરી પર્વઆરાધના સાચવવી? કે આઠમનો તો ક્ષય જ માનવોને સાતમને જ પર્વતિથિ માનીને આરાધના કરવી? આ વસ્તુ સ્પષ્ટ કરશો. ક્ષય પામેલું પાક્ષિક તેરશને ચૌદશ માનીને તનિમિત્તક આરાધના કરવી? કે ચૌદશને ક્ષીણ માનીને તેરસે ચઉદશની આરાધના કરવી? જો કે તેરસ માનવાના દિવસે ચૌદશ છે. પરંતુ જ્યારે તેને ક્ષીણ માની ત્યારે તે નથી એમજ માનવાની રહી. તો ક્ષીણ હોવા છતાં તેરશને ચૌદશ માનવાની ભલામણ શાસ્ત્રકારોની છે? કે ચૌદશ ને ક્ષીણ માનીને તેમ છતાં તેરશે જ ચૌદશનિમિત્તક આરાધનાની ક્રિયા કરવી? આ સ્પષ્ટ કરવાની જરૂર છે. એટલે કે સાતમને આઠમ માનવી? કે આઠમને ક્ષણ માનીને નથી જ એમ માનીને સાતમે તેને લગતી આરાધના કરવી? તે આરાધના શા માટે કરવી? કારણ કે જયારે નિમિત્ત નથી તો નૈમિત્તિક શી રીતે ઊભું થાય! એ પણ પ્રશ્ન થાય છે. ૧છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬) ક્ષયે પૂર્વા શ્લોકમાં કાર્યા અને ગ્રાહ્યા બે માં કયો પાઠ વધારે પ્રમાણિક છે? તથા બે પાઠ ભેદથી અર્થભેદ થાય છે કે એક જ અર્થ રહે છે ? કાર્યા વાળા પાઠનો અર્થ ગ્રહણ કરવી આવો શીરીતે ર્યો છે ? અને વૃદ્ધિમાં પણ કાર્યા શબ્દ છે, તેનો અર્થ ‘ગ્રહણ કરવી' શા આધારે કરવામાં આવ્યો છે ? કાર્યા પાઠને આધારે ક્ષયમાં પૂર્વ તિથિ કરવી એટલે કે સાતમને આઠમ કરવી એમ કહે તો તેને ક્યા પ્રમાણથી રોકી શકાય ? વળી ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિને પર્વતિથિ કરવી એમ અર્થ ક૨વામાં પર્વ શબ્દ ક્યાંથી લાવવો? અને ક્યા પ્રમાણથી આવે ? અને જો પર્વ શબ્દ શ્લોકમાં નથી અને લાવી ન શકાય તો આ શ્લોક પર્વ તિથિ માટે છે ? એમ શા ઉપરથી માનવું ? દરેક તિથિ માટે કેમ ન હોય ? પૂર્વાચાર્યો મહારાજાઓએ પર્વ તિથિના વિચારમાં આ શ્લોક મૂક્યો છે. માટે તેમના વચન પ્રમાણથી પ્રકરણને આધારે તિથિઃ કાર્યા એટલે પર્વ તિથિ પૂર્વતિથિને કરવી એવો અર્થ નીકળે. બીજો ઉપાય નથી. ગ્રાહ્યા પાઠથી ગ્રહણ કરવી એવો અર્થ લેવામાં વાંધો નથી પણ ઉદયતિથિ લેવી એવો પાઠનો અર્થ શા આધારે કરવો ? તે પ્રમાણ આપવું જોઈએ. દા.ત. સોમવારે સૂર્યોદય વેળાએ સાતમ હોય અને બે ઘડી પછી આઠમ બેઠી તે સૂર્યોદય પહેલા પૂરી થઈ તેથી સોમવારનો આખો દિવસ સાતમ જ ગણાય છે. સાતમ અને આઠમ બે ગણાતા નથી. આપણે તેને આઠમ માનીને તન્નિમિત્તક આરાધના કરવી છે, તેથી ભલે આઠમ માનીએ અને તો પછી તેને આપણાથી સાતમ માની શકાય નહીં, છતાં માનીએ તો કયા આધારે ? અને ટીપ્પણાને હીસાબે તો તે સાતમ જ છે. આઠમ નથી પછી તેને સાતમ-આઠમ કઈ રીતે કહી શકીએ ? કાં તો સાતમ કહો કાં તો આઠમ કહો. બે કહેવાનું પ્રમાણ જોઈએ ને ? તે આપશો. જે આપવું જરૂરનું હતું. કેમ કે શ્લોકનો શબ્દાર્થ કરવામાં પ્રમાણ વિના બરાબર ઠસે નહીં. ‘ક્ષયતિથિ સંપૂર્ણ ભોગવાય છે’ અને ‘જે દીવસે પ્રસ્તુત તિથિ પૂર્ણ થાય છે’ એ વધારો શબ્દાર્થમાં ન કરવો જોઈએ. કરવો હોય તો પ્રમાણ મુકવું જોઈએ. કા૨ણ કે સૂત્ર કાંઈ બોલતું નથી બીજા ત્રીજા સંદર્ભ જોડીને અર્થ કરીએ તો તેમાં પણ પ્રમાણ જોઈએ. કોઈ કોઈ સંદર્ભ જોડે અને કોઈ કોઈ સંદર્ભ જોડે તો તેથી નવો વિવાદ ખડો થાય. માટે સંદર્ભ અમૂક જ જોડાય અને અમુક ન જોડાય પણ તેના પણ પુષ્ટિ પ્રમાણો મૂકવા જોઈએ. કારણ કે આ ચોપડી બાળ જીવોને પણ સમજાય તેવી રીતે લખાય છે. થોડું લંબાણ થાય તેની ચીંતા ન કરતા સ્પષ્ટ કરવું વધારે લાભકારક થાય છે. ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૭) “પ્રઘોષ ઉપરથી જૈનમતમાં પર્વતિથિ નો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ પણ માનેલી છે. આ કેવી રીતે નિશ્ચય કરી શકાય? કારણ કે જૈન ટીપ્પણા પ્રમાણે તો ક્ષય વૃદ્ધિ ની રીત જુદી છે. જે આપે આપેલી છે. પ્રધોષતો લૌકિક ટીપ્પણીને આધારે પર્વતિથિ ની વ્યવસ્થા કરે છે. અને બીજી તિથિ વિશે વ્યવસ્થા નથી એમ પ્રથમ દર્શને વિદ્યાર્થીને સમજ પડવી મુશ્કેલ છે. પ્રમાણ આપ્યા પછી કદાચ તેને સમજાય પણ આના ઉપરથી એવો પણ અર્થ કેમ ન થાય? કે લૌકિક ટીપ્પણાંમાં પર્વતિથિનાલયવૃદ્ધિ હોય છે. તેને આ પ્રઘોષ ઉડાડી દઈને પૂર્વની અને પર તિથિને પર્વતિથિ તરીકે સ્થાપે છે. અને એ રીતે આ પ્રઘોષને જ આધારે જેને મતમાં પર્વતિથિની ક્ષય અને વૃદ્ધિનઆવે. એમ કોઈ કહે તો તેને કયા પ્રમાણથી રોકી શકાય? આનો પણ ખુલાશો કરવો જોઈએ. બે વસ્તુ સંભવીત બને ત્યારે પ્રબળ પ્રમાણ વિના કોઈપણ એક વસ્તુ નિર્ણાયક રૂપે સ્થાપી શકાતી નથી. અને જૈન મતમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય, આવી ચાલી આવેલી પરંપરાગત વાત પણ ઉપરનો બીજો અર્થ કાઢવાના પ્રમાણ તરિકે રજુ કરે, તો તેનો નિષેધ શી રીતે કરી શકાય? આનું પણ સમાધાન આપશો. ૮) પર્વતિથિચર્ચા સંગ્રહમાં જે જૈન ટીપ્પણાની ૧૮૭૦ની સાલનું હોવાની વાત કરવામાં આવી છે. પરંતુ ૧૮૭૦માં તો જૈન ટીપ્પણ તો સંભવજ નથી કેમ કે તે ઘણા વખતથી વિચ્છેદ હોવાની વાત આપે જ લખી છે. પરંતુ તે ટીપ્પણું પણ લૌકિક જયોતિષ ભણેલ કોઈ જૈન મુનિશ્રી એ કે જતિએ ટીપ્પણ ટાસણ બનાવ્યું હોય અને તેણે લૌકિક જ્યોતિષના આધારે પર્વતિથિના પણ ક્ષય વૃદ્ધિ બતાવ્યા જ હોય અને એ રીતે બતાવવા જ પડે તેમાં પાછા જૈન પર્વો જુદા બતાવ્યા હોય એટલા ઉપરથી જૈન પર્વોની ક્ષય વૃદ્ધિ કાયમ રખાતું હોવાનું આપણે બીજાને ગળે ઉતરાવી શકીએ નહીં. કારણ કે આજ થાય છે તેમ લૌકિક ટીપ્પણું તેમણે તૈયાર કર્યું હોય, અને આજ દરેક ધર્મના પર્વે અપાય છે તેમ અથવા ભીંતીયા પંચાગમાં હાલની શૈલી પ્રમાણે બાજુમાં જૈન પર્વો દર્શાવ્યા હોય, એટલા ઉપરથી જૈન પર્વો ના ક્ષય વૃદ્ધિ કાયમ રખાતા હતા એમ ઠસાવી શકાય નહીં કેમ કે તેના તર્કનું પ્રબળ પ્રમાણથી પ્રથમ શમન કરવું પડે તે ખુલાશો કરશો. ૯) તે ટીપ્પણામાં પર્યુષણામાં શ્રાવણ વદી ૧૧ થી શરૂ કરવામાં આવેલ છે. વદ ૦)) (અમાસ) નો ક્ષય કર્યો છે. અને ભાદરવા સુદ – ૪ બે કરી છે. તો બીજી ચોથે સંવત્સરી કરાય તો શ્રાવણ વદ ૧૨ થી પર્યુષણા બેસાડવા પડે. ભલે અમાસનો ક્ષય હોય. પર્વોમાં અમાસનો ક્ષય અને સુદ-બે નહીં હોય. ટીપ્પણામાં તેમ હશે તે આપ બરાબર ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરશો. જો પર્વોની નોંધમાં એમ ન હોય, તે માત્ર ટીપ્પણામાં તેમ હોય તો તે પૂરાવામાં આપણાથી મૂકી શકાય નહીં. પરંતુ જો પર્વની નોંધમાં અમાસનો ક્ષય અને ચોથ બે લખી હોય તો તેને પૂરાવામાં મૂકી શકાય. પણ જો એક ક્ષય અને એક વૃદ્ધિ છે. તો બધું બરાબર રહેતાં વદિ ૧૨ થી પજુસણ બેસાડવા જોઈએ. તેને બદલે વદી ૧૧ થી કેમ તે યુક્તિ બેસતી નથી. બેસાડી આપશો. , . ૧૦) સાતમથી ઓળી બેસાડવામાં પણ ઉપરની શંકા થાય છે. પણ નવ દિવસ બરાબર મળી રહે છે. પરંતુ પર્વ દિવસની હાનિ વૃદ્ધિ ન થાય, એ વાત ૧૮૭૦ થી પ્રચલીત થઈ છે તે બરાબર સમજાતું નથી કેમ કે તે ટીપ્પણાનું પ્રમાણ તો જૈન પર્વતિથિની હાનિવૃદ્ધિ બતાવનાર તરીકે રજુ કરો છો, અને તેજ હાનિ વૃદ્ધિ ન થાય તેના પ્રચારનું કારણ કેમ બને? તે યુક્તિ સમજાઈ નથી ખુલાશો કરશો. ૧૧) પં.પદ્મ વિજયજી મહારાજ શ્રી વિગેરેને શ્રી પૂજ્યોના ધર્મ રાજયનો સ્વીકાર કરવો પડ્યો છે? કે– શ્રી જૈન શાસન ની પરંપરાગત શિસ્તને માન આપવાનું યોગ્ય ધારીને સ્વીકાર કરતા આવ્યા છે? આ સ્પષ્ટ કરવું જોઈએ. ન છૂટકે સ્વીકાર કરવો પડ્યો હતો તેવા ભાવના લખાણો હોય તો આપની વાત ઠીક બેસે છે, પણ તેવા ઉલ્લેખો ન હોય તો, તેઓ ને કરવો પડ્યો એમ માની ન શકાય કેમ કે ગમે તેવા ત્યાગી તપસ્વીઓ પણ પરંપરાથી ગુરુઓની શિસ્તને માન આપતા આવ્યા હોય તેમને પણ તેઓએ પણ માન આપ્યું હોય, તો તે વાતમાં ફરક પડી જાય, દા.ત. શ્રી ગણધર ભગવંતો છદ્મસ્થ હોય છતાં કેવલજ્ઞાની મુનિ મહાત્માઓને એની શિસ્ત હોય છે. અને સમવસરણમાં તેઓ જ ગણઘર ભગવત્ત પ્રભુની પાદપીઠ ઉપર બીરાજે છે. તેઓ જ બીજી દેશના આપે છે. અને પર્ષદામાં પ્રવેશ કરતાં શ્રી કેવલિભગવંતો ત્રણ પ્રદક્ષિણા પણ દે છે. એમાં તો શાસનના અધિકારને માન આપવાની સુવ્યવસ્થા છે. શ્રી પાદલિપ્તાચાર્ય નાના કિશોર વયમાં હતા છતાં સર્વને પૂજ્ય હતા. શેરીમાં રમવા જતાં હતા છતાં એનો-રાજાની રાણી છાણા વીણતી આણીપણ અધિકાર એ અધિકાર, તેની રૂએ સૌ સંઘ માન આપતા હોય તો સૌએ માન | આપવું પડે. માટે તપાસ કરશો કે શી વસ્તુસ્થિતિ છે? પછી ખુલાશો કરશો. બીજું પરિગ્રહ ધારીપણું એ તો ગચ્છપતિ આચાર્યને શાસનની અનેક વસ્તુઓ સાચવવી પડે. તેની મહત્તા જાહેરમાં બતાવવા કેટલાક સાધનો રાખવા પડે. બીજું, આજે શેઠ આક. વિગેરે પેઢીઓ હાલના વાતાવરણને લીધે સ્થપાયેલી છે. તે વખતે તેવું કાંઈ ન હોતું. આખા શાસનના વહીવટોની જવાબદારી તેમની હતી. બધા પ્રશ્નો આવી ત્યાં અથડાતા હતા. ૨૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ સાદાઈ રાખવા છતાં દરેક બાબતોને પહોંચી વળવા ને ઘણા પરિમીત પણ સાધનો તો જોઈએ જ, એટલા ઉપરથી તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં પરિગ્રહધારી એકદમ કહીંદેવાનું ગળે ઉતરતું નથી. છતાં કોઈએ તેના દુરઉપયોગ કર્યો હોય તો તેને પરિગ્રહધારી કહેવામાં વાંધો પણ નથી. પરંતુ બે માંથી એક વસ્તુ સ્થિતિનો નિર્ણય કરીને ગુણી કે દોષી ઠરાવી શકાય. તેમના હાથમાં ધર્મનું સુકાન હોવાથી તે તોડવાના પણ વિદેશીયોના આડકતરા પ્રયાસો તે વખતે થયા છે, જેને પરિણામે આજે નિર્ણાયક્તા પ્રવર્તે છે. એ ઉપરથી જતિઓના શિથિલાચાર નો બચાવ કરવાનો અમારો આશય નથી, પરંતુ તે વખતના સંધિ વિગ્રહ કાળ અને રાજ્યક્રાંતિઓના સમયમાં ગમે તેમ કરીને શાસનની જે પ્રમાણિકપણે તેઓએ રક્ષા કરી હોય તો તેઓના જ્ઞાન ચારિત્ર કદાચ ન પણ હશે તો પણ તેઓની દર્શન વિશુદ્ધિ ને વખાણ પાત્ર ગણવાની રહે. કારણે કે આજના કરતાં તે વખતે જૈન સંઘ વધારે પાવર ફૂલ શક્તિશાળી હતો. આજના કરતાં ઘણી દ્રવ્ય અને ભાવ બાબતો સાચવી રહ્યો હતો, તેથી એમાં બધાય પતિત જ હશે. એમ માની લેવા ને કારણ નથી. જરૂર પતિત પણ હશે જપરંતુ બધાને એવા કેમ માની લેવાય. તે વખતના આગળ પડતાં મુનિઓ કે શ્રાવકો જેમ તેમ જેને તેને માનતા થઈ જાય એમ માનવું વધારે પડતું છે. અલબત્ત તેવા તે વિશિષ્ટ શક્તિશાલીઓ નહીં હોય પણ જે હશે તે બીજાની અપેક્ષાએ ઠીક હશે. ધરણેન્દ્રસૂરિજી માટેનો દાખલો તો વૈષ્ણવોના આચાર્ય દામોદર લાલજી જેવો છે. કેમ કે ધર્માચાર્યોને ઈરાદાપૂર્વક નબળા પાડવાના પણ પ્રયત્નો ન થયા હોય એમ એકાંતથી કહી શકાતું નથી. માટે જતિ કાળની દરેક બાબતો નિદૈનીય જ એમ જે વચલા સમયમાં મનાઈ ગયું છે તે વિષે ફરીથી વિચાર કરવાની તક આવી ગઈ છે. માટે ગુણ દોષ રૂપે ન ગણતાં દોષ દોષ રૂપે ગણાય તે ઈષ્ટ છે. પ્રશ્ન રૂપે અમો તો અમારા વિચાર બતાવ્યા જેથી આપને તેનું યોગ્ય સમાધાન કરવાનું સુલભ થાય. ૧૨) શ્રીપૂજયો એકાંતથી અંધાધુંધી ચલાવતા હતા, એમ કહેવું વધારે પડતું જણાય છે. કેમકે કેટલીક પરંપરાગત વાતો તેઓ પાસે વધારે હતી. એટલે અંધાધુંધી ન હોતી એમ પણ કહેવાનું નથી. બંનેનું પૃથક્કરણ કરવું જોઈએ. કઈ કઈ બાબતોમાં અંધાધુંધી હતી અને કઈ બાબતમાં ન હોતી એમ પૃથક્કરણ કરવું જોઈએ. માત્રતિથિની બાબત માંજ અંધાધુંધી હતી એમ કહેવું એક પાક્ષિક ગણાય. તિથિની બાબતમાં તેઓ સ્પષ્ટ હોય, અને બીજી બાબતોમાં અંધાધુંધી હોય, તેને બદલે તિથિની બાબતમાં અંધાધુંધી કહેવાનું બરાબર નઠરે. માટે તો પૃથક્કરણ બાદ કઈ બાબતમાં અંધાધુંધી અને કઈમાં નહીં? તે કહેવાય. ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૩) બે અમાસે બે પુનમે બે તેરશ તેના પુરાવા અંધાધુંધીના વખત પહેલાં ન મળે તો તે વાત બરાબર છે. પણ તે વખત પહેલાં મળી આવે તો તે વિચારણીય બની જાય. તે પહેલાના પૂરાવા નથી એમ આપે ખાત્રી કરી લીધી હોય તો જણાવશો પછી અમને તે માનવા સામે વાંધો નથી. પરંતુ ખોટા કે ખરા પ્રથમની કોઈ વાત ને આધારે તેઓ એમ બોલતા હોય, તો તેઓ એ જ અંધાધુંધી ચલાવી છે એમ ન કહી શકાય. જેમ કે શ્રી જિનવલ્લભસૂરિજી ની પહેલાના છ કલ્યાણકનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ મળી આવે તો તેમણે જ તે ચલાવેલ છે, એમ આક્ષેપ ન કરી શકાય. ૧૪) પર્વતિથિની ક્ષય વૃદ્ધિની બાબતમાં તો પહેલાં પ્રશ્ન આવી ગયો છે. ૧૫) હવે જે સાધુ વર્ગનિરાધાર રૂઢીઓની અપ્રામાણિક્તા સિધ્ધ કરવા તનતોડ મહેનત કરે છે તેના પૂરાવા તેઓ શા આપે છે? તેની પ્રામાણિક્તા અપ્રમાણિકતા શા પ્રમાણોથી નક્કી કરવામાં આવે છે? ૧૬) શ્રીઝવેર સાગરજી મહારાજનું હેન્ડબીલ વાંચતા તે વખતે પણ તિથિનો વિવાદ તો જણાય છે. શ્રી પૂજયે વડાકલ્પનો છઠ્ઠને ઊભો રાખ્યો ત્યારે શ્રી ઝવેર સાગરજી મહારાજશ્રીએ છ8 ને માટે કાંઈ ઉલ્લેખ કર્યો નથી તો તેનું શું થયું હશે? શું? કલ્પ અને ચૌદશના એમ બન્નેયના એક જ ઉપવાસથી ચલાવાયું હશે? એ શંકા ત્યાં ઉભી થાય છે. મારી નમ્ર સમજ મુજબ કલ્પઘરનો છઠ્ઠ એના બાહ્ય સ્વરૂપથી જણાય છે. ચૌદશ પર્વતિથિ હોવાથી ઉપવાસ અને અમાસ કલ્પસૂત્રનો વાંચન દિવસ હોવાથી શ્રી પર્યુષણા કલ્પસૂત્ર આરાધનાનો ઉપવાસ એમ બે ઉપવાસ મળીને છઠ્ઠ થઈ ગયો. એક બીજો પણ પ્રકાર છે. જે આત્માઓ બાર પર્વની આરાધના કરતાં હોય, અને ચૌદશ પૂનમ કે ચૌદશ અમાસ નો છટ્ટ કરતાં હોય, તેમને કલ્પસૂત્રની આરાધનાનોય ઉપવાસ આવે એમ પણ છઠ્ઠ થઈ જાય. મુખ્ય ધાર્મિક આમ કરતાં હોય, તેથી બીજા સામાન્ય ધાર્મિકો પણ પર્યુષણ જેવા મોટા પર્વમાં ઉપવાસથી ચૌદશની અને ઉપવાસથી કલ્પસૂત્રની આરાધના કરી છઠ્ઠ કરે તેને સામાન્ય રીતે પણ વડાકલ્પનો છઠ્ઠ કહેવાયો હોય. પરંતુ અમાસની અને કલ્પસૂત્રની એમ બન્નેની આરાધનાની દૃષ્ટિથી તે ઉપવાસ શ્રી ઝવેર સાગરજી મહારાજશ્રીએ એ રીતે કરાવ્યો હશે? કે એકજ ઉપવાસથી ચલાવ્યું હશે કે તેરશે કે એકમે તે કલ્પનો ઉપવાસ કરાવ્યો હશે તેનો ખુલાશો મળતો નથી. ૧૭) પાછળના ચાર દીવસોમાં ઘટ વધ આવે તો ચૌદશ કે એકમે કલ્પસૂત્ર વાંચવું એ શ્રી હીરપ્રશ્નનો જવાબ જોતાં શ્રી ઝવેરસાગરજી મહારાજ વ્યાજબી છે અને ૨૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ (શ્રી પજ્યની વાત બંધ બેસતી આવતી નથી. બીજને બદલે હાલની જેમ એકમનો ક્ષય કરી ને કે એકમને બીજ માનીને પણ કામ લીધું હોત તો પણ ૧૧ થી પર્યુષણ શરૂ થાય. એ વાત બરાબર છે. આથી શ્રી પૂજયની વાત કરતા શ્રી ઝવેરસાગરજી મહારાજશ્રી ની વાત ઠીક બેસે છે. પરંતુ તેમની વાતમાંથી કલ્પસૂત્રની આરાધનાનો ખુલાશો મળતો નથી. એ ત્રુટી તેમાં સ્પષ્ટ જણાય છે. ત્યારે શ્રીપૂજ્યની વાતમાં ૨ (બીજ) ને બદલે તેરસનો ક્ષય કરવાની વાતની ચોખ્ખી ત્રુટિ દેખાય છે પરંતુ તેમની વાતમાં એક ગુણ દેખાય છે કે કલ્પસૂત્રની શ્રી પૂજ્ય આરાધનાના ઉપવાસની ચિંતા રાખે છે. પરંતુ સામાન્ય અનુભવ ઉપરથી એમ | માલુમ પડ્યું છે કે તિથિની બાબત ઘણી આંટી ઘૂંટી વાળી છે. એક સાચવવા જતાં બીજે વાંધો આવ્યા વિના રહેતો નથી. પછી કોઈપણ પક્ષ લ્યો. કોઈ વખત એવા સંજોગ ભીડાઈ જાય છે કે કોઈ પણ પક્ષ એક તરફથી યોગ્ય નિર્ણય કરી જ શક્તા નથી. એક તરફ વાઘ અને એકતરફ નદીની સ્થિતિ હોય. તેથી ગુંચવણમાં સમતોલ પણું ગુમાવી બેસે તો કાંતો નદીમાં ડૂબે ને કાંતો વાઘનો કોળીયો બની જાય અને બહુ કાબેલ હોય તો બન્ને પક્ષથી બચે. એટલે શ્રીપૂજ્ય કલ્પસૂત્રની ચીંતા કરવા જતાં બીજનો ક્ષય તો કરવો નથી તેનો ન કરતાં ઠેઠ ૧૩નો ક્ષય લાવી મૂકવાની ભૂલ કરે છે. એકમ એ કાંઈ જન્મનો નિયત દીવસ નથી. જે દિવસે જન્મ વાંચન તે દિવસે ઉત્સવ થાય. એકમને બીજમાની હોય તો અમાસે જન્મ વંચાત. ચઉદશ કલ્પની આરાધના થાત ત્યારે ચઉદશનિમિત્તક ઉપવાસ ક્યારે કરવો ? તે તેરસે આવત તે ઉદયતિથિ નહીં. ત્યાં તે વાંધો આવત. ત્યારે તેરસે શું કલ્પની આરાધના કરે એ પણ બંધ બેસતું ન આવે. આ ગુંચવણમાં શ્રી પૂજ્ય અટવાયા તે ૧૨ – ૧૩ ભેગા કરવા લલચાયા. બીજ પર્વનો કાયમ કરવાના વિચારમાં ઠેઠ ૧૩ સુધી આવી પહોંચ્યા, પરંતુ તિથિ બાબતની ગુંચ જ એવી છે કે ભલભલાના મગજ ગુંચવાય તેમ છે. કોઈપણ પક્ષમાં ક્યાંક વાંધો આવ્યા વિના રહે તો નહીં હોય. આ સ્થિતિમાં નિર્ણય કરવો એ ઘણું જ દુર્ઘટ કામ છે. જેમ શ્રીપૂજ્યના કામમાં દોષ છે. તેમ શ્રીઝવેર સાગરજી મહારાજ ના કામમાં પણ કલ્પસૂત્રની આરાધનાના ઉપવાસનો પ્રશ્ન અદ્ધર રહી જાય છે. ૧૮) હીર પ્રશ્નમાં પૂનમ તુટે તો તેનો તપ ક્યારે કરવો? આ પ્રશ્નના જવાબમાં ભૂલી ન જવાય તો તેરશ ચૌદશ તપ કરવો. પણ તેરશે તપ કોનો? પૂનમની તિથિ નિમિત્તક કે ચૌદશની તિથિ નિમિત્તક? જ્યારે પર્વતિથિ કાળ નિમિત્તક તત્ પ્રતિબદ્ધ આરાધના એક વિહિત વસ્તુ છે. તો તેરશે ચૌદશે કોનો કોનો તપ કરવો? એ સ્પષ્ટ કરવાનું રહેશે. ભૂલે તો એકમે એ કોઈ મહત્ત્વની બાબત નથી. એકમે પણ ભૂલી જાયતો બીજે કે જયારે યાદ આવે ત્યારે કરી આપે એ જુદી વાત છે. પણ ન ભૂલે તો તેરશ ચૌદશે કરવાની આજ્ઞા શું સમજીને? તે સ્પષ્ટ કરવું જોઈએ. વગરનિર્ણય મોઘમ કહેવાથી કાંઈ તત્વ સમજાય નહીં. ૨૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ તો પછી ૧૧ સે ૧૨ સે પણ કરી શકાય તેમ કેમ ન કહ્યું ? તે ઉપરથી ૧૩ સે ૧૪ ચોદશ આરોપવાની સુચના કેમ ન હોય ? જ્યારે આરોપણ જૈન શાસનમાં થઈ શકે છે. ૭ મે આઠમનું આરોપણ કરવું પડે છે. તેમ આરોપણ કરવામાં આવ્યું હોય તો ? જ્યારે આરોપણ કરવાનું ધોરણ ઠર્યું છે. ત્યારે ઉદય તિથિનો સામાન્ય નિયમ ન પણ રહે કેમ કે ઉદય તિથિના નિયમ કરતાં અવિધમાન પર્વતિથિ ના દીવસને આરોપણ કરીને જન્મ આપવાની વાત વધારે મહત્ત્વની હોય, અને તેથી ઉદય તિથિ પ્રત્યાખ્યાન વેળાની વાતને ગૌણ સ્થાન મળતું હોય તો ? સામાન્ય નિયમ કરતાં વિશેષ બળવાન થાય. ૧૯) ચૌદશ એકમના કરે એવા સ્પષ્ટ શબ્દો હીર પ્રશ્નમાં છે ? જો હોય તો પછી ચોખું જ થઈ જાય છે કે પૂનમનો ક્ષય કબુલ્યો ને બીજી કોઈ તિથિમાં આરોપ કરવામાં આવેલ નથી. પરંતુ જો ચૌદશ એકમ એવા શબ્દો ન હોય, તો પ્રશ્ન ઉભો રહે છે. અને તેરશ ચૌદશ ટીપ્પણની અપેક્ષાએ બોલ્યા હોવાની પણ સંભાવના ગણાવવામાં આવે. કારણ કે ટીપ્પણાની અપેક્ષાએ તિથિઓની પ્રસિધ્ધિની અપેક્ષાએ પણ ઘણા જવાબ અપાયાના પ્રમાણો મળે છે. નહીંતર ક્ષયે પૂર્વા કહેવાનો અવસર જ ન હોત. સચિત્તત્યાગ બ્રહ્મચર્ય માત્ર એકજ દિવસમાં પાળવાની વાત હશે ? બંને ઉપવાસમાં તે પ્રમાણે પાળવાનું નહીં હોય ? માત્ર ઉપવાસ જ કરી લેવાનો હશે, પરંતુ જો પાક્ષિક પ્રતિક્રમણ બીજે ઉપવાસે જ કરવાનું હોય તો પૂનમ ને ખુંટતી રાખી એમ કહેવામાં સ્પષ્ટ પૂરાવો મળે છે. પણ તે ખુલાસો ન હોવાથી ઉભો રહે છે. સપ્રમાણ આ ખુલાસા કરશો. (૨૧) (૨૦) બે તિથિઓ ભેગી ન બોલાય. તેનું સમાધાન કોઈ એમ આપે કે ટીપ્પણાને હીસાબે બોલાય, પણ પર્વતિથિઓની મહત્તાની જાળવવાની જૈન શાસ્ત્રાજ્ઞા ભલામણની દૃષ્ટિથી ન બોલાય. એમ સ્યાદ્વાદ ગોઠવે તો ત્યાં આપણે શો જવાબ આપવો ? પૂનમને ક્ષયે તેરશ ચૌદશ નો આરોપ કરવાથી ઉદય તિથિમાં ક્ષતિ આવે છે. પણ પર્વતિથિને જન્મ આપવા માટે એ દોષ વ્હોરી લેવામાં આવે છે. માટે પર્વતિથિને જન્મ આપવા રૂપ મોટું કામ અને તમિત્તક આરાધના નો લાભ અપાવા રૂપ મોટા લાભ લેવા જતાં એટલો ગૌણ દોષ સેવી લેવામાં મોટી વિરાધના નથી એમ કહે તો તેને શો જવાબ આપવો ? પોતાનો દોષ કબુલ કરે અને મોટો લાભ બતાવે, તો તેમાં મોટી ભૂલ કઈ બતાવી શકાય ? તે જણાવશો. ? ૨૨) ઔદયિક તિથિને ફેરવવામાં આજ્ઞા ભંગાદિ દોષ છે. પણ પર્વતિથિ ઘટતી હોય તો તેને ઉભી રાખવા એ દોષ ન ગણાય. પણ એવું કાંઈ પ્રયોજન ન હોય ને ઉદય તિથિનો ભંગ કરે તો એ દોષ થાય. એમ એ આજ્ઞા નો અર્થ છે. આમ કહે તો તેના ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિરોધમાં શું કહેવું? આજ્ઞા ભંગાદિક દોષ કબુલ રાખે અને ઉપર પ્રમાણે પરિહાર જણાવે | તો શું કરવું? તેના વિરોધમાં શા પ્રબળ પ્રમાણો છે? પ્રમાણ ન મળે તો બંન્નેય ને બન્નેય તરફ ના અર્થ કરવાનો અધિકાર રહી જાય તેનું શું થાય? (૨૩) બે ચૌદશ ટીપ્પણામાં હોય, તો બીજી ચૌદશે ચૌદશ આરાધવાની થાય તો પાખી પ્રતિક્રમણ તો પૂનમે થાય, કેમ કે ચૌદશની સવારે બે ઘડી હતી. પછી તો પૂનમ બેસી ગઈ હોય છે. એટલે સાંજે તો પૂનમ હોય છે. તો ચૌદશે કરવાનાં પ્રતિક્રમણ પૂનમે કેમ થાય? આઠમનો ઉપવાસમાં સુર્યોદય વેલા સાતમ હોવા છતાં આઠમ માનીને આચાર્યની આજ્ઞાથી થાય છે. તેમ પૂનમ હોય છતાં ચૌદશમાનીને પાક્ષિક પ્રતિક્રમણ થાય. બે ઘડી સવારે ચૌદશ હોવા છતાં પછી આખો દિવસ પૂનમ છતાં ચૌદશ માનીને તમામ ધર્મ કરણી કરવાની છે. તે પ્રમાણે આચાર્યની આજ્ઞાથી ૧૩ સે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવામાં શો વાંધો? એમ કોઈ પૂછે તો શું કહેવું? આચાર્યની આજ્ઞાથી પૂનમે ચૌદશનું પ્રતિક્રમણ વાંધો નહીં, સાતમ આઠમ કરવામાં વાંધો નહીં, તો પછી આચાર્યશ્રીની આજ્ઞાથી તેરશે ચૌદશ કરવામાં શો વાંધો? “આઠમને ક્ષયે આઠમ છે. અને બીજી ચૌદશે થોડો વખત પણ ચૌદશ છે. પણ તેરશે તો ચૌદશની ગન્ધ પણ નથી હોતી એમ તો ચૌદશે ક્ષય માનેલી પૂનમ તો હોય છે. તો તેને પૂનમ માનવામાં શો વાંધો? અને તેરશે પ્રતિક્રમણ વખતે ચૌદશ બેસી ગઈ હોય તો જ પૂનમ તૂટે એટલે તેરશે સાંજે ચૌદશ હોવાથી પાક્ષિક થાય એમ કહે તો શું કહેવું. જેમાં સાતમને સવારે આઠમ આચાર્યની આજ્ઞાથી માનવામાં વાંધો નથી તેમ તેરશે આચાર્યની આજ્ઞાથી ચૌદશ માનવામાં શો વાંધો? એવી રીતે બે પૂનમે બે તેરશ કરવામાં પણ આચાર્યની આજ્ઞાથી કરવામાં શો વાંધો? (૨૪) એમ કહે – સાતમને આઠમ ગણવામાં ઉદય તિથિ તો સાતમ છે પણ આરોપથી આઠમ ઉદય મનાય. નહીંતર આઠમ નિમિત્તક આરાધનાનું પચ્ચખાણ સાતમ પૂરી થયા પછી લેવાય. ને આઠમ પૂરી થતાં જ પારણું કરવામાં હરકત ન ગણાય. સાતમને આઠમ ન માનીયે તો પર્વનિમિત્તક આરાધના ઊડી જાય. તેથી આખી ચઉદશને ન માનતાં બીજે દિવસે ઉદય થયાની ચૌદશ નિમિત્તકતપ કરાય પણ સાંજે પ્રતિક્રમણ વખતે પૂનમ છે તો પછી આગલા દિવસે આખી ચૌદશે ચૌદશ કાં ન આરાધવી ? સવારે ઉદય અને સાંજે પણ ચઉદશ છે. પણ શા કારણે બીજી ચઉદશ નિમિત્તક આરાધના કરાય છે? તેમાં શાસ્ત્રાજ્ઞા જ બળવાન માનીયે છીએ. આ સિવાય બીજો કોઈ સમાધાન છે? આગલી ચૌદશ જેમ ફલ્યુ છે તેમ પહેલી પૂનમ પણ ફલ્ગ ખરી પણ બાર પર્વ આરાધનારના તથા ચોમાસાના સહકૃત ઉપવાસ રૂપઅઠ્ઠમના પ્રયોજન ખાતર આચાર્યની આજ્ઞાથી ફલ્યુને પણ ઉપચારથી ૧૪ માનવામાં શો વાંધો? ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ વચનાત્ કિંન ભવતિ? આપ્ત પુરુષોની આજ્ઞાથી શું નથી થતું? એ વાતનું પ્રમાણ માનીએ તો? અલબત્ત, આત પુરુષોની આજ્ઞાના પ્રબળ પ્રમાણો હોવા જોઈએ. ખાલી વાતથી ન ચાલે એ દીવા જેવી વાત છે. મને લાગે છે કે તમારી પુસ્તકમાં જે વિધાનો થયા છે. તેમાંથી ઉપજતાં ઉપરના પ્રશ્નોના બંધ બેસતા પ્રમાણ ભૂત જવાબો મળવાથી આ વિષયમાં ઘણા વખતથી અભ્યાસ કરવાની જે મારી ધારણા હતી તેમાં ઘણી સફળતા મળવાની હું આશા રાખું છું. કશેક સામાન્ય છાંટસિવાય આ પુસ્તિકાને આક્ષેપ વિક્ષેપથી પર રાખવામાં જે કાળજી લેવાઈ છે તે ખરેખર આવકાર પાત્ર છે. આ જ મધુર શૈલીથી આગળની ચોપડીઓ લખાશે તો ઘણા લાભ થવાની આશા રહે છે. પંચાગ કયું માનવું? તે વિશેના પ્રશ્નો રજુ કરવામાં નથી આવ્યા. કેમ કે પંચાગ ગમે તે માનવામાં આવે, પણ તેને લીધે પણ ઉપરના જ મુખ્ય પ્રશ્નો ઉપસ્થિત થવાના. મારા પ્રશ્નમાં વધારે સચોટતાથી કે વધારે વ્યવસ્થિત સમજવા પ્રશ્ન પુછાયેલ છે. તો તેટલાથી ચોકવાનું કાંઈ કારણ નથી. કેમ કે તેવા પ્રશ્નોથી વસ્તુ સ્થિતિ સાચી બહાર આવે અને સત્ય વધારે કસોટીએ ચઢીને વધારે સ્વચ્છ થાય એ ઉદેશ છે. માત્ર ખંડન - મંડનના ઉદેશના વિના જિજ્ઞાસા બુદ્ધિથી પૂછાયેલા પ્રશ્નો અભ્યાસમાં મદદગાર થાય છે. જેના જવાબ ન આપી શકાય તો તે માટે પ્રયત્ન ન કરવો જ યોગ્ય છે. વિશિષ્ટ જાણકારથી માહિતી મેળવીને જણાવવા માટે વધારે યોગ્ય લાગશે. વાદવિવાદ કે ખેંચાખેંચીથી જવાબ આપવાની જરૂર નથી. સરલતાથી આપી શકાય તે જ જવાબ આપશો. કારણ કે તેથી મનનું સમાધાન થશે નહીં. મનમાં ગુંચવાડા ઉભા જ રહેશે. * મારો વિચાર આ વસ્તુ ઠેઠ સુધી સમજી લેવાનો છે. તે સફળ ન થાય. પછી ભલે કદાચ તમારી સામે પ્રશ્નો ન કરે. માટે શાન્તિપૂર્વક તર્કશુદ્ધ રીતે અને પ્રમાણ પૂર્વક ખુલ્લી રીતે જવાબ આપશો યા આગામી પુસ્તિકામાં સ્પષ્ટ કરશો તો વધુ યોગ્ય થશે. માણસે શું કરવું એ જુદી વાત છે અને સમજીને નિર્ણયાત્મક થઈને તે આધારે કરવું એ જુદી વાત છે. માટે પ્રશ્નના સમાધાન સંતોષ ઉત્પન્ન કરે તેવી રીતે ગુંચવણ વિના આપશો એવી આશા રાખું છું. પ્રશ્નોમાં કાંઈ પરસ્પર વિરુદ્ધ હોય તો તે સ્પષ્ટ કરવા વિજ્ઞપ્તિ છે. કારણ કે પ્રશ્ન તો હમેંશા એવા જ હોય. જો પ્રશ્નમાં ભૂલ ભરેલી બાબતો ન હોય તો પછી પ્રશ્ન તે પ્રશ્ન ન ગણાય. તે જ સમાધાન ગણાય. ૨૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૫) (પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ (રાજકોટવાળા)નો પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી પ્રેમસૂરિજી મહારાજ સાહેબ ઉપર લખાયેલો પત્ર) ૧૨ લોઅર ચીતપુર રોડ, ર જે માળે રૂમ નં. ૧૭ કલકત્તા ૧ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પરમ પવિત્ર સેવામાં ૧૦૦૮ વાર વંદના. મું. પિંડવાડા વિ. ચારિત્ર ચૂડામણિ આપમહાત્માપુ આત્માતા પ્રસિદ્ધ છે. વીતરાગ પરમાત્માના ધર્મ પ્રત્યેનો આપશ્રીનો અવિઘટક રાગ પ્રશંસનીય છે. સાથે જ સરળતા ભક્તિ - અતિચાર ભીરૂતા આપશ્રીના અનન્ય ગણાય છે. ખરેખર આપજેવાના પુનિત ચરણથી પૃથ્વી પુન્યવતી છે. જેથી પાપડંબર વિજય પામી શકતો નથી. ( પત્ર લખવાનો વિષય શ્રી પર્યુષણ પર્વમાં થતા બે ભેદ વિષે, બે અમાસના પ્રશ્ન વિષે છે. (૧) શ્રી પર્યુષણા જેવા મહા પર્વાધીરાજમાં ભિન્ન આરાધના દિવસો એ પર્વાધિરાજની આશાતના બની જાય છે. પરસ્પરની માન્યતા વિરુદ્ધ અનાદર એ પરંપરાએ સુક્ષ્મતાએ શ્રી મહા પર્વની આશાતના સુધી પહોંચી જતી હોય છે. કેમકે જે મહાપર્વનો નામોચ્ચાર પણ પરમ ભક્તિ ભાવ ભર્યા લ્કયોલ્લાસથી કરવા યોગ્ય છે. તે શ્રી પર્યુષણા હેજ પણ જુદી જુદી રીતે લોકોની જીભ અને દાંત વચ્ચે ચવાય એટલી પણ આશાતના છે. (૨) બાર તિથિની બાબતમાં કદાચ આપશ્રીને હજી પણ કાંઈ વિચાર કરવા જેવું લાગતું હોય તો તે જુદી વાત છે, પરંતુ આ વખત પુરતો શ્રી પર્યુષણા મહા પર્વની ભક્તિ અને સન્માન ખાતર દરેક સાથે આરાધના કરે એવો આપણા સમુદાયને આદેશ આપવામાં શી હરકત છે? * (૩) બાર તિથિની બાબતમાં ભલે સાચી માન્યતા હોવા છતાં પરમાત્માના બંધારણીય જૈન શાસનની શિસ્તને માન આપવાને હીસાબેશિસ્ત વિરુદ્ધ ભરાયેલા પગલાને Page #31 -------------------------------------------------------------------------- ________________ સુધારવામાં જ આત્માર્થીની આત્માર્થતા ચરિતાર્થપણું પામે છે. શાસનના અનન્ય ભક્ત જીવો પરમાત્માના શાસનની શીસ્તને માન આપવામાં જરા પણ વિલંબ થાય તો તેમનો આત્મા કમકમી ઉઠતો હોય છે. કેમ કે પરમાત્માએ ઉપદેશેલા પાંચ આચારમય શાશ્વતધર્મ કરતાએ શાસનની મહત્તા વધારે છે. કેમ કે શાસન પર્વનું આધાર પાત્ર છે. પરમાત્માની ભાવના પણ “સવી જીવ કરું શાસન રસી' ની હોય છે. શાસનરસીપણામાં ધર્મરસીપણું સમાય છે. શાસન એ વિશ્વોપકારનું અગ્રીમ સાધન છે. તે સ્થાપવાને લીધે શ્રી સિદ્ધ ભગવંતો કરતાં શ્રી અરિહંત ભગવંતોને પહેલો નમસ્કાર છે. “નમો તિર્થીમ્સ'માં પણ મુખ્યતયા પ્રવચન શાસન-તીર્થને નમસ્કાર છે. શ્રી સંઘ શાસનનો સંચાલક હોવાથી તેની પ્રધાનતા એ તિત્યસ્સ નો અર્થ પૂર્વાચાર્ય મહારાજાઓએ કરેલ છે. તીર્થ શબ્દનો મુખ્ય અર્થ બંધારણીય સંસ્થા છે. છતાં શ્રી ચતુર્વિધ સંઘ અર્થ પણ કરવામાં આવેલો છે. ખરી રીતે ધર્મ તંત્રના પાંચ સ્તંભ છે. ૧) શાશ્વત ધર્મ - પાંચ આચાર રુપ - ૨) શાસન સંસ્થા - તીર્થો - પ્રવચન - પાંચ વ્યવહારરુપ બંધારણ પૂર્વકની તીર્થકર પ્રભુએ સ્થાપેલી કલ્પવૃક્ષ જેવી મહાવિશ્વસંસ્થા. - ૩) શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ - ઉપરોક્ત મહાસંસ્થાનું જવાબદારી અને જોખમદારી પૂર્વક સંચાલન કરનાર અધિકાર સંપન્ન વર્ગ. અનુયાયીઓમાંથી અધિકારીઓ નિયુક્ત કરવામાં આવતા હોય છે. - ૪) દ્વાદશાંગી અને તંદનુસારી શાસ્ત્રો, માર્ગદર્શક ધર્મ શાસ્ત્રો જેમાં વિશ્વ વ્યવસ્થા, નવ તત્વો - સંખ્યાબંધ વિજ્ઞાનો, હેયોપાદેય રૂપ તત્વજ્ઞાન, છ સ્થાન, ચાર " પુરુષાર્થ, પાંચ આચાર, શ્રી શાસનના બંધારણીય નિયમો - વ્યવહારો, શ્રી સંઘના શ્રી ગણધરાદિક અધિકારીઓના અધિકારો, શાસ્ત્રોના પઠન પાઠનની પદ્ધતિઓ ધાર્મિક સંપત્તીઓના ઉપયોગ વ્યવસ્થા રક્ષણ વગેરે વિશ્વકલ્યાણકર માર્ગદર્શન જેમાં ભરપુર છે તે શાસ્ત્ર. ૫) ધાર્મિક સંપત્તિઓ – પાંચ આચાર શ્રી શાસન શ્રી સંઘ શ્રી આગમની આરાધનામાં અનેક અનુષ્ઠાનો, પ્રત્યેક અનુષ્ઠનોના અનેક વિધિઓ, પ્રત્યેક વિધિઓમાં ઉપયોગી થતા ઉપકરણો સાધનો વિગેરેનો ધાર્મિક સંપત્તિઓમાં સમાવેશ થાય છે. ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ પાંચ આચાર તરફનો ચતુર્વિધ સંઘ અને તેની પ્રત્યેક વ્યક્તિના આત્મામાં હ્દયમાં આદર ભક્તિ, તેનું પાલન કરવાની ઈચ્છા, વિધિની આવડત, નિશાળમાં ભણ્યા વિના અનુષ્ઠાનોના વિધિઓનો પરંપરાથી પ્રાપ્ત અનુભવ – રત્નત્રયી માટેની આંતરિક યોગ્યતાઓ વિગેરે ભાવ સંપત્તિઓ છે અને સ્થાવર જંગમ દ્રવ્ય સંપત્તિઓ છે, જેમાં પાંચ દ્રવ્યો સાત ક્ષેત્રો, બાર ધર્મ દ્રવ્યો, અને તેને લગતા નાના મોટા બીજા અનેક ખાતાઓનો સમાવેશ થાય છે. જેનો દ્રવ્ય ભાવ મિલ્કતોમાં ધર્મ સાધક અનેક પ્રકારના દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ સંબંધ અનુષ્ઠાનોનો સમાવેશ થાય છે. જેમાં ક્ષેત્રાશ્રીત ધર્મારાધન નિમિત્તો મહાતીર્થો - કલ્યાણક ભૂમિઓનો, તીર્થ રુપ બીજી ભૂમિઓ અને સ્થળો પર્વો મહાપર્વો કલ્યાણક દિવસો તથા બાર પર્વો વિગેરે કાળ નિમિત્તક ધર્મારાધનના પ્રતિકોનો સમાવેશ થાય છે. ઉપકરણાદિક રુપ દ્રવ્ય નિમિત્તક ધર્મોનો અને પ્રણિધાન આદિ જ્ઞાનાદિક રત્નત્રયીરુપ ભાવ નિમિત્તક ધર્મરુપ ભાવ સંપત્તિઓનો સમાવેશ થાય છે. (૪) આ પાંચ સ્તંભ ઉપર ધર્મ તંત્ર ઉભું છે જે મહાકલ્પ વૃક્ષ છે તેના એક પણ સ્તંભને ધક્કો લાગે તો પાંચેયને થોડો ઘણો લાગે જ છે. જેમ તેઓ પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે તેમ પરસ્પર મળેલા પણ છે. (૫) એકની મુખ્યતામાં બાકીના ચારની ગૌણતા હોય છે. એટલે બાકીના ચારેયનું નામ મુખ્યનું નામ આપી શકાય છે. એમ પચીસ પ્રકાર પડી જાય છે. દા.ત. ૧, શાશ્વત ધર્મને મુખ્ય રાખીએ તો દર્શનાચારમાં શાસન તીર્થ સંસ્થા સમાવેશ (ધમ્મતિત્વ) પામે છે. ચતુર્વિધ સંઘ આરાધક અંશમાં સમાવેશ પામે છે. શાસન જ્ઞાનાચારમાં સમાવેશ પામે છે. શાશ્વત ધર્મ પણ કહેવાય છે. (ઘમ્મો વજ્રઉ સાસઓ) સંપત્તિઓ પાંચે આચારમાં સમાવેશ પામે છે. તેથી બાકીના ચારેયને શાશ્વત ધર્મનું નામ આપી શકાય છે. ૨) એ જ રીતે શાસનની મુખ્યતામાં ઉપદેશ રુપ શાશ્વત ધર્મ સમાવેશ પામે છે. શ્રી સંઘ શાસનના સંચાલક અંગમાં સમાવેશ પામે છે. શ્રી આગમો શાસનનું માર્ગદર્શક નિયમાવલી રુપ અંગ બને છે. સંપત્તિઓ સર્વ પ્રકારના સંચાલન માટેની મુડી રુપ અંગ બને છે. તેથી બાકીના ચારેયને શાસન-તીર્થ કહી શકાય છે. ધમ્મ તિત્શયરે જિજ્ઞે’. એજ રીતે સર્વ સંભાળવાની જવાબદારી શ્રી સંઘની હોવાથી દરેકને શ્રી સંઘ નામ પણ આપી શકાય છે. કેમ કે ધર્મનું પાલન શ્રી સંઘમાં થાય છે. કરાવવામાં ૩) ૨૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ સહાયક હોય છે. શાસનનું સંચાલન કરવાની જવાબદારી શ્રી સંઘની છે. આગમોની રક્ષા વિગેરે શ્રી સંઘના હસ્તક છે. પ્રતિષ્ઠા લખવું લખાવવું કબજામાં રાખવા વિગેરે. ૪) ધાર્મિક સંપત્તિઓની સાર સંભાળ પણ શ્રી સંઘને આધીન છે માટે તેને શ્રી સંઘ કહેવામાં હરકત નથી. એ જ પ્રમાણે ધાર્મિક સંપત્તિઓમાં ઉપરના ચારે સમાવેશ પામે છે. દેવગુરુ ધર્મ જ્ઞાન સંઘ શાસનનું સંચાલન સંપત્તિઓ વિના અશક્ય બને છે. એમ ઉપરના ચારેનો સમાવેશ થાય છે. માટે ઉપરના ચારેયને પણ ધાર્મિક સંપત્તિઓ કહેવામાં હરકત નથી. ૫) શાશ્વત ધર્મ શાસનના ઉત્સર્ગ અપવાદરૂપ બંધારણીય પાંચ વ્યવહારોના નિયમો, શ્રીસંઘના અધિકારીઓના અધિકાર, વિશ્વ વ્યવસ્થા સાત ક્ષેત્રાદિકની રક્ષા વિગેરે તમામનું માર્ગદર્શન શાસ્ત્રોમાં છે. માટે બાકીના ચારેને શાસ્ત્ર પ્રવચન – શ્રુત કહેવામાં હરકત નથી. આમ પચીસ ભેદો થાય છે. (૬) શ્રી સંઘ અને શાસન એક છતાં જુદા પણ છે, શાસ્ત્રો અને શાસન એક છતાં જુદા પણ છે, આથી જ શાસન માટે તીર્થ પ્રવચન આજ્ઞા વિગેરે શબ્દો વપરાય છે. સંઘની ઘણી ગાથાઓમાં પવયણ અને સુઅ બંન્નેય શબ્દો એક જ ગાથામાં હોય છે. સંઘોવર બહુમાણો, પભાવણા તિત્યે, શ્રુતદેવીનો કાઉસગ્ગ અને પ્રવચન દેવીનો કાઉસગ્ગ જુદા જુદા હોય છે. તેથી પ્રવચન શબ્દનો મુખ્યાર્થ શાસ્ત્રો - ભગવદ્ વાણી છતાં શાસન અને સંઘ માટે તે શબ્દ વપરાય છે. પ્રવચન ઉડ્ડાહ નિવારવો ત્યાં શાસન અર્થમાં છે, પવયણ સંઘ વખાણીએજી, ત્યાં સંઘ શબ્દમાં પ્રવચનનો અર્થ છે એટલે કે નય સાપેક્ષ ગૌણ - મુખ્યતાથી ઉપચારથી પાંચેય પાંચેય રુપે હોઈ શકે છે. સ્યાદ્વાદના આશ્રય વિના આ બાબતો સંગત કરી શકાય તેમ નથી. (૭) ઉપરનું સંક્ષિપ્ત નિરુપણ એટલા માટે આપવામાં આવ્યું છે કે શાસનની વફાદારી મુખ્ય વસ્તુ છે તે તરફ ખાસ ધ્યાન ખેંચવા. આજે છેલ્લા સો વરસ લગભગથી શાસન અને શ્રી સંઘના નામોનો ઉચ્ચાર મોટા પાયા ઉપર થાય છે. પરંતુ તે બંન્નેના શિસ્ત બંધારણીય નિયમોની ઉલ્ટી ઉપેક્ષા થઈ રહી છે જેને મુખ્ય રાખવા જોઈએ. - 30 Page #34 -------------------------------------------------------------------------- ________________ મુનિ ઉપવાસ કરે છતાં ગુરુ આજ્ઞા કરે તો વધેલી ગોચરી વાપરી જવામાં ઉપવાસનો ભંગ નથી, અને એક વખત એ પ્રમાણે જોઈને બીજી વખત ગુરુ આજ્ઞા વિના વધેલી ગોચરી વાપરી જાય તો ઉપવાસ ભાંગે કેમ કે ગુરુની આજ્ઞા થઈ નથી મેળવી નથી. આમાં ઉપવાસ શાશ્વત ધર્માચાર છે, ત્યારે ગુરુ આજ્ઞાથી વાપરવું એ શાસનનો બંધારણીય નિયમ છે. યદ્યપિ ધર્મ મુખ્ય છે. પરંતુ તેનો આધાર શાસન ઉપર છે. માટે શાસન મુખ્ય છે, જ્યારે આજે તેની જ મોટા પાયા ઉપર ઉપેક્ષા થઈ રહી છે કેમ કે સર્વોપરિ ગણાતું ધર્મ ઉપર પણ ગણાતું વર્તમાન બાહ્ય શાસન તેના કાયદા તેના અમલદારો તેનું પબ્લીકની મિલ્કતો માનીને સાંપત્તિક રક્ષણ વિગેરેની અગત્ય પણે એવી અસર પડી છે કે બધું ઠીક ઠીક ચાલતું હોય તેમ દેખાય છે અને પરંપરાગત શાસન સંઘ શાસ્ત્રના આશ્રયમાં ઉલ્ટી વધારે ગુંચવણો ખેંચા – ખેંચી જણાઈ આવે છે તેથી પણ તેની ઉપેક્ષા કરીને જમાનાના નામે બાહ્ય ચીજોના આશ્રયથી કામ લેવાય છે. આથી ધર્મ પ્રવૃત્તી વધી છે. પરંતુ તે શાસન અને શ્રી સંઘની શિસ્ત અને બંધારણીય નિયમો વિરુદ્ધ વધેલ છે. તેથી પારમાર્થક દૃષ્ટિથી ‘ભૌતહન્દુ ઃ પાદસ્પર્શ નિષેધનમ્’ જેમ વિકાર થવાથી દિવસે દિવસે ધર્મશાસન શ્રી સંઘ વિગેરેનો પ્રભાવ હતપ્રહત થતો જાય છે. એટલું જ નહિં પરંતુ પોપટની માફક શાસન – સંધ – શાસ્ત્રના અનેક વખત નામ લેવાય છતાં તેનું અસ્તિત્વ ન હોય તે ખ્યાલ જ વધતો જવાની સ્થિતિમાં મુકાતો જાય છે. આગળ જતાં તેનુ અસ્તિત્વ એટલું ભુલાતું જશે અને તેની ઉપેક્ષા એટલી બધી વધી જશે તેમજ તેને સ્થાને બીજા જ તેવા જ ભળતા તત્વો એવા દાખલ થઈ જશે કે તે બાબતોના અસ્તિત્વ તરફ જ મુનિઓ વિગેરેનું પણ દુર્લક્ષ્ય થઈ ગયું હશે. પાંચ આચારના પાલનને જ શાસન માની લઈ તેની ભયંકર ઉપેક્ષા વધતી જશે કેમ કે વર્તમાન આચાર્ય મહારાજાઓના માનસમાંથી પણ જ્યારે લગભગ ઉપેક્ષીત જેવી સ્થિતિમાં છે. વિદેશિઓની ચાલ ધર્મારાધન વધારી ને તેમાં શાસનની ઉન્નતિ મનાવી ને તેની ઉપેક્ષા કરાવવાની છે. કેમ કે એ તત્વો કાયદાથી પોતે હાથમાં લીધેલા છે અને તેમાં વધારો કરવાના પ્રયત્નોમાં છે. તેમાં આપણો વિરોધ નથી પરંતુ તેમાં આડકતરો સહકાર હોય છે કે જે આપણા લક્ષ્ય બહાર હોય છે. ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ (c) આજે ખરી ધર્મારાધના શાસન અને સંઘના બંધારણીય તત્વોનો અમલ અને શિસ્તને પાછા અમલમાં લાવવામાં છે ભલે ધર્મારાધન ઓછું થાય પરંતુ શાસન સંઘ અને શાસ્ત્ર સાપેક્ષ ધર્મ આરાધન દેખાવમાં ભલે થોડું હોય પણ તે બહુ કિંમતી હોય છે. ‘યદલ્પમપિ તદ્ બહુ’ નહિતર ધર્મારાધના પણ શાસનની આશાતનામાં ફેરવાઈ જવાનો પ્રસંગ વધતો જાય છે. આ બધી વિચારણા જો પ્રમાણિક ભાસતી હોય તો ભલે બાર તિથિમાં સત્યતાનો નિર્ણય હોય તો પણ શાસન નિરપેક્ષ રીતે બિન બંધારણીય અને અશિસ્ત રીતે એના અમલમાં આશાતનાનું કારણ બની જાય છે. આત્માર્થી જીવો શાસ્ત્ર ભક્ત શાસનના વફાદાર જીવો તેને કેમ ચલાવી શકે? જેટલો વિલંબ તેટલી શાસનને શ્રી સંઘની આશાતના વધતી જાય છે. એમ મારો અંતર આત્મા પુકારે છે છતાં આમાં ભુલ થતી હોય તો સમજવા ઈચ્છું અને સમજાયે મિચ્છામિ દુક્કડં દેવામાં વિલંબ કરવાની ભાવના નથી. (૯) શાસનના સાચા વફાદાર આત્માર્થી જીવોને માનાપમાન નિંદા-સ્તુતિને લક્ષ્યમાં લે જ નહિ તેથી મારી દૃષ્ટિએ તો વડીલો આગળ આ જૈન શાસનની રહસ્યાત્મક વાત મુકીને આપે બાર તિથિની બાબતમાં જલ્દી શુદ્ધ થઈ જવા સ્વશિષ્યાદિકમાં આદેશ બહાર પાડી દેવો જોઈએ. એમ મારો અંતર આત્મા પુકારે છે. છેવટે પર્યુષણા મહા પર્વમાં તો તેની આશાતના ન થાય એ ખાતર પણ જાહેર કરી દેવું જોઈએ. તેમાં કોઈ પણ જાતની રાહ જોવી અને વિલંબ કરવો હિતાવહ નથી કેમ કે તેમાં કોઈ પણ મહત્ત્વનું શાસન હિતની દૃષ્ટિથી કારણ નથી. ને હોય તે શાસનની દૃષ્ટિમાં નજીવા કારણ હોય. તેને વળગી રહેવામાં કલ્યાણ નહિ. જે આત્માર્થીઓ હશે તે માનશે - માનશે તેની આરાધના - ન માને તો તેમની ઈચ્છા, શા માટે દોષમાં રહેવું? સાથે જ એમ પણ જણાવી દઈ શકાય કે આપણે આપની ભૂલ સુધારી દેવી જોઈએ. ભૂલ જાણ્યા પછી આપના સિવાય બીજા કોણ સુધરાવવાના છે. જાતે જ શા માટે ન સુધારવી અને પછીથી શ્રી સંઘને આપણે સાચી વાત સમજાવવા પ્રયત્ન કરી શકીશું. ખાસ મહત્ત્વના બંધારણીય કારણો વિના તે વિચારણાની ના પાડી શકે નહિં. અને મહત્ત્વના કારણો આપણને સમજાવવામાં આવે તો આપણે આગ્રહ રાખવાનું કારણ નહિં, પરંતુ આપણે ભૂલ જાણ્યા પછી તેને વળગી રહીએ તો શાસનની આશાતના કરી ગણાય. પરમાત્માનું શાસન ઠેઠ પહેલા તીર્થકરથી ચાલ્યું આવે ૩૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ છેિ. તેમાં ઘણી બાબતો શાસ્ત્રોમાં ન હોય કે જુદી રીતે હોય તેવી પણ ચાલતી હોય તેને કે બીજી યોગ્ય ચાલતી હોય છતાં કોઈને તેમાં ફેરફાર કરવો યોગ્ય લાગે તો પોતાની ઈચ્છા પ્રમાણે સહુ ફેરફાર કરવા લાગી જાય તો શાસન ડહોળાઈ જ જાય કે બીજું કાંઈ? તેમ કરવાની પૂર્વ પુરુષોની મનાઈ છે. આજની ભૌતિકવાદી વિચારધારાથી ઘણાના જુદા જુદા વિચારો હોય છે અને ઘણી ઘણી ભ્રમણાઓથી પણ સાચી લાગતી બાબતો છે તો તેઓને પણ પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરવા દેવો જોઈએ તેમ થવાથી શાસન કેટલું ડોળાય? શ્રી સંઘ આગળ વાત મુકીને સમજાવી કબુલ કરાવી સૌની સાથે અમલ કરી શકાય ચર્ચા વિચારણા થાય, પણ અમલ કરવામાં શિસ્તનો આશ્રય લેવો જ જોઈએ. (૧૦) બાર તિથિની બાબતમાં તપાગચ્છના અગ્રગણ્ય અન્ય આચાર્યો ઉપર આપણે અસર પાડી શક્યા નથી. આપણે જ ગીતાર્થ છે અને તેઓ નહિ એમ કહેવાનો કે માનવાનો આપણને અધિકાર શો? તેમજ અન્ય ગીતાર્થોએ અવારિત આચરણા હોય તે પ્રભુની આજ્ઞા બરાબર ગણાય. પરંતુ તે વારિત હોય જેની સામે વિરોધ પ્રવર્તતો હોય તેને ચાલુ રાખવાનો અધિકાર શો? કયો એવો મુદ્દો છે કે આપણે કરેલી ભુલને સંઘને માટે વળગી રહી શકીએ. (૧૧) શિસ્તની ભૂલ કર્યા પછી તેનો અમલ કર્યા પછી તે ભૂલ ન સુધારતા-ને સમજાવ્યા પછી ભૂલ સમજાય તો છોડવાનો આગ્રહ કરવો અને સમજાવવાની જવાબદારી સામે નાંખવી તેમાં તર્ક શુદ્ધ તત્વ કયું છે? ભૂલ સુધાર્યા પછી જ સમજવાની માંગણી કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે પહેલા નહિ જ, આ તર્કશુદ્ધ સ્થિતિ છે. એ જાતની માંગણી કરવાનો અધિકાર જ પ્રાપ્ત થતો નથી. એવી માંગણી જ તર્કથી વિરુદ્ધ અને અનબંધબેસતી છે હા, એ તર્કને હજી પણ કદાચ સ્થાન આપી શકાય કે શિસ્તની ભૂલ ન સુધારવામાં આવે ત્યાં સુધી ભૂલ કરનારની વાત પણ ન સાંભળવી અને તેને સમજાવવાનો પ્રયત્ન પણ ન કરવો, આ જાતનો શાસનનો કોઈ બંધારણીય નિયમ જાણવા માટે જાણવા માગવો જોઈએ. નહીં કે તેની ફરજ પાડવી જોઈએ અને તેઓ કોઈ નિયમ બતાવે પછી તેની સમજૂતી માંગવાનો અને છોડવામાં વિલંબ કરવાનો રહેતો નથી, આ ન્યાયી સ્થિતિ છે. બારતિથિના પ્રશ્નમાં એકતરફ શ્રી સંઘ છે અને બીજી તરફ ચાલુસ્થિતિમાં પરિવર્તન કર પક્ષ છે. સંઘ આ બાબતમાં પક્ષકાર નથી. ૩૩ - - - Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી સંવત્સરિનાં પ્રશ્નની બાબતમાં અનેક પક્ષો ભલે છે અને તે બાબત વિચારણા કરવી જરૂરી પણ છે. તેમાં શ્રી સંઘ સ્થિત પક્ષ છે અને બીજા પક્ષકારો છે. પક્ષકાર સિવાય સ્થિત પક્ષના હાથમાં એટલા પુરતું ન્યાયનું તોલન હોય છે, નહિતર શ્રી સંઘનું અસ્તિત્વ ન રહે અને શ્રી સંઘ ન્યાયનું વિશ્વકેન્દ્ર છે તે પણ લુપ્ત ગણાય. એક પક્ષ સિવાયના બધા સ્થિત પક્ષમાં ગણાય. સ્થિત પક્ષમાંનાઓના પક્ષ જ્યારે વિચારણામાં લેવાય ત્યારે તમામ સામા પક્ષવાલા સ્થિત પક્ષમાં ગણાય પરંતુ આની સૂક્ષ્મ સમજ કોઈ વખતે ચર્ચીશ હાલ પ્રસંગ નથી. શ્રી સંઘમાં ન્યાય નથી કેમ કે જુદા - જુદા પક્ષોમાં વેંચાયા છે એમ બોલવું કે માનવું એ શ્રી સંઘ અને શાસનની મહા આશાતના છે. આપણે અણસમજણમાં હોઈએ ત્યાં સુધી ગમે તેમ બોલીએ નહિતર મહાપાપ લાગે. એટલે તેમાનાં અનેક પક્ષો બાર તિથિમાં ન ગણાવાય. અને શ્રી સંવત્સરિના પ્રશ્ન વખતે પણ પાંચમની ક્ષય વૃદ્ધિ પ્રસંગને ઉદેશીને પાછી બાર તિથિની વિચારણા ઊભી થવાની જ છે એ વખતે એની વિચારણા પક્ષાગ્રહ વિના કરવાનો અધિકાર પ્રાપ્ત થાય જ છે એમ મારી સમજ છે. ' (૧૩) તે વખતે પણ જેમને શિસ્તની ભૂલ કરી હોય તેને પણ તે સુધારવી જ પડે. વિચારણા બીજી વાત છે. વિચારણાનો સૌને અવકાશ રહેવાનો. જૈન શાસનમાં કોઈનેય સ્વચ્છંદે વર્તવાનો અધિકાર નથી પછી ભલે તે શાસન ધુરંધર આગમઘર દેશનાદિવાકર-ચારિત્ર ચક્રવર્તી કે પ્રબળ પરિવારઘર હોય, સૌ નમ્ર બાલકો સમાન જ પરમાત્માના શાસન આગળ છે. (૧૪) એટલે મારી નમ્ર સમજ મુજબ બારતિથિની બાબતમાં તુરંત જ યોગ્ય પગલાં ભરી લેવા જોઈએ. પહેલા ભૂલ કરી હોય તે પહેલા ભૂલ સુધારે આવી આવી બાબતો શાસનભક્ત ન આગળ કરી શકે. ૧ કેટલીક વખત મોટી બાબતનો પ્રસંગ હોય ત્યારે નાની નાની બાબત ન જોવાય, ઉપેક્ષ્ય ગણાય. ૨. કેટલીક વખત સૂચિકટાહ ન્યાયથી નાની બાબત પહેલી પતાવાય અને મોટી બાબત પછી રખાય. ૩. કેટલીક વાર ઉપલોથર ઉતારીયે તો નીચેની બાબત હાથમાં આવે, ભલે મહત્ત્વની વસ્તુ નીચે હોય. જેમ જેમ ઉપ૨ના થર ઉતરતા જાય તેમ તેમ નીચેની બાબત હાથમાં આવતી જાય. ૩૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ આમ અનેક ક્રમ હોય છે. જ્ઞાતી, પંચ, શ્રી સંઘ, મહાજન સંસ્થાઓમાં આવી પદ્ધતિઓ હોય છે. જેનો હાલમાં આપણને પરિચય નથી. હાલના બહુમત અને હાલની કોર્ટોના કામ કાજોનો સામાન્ય ખ્યાલ હોય છે. કોર્ટ સર્વોપરી મનાએલી હોવાથી જુદા - જુદા કેસ તરીકે એકી સાથે જુદા - જુદા જજો પાસે કેસ જુદી – જુદી બ્રીફો મારફત જુદા જુદા કેસ એકી સાથે ચલાવી શકાય છે. પરંતુ તેના ઉપર ન્યાયની જવાબદારી નથી તેથી માત્ર આધુનિક કાયદા પ્રમાણે ફેસલા આપનાર સંસ્થા હોય છે. જ્યારે આજે રાજ્ય જ્ઞાતી – સંઘ-મહાજન શાસન માટે ન્યાયને ચડીયાતો હોય છે તેથી આજના ન્યાય અને આપણા ન્યાયમાં આકાશ પાતાલનું અંતર છે. માટે અન્યની ભૂલોને આગળ કરીને આપણને આપણી માન્યતા પકડી રાખવામાં આગ્રહમાં ન રહેવું જોઈએ. જે યોગ્ય ન્યાયી અને ઉચિત નથી તેમાં આગ્રહ તત્વ દાખલ થતું હોય છે. આરાધના ન જળવાય. (૧૬) આટલી વિચારણા પછી શું કરવું તે તો આપશ્રીની ઈચ્છાની વાત છે તેમાં કોઈ મહત્ત્વનું કારણ હોય તો મારો કોઈ આગ્રહ નથી. પરંતુ જે કોઈ શાસનના નિયમો સિદ્ધાંતો તરફનું કા૨ણે હોય તો મારે કાંઈ કહેવાનું રહેતું નથી બીજા કારણને મહત્ત્વ ન આપી શકાય. જે કરવું તે મક્કમ પણે સ્પષ્ટ રીતે જ કરવું અને નિભર્યતાથી છડે ચોક કરવું તેમાં આરાધના છે. પાછળથી તેમાં પસ્તાવો થાય તેમ ન થવું જોઈએ. પહેલા બરાબર વિચારવું તપાસવું, પરંતુ કર્તવ્ય લાગ્યા પછી કોઈનીયે દાક્ષીણ્યતા રાખવી તે વિરાધના તરફ લઈ જાય. (૧૭) પટ્ટકને બાર તિથિની બાબતમાં અવકાશ નથી, કેમ કે તેમાં એક તરફ સકલ તપાગચ્છ સંઘ અને એક તરફ એક પક્ષ છે. પટ્ટકને અવકાશ માત્ર સંવત્સરીની બાબતમાં છે. પરંતુ ક્યારેક એક નિર્ણય અશક્ય બની જાય ત્યારે પટ્ટક ક૨વો જ પડે. બાર તિથિની બાબતમાં પટ્ટકનો નિયમ લાગુ પાડવો તે પણ ન્યાય વિરુદ્ધ છે તેમાં શાસનની શિસ્તની મર્યાદા જાણનાર સમ્મત ન પણ થાય અને તેવી અઘટીત માગણીનો સ્વીકાર ન થાય અને વખત લંબાય તેથી શાસનમાં અસમાધિ ઉભી રહે તેના દોષના ભાગીદાર આપણે બની જઈએ તેથી બાર તિથિની બાબતમાં પટ્ટકને અવકાશ હોય એવો કોઈ તર્ક મને સમજાતો નથી. (૧૮) સં. ૧૯૫૨ પહેલા બાર તિથિની બાબતમાં અરાજકતા હતી એમ કદાચ હોય છતાં ૧૯૫૨ પછી તો એક ધારી આચરણા રહી છે. છતાં સંવત્સરિની વિચારણા પ્રસંગે તેનો વિચાર કરવાનો રહેવાનો જ છે. ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૧૯) તેથી તેની વિચારણા કરવા તેઓને આગ્રહ કરવો એ તર્ક શુદ્ધ નહિ થાય. વળી બાર તિથિ બાબતનો વચ્ચેથી નીકાળ થઈ તે બાબત વચ્ચેથી ઉચકાઈ જાય એટલે સંવત્સરિના પ્રશ્ન પાસે પહોંચી જઈ શકાય. નહિંતર તે પ્રશ્ન દૂર રહે ત્યાં શાસનની આશાતના થાય. શાસનની આ સ્થિતિમાં અનેક શાસનને હાનિકારક અનિષ્ટ તત્વો પ્રવેશ કરી દૃઢ મૂલ થઈ જાય તેને પાછા કાઢવા અશકય કે દુશક્ય બને તેની જવાબદારી કોની? માટે એકેક બાબતને ઉકેલતા જવાની જરૂરી છે આપણે નહિ ઉકેલીએ તો કોણ ઉકેલશે? આ વાત સાથે સંબંધ ધરાવતી બાબત આપણે બાજુએ રાખવી અને બીજી વાત ઉકેલવા જણાવવી એમાં શાસનની સાપેક્ષતાને સ્થાન આપ્યું કેમ કહી શકાય? આપણે આપણા તરફથી સૌથી પહેલા સુધારો કરી નાંખવો જોઈએ તેમાં વિલંબ કે બાનું કાઢી જ કેમ શકાય? કેમ કે આપણને શાસન વ્હાલુ છે. એની ભક્તિને માનનાર છીએ. ધારોકે બીજા ભૂલ કરે છે. તે નથી માનતા તો તેમાં તે આશાતના કરે છે. માટે આપણને આશાતના કરવાનો શું અધિકાર મળી જાય છે? શાસનનું તેજ વધારવા સૌથી પહેલાં આપણી ફરજ છે. બીજાનો દાખલો લેવો આપણને શોભે નહિ. બીજા શાસનની વફાદારી ન જાળવતાં હોય તેનો દાખલો આપણાથી કેમ લેવાય, તેનો દાખલો આડો કેમ ધરાય? જો આપણે શાસનના સાચા ભક્ત હોઈએ તેમ છતાં કાંઈ ખટકતું હોય તો આપણું મંતવ્ય પ્રામાણિક પણે જણાવીને તેમાં ફેરફાર થવાના દોષનો ટોપલો સામા પક્ષ ઉપર નાંખી દેવો જોઈએ (૨૦) અહીં એક પ્રશ્ન થશે કે નબળાઈથી કે સામા મોટા પક્ષથી કે બળવાન પક્ષથી ડરીને નમતું મુકવાનું શાસન ભક્તથી બને જ કેમ? એ પ્રશ્ન મહત્ત્વનો છે. પરંતુ એવો પ્રસંગ બારતિથિની બાબતમાં નથી કેમ કે શિસ્ત ભંગતે વસ્તુની સત્યતા - અસત્યતા સાથે સંબંધ ધરાવતો નથી. તેને માટે ફરીથી પણ પ્રમાણિક અને વિહિત સાધનોથી લડી શકાય છે. અને તેના પ્રામાણિક કારણોને દરેકે આખરે પણ સ્થાન આપવું જ પડે તેને માટે આપણી તમન્ના અને ખમીર જોઈએ. પરંતુ એક વખત કરેલી ભૂલને વળગી રહેવામાં ખમીર પ્રદર્શન નથી. સંવત્સરિનો પ્રશ્ન પતી ગયા પછી પણ બાર તિથિની બાબતમાં કાંઈ પણ કરવા જેવું લાગે તો વિધિપૂર્વક શ્રી સંઘ આગળ નિરાગ્રહ પણે અવશ્ય લાવી શકાય છે. બળીયાના બે ભાગ શાસનમાં ન હોય. પક્ષો રહી ગયા છે તેને અવિહિતં માનીને ચાલવું પડે છે. તેમ આમાં પણ બને તો શોભા શી? તેના કરતા શ્રી સંઘ આગળ વિહિત ચીજની કબુલાત કરાવામાં જ શોભા છે તેમાં જ શ્રી શાસન તરફની વફાદારી છે. (૨૧) આટલી વિચારણા બાદ થોડાક માર્ગદર્શક શાસ્ત્ર વાકયો ટાંકુ છું જે ધ્યાનમાં લેવા યોગ્ય છે. ૩૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ मार्गभेदस्तु य: कश्चिन्निजमत्या विकल्प्यते । स तु सुंदरबुद्ध्यापि क्रियमाणो न सुंदर : ॥ (દ્વારા દ્વારા માશુદ્ધિ ૦૬-૨૬) નીચે લીટી કરેલા શબ્દો ખાસ વિચારમાં લેવા વિજ્ઞપ્તિ છે. તે જ દ્વાદશ દ્વાત્રિશિકાની પાંચવી - છઠ્ઠી ગાથા અને તેની ટીકામાંની ગાથા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ચાલુ બાબતમાં માર્ગદર્શક બને તેમ છે. આ ઉપરાંત, સંઘાચાર વૃતિમાં પૃષ્ઠ ૩૯૩ ઉપર મૂલ ગાથા ૫૧ મી છે. તેની ટીકા વાંચી જવા જેવી છે. તેમાં ગીયર્થી અવારિયતી પદ વિચારવું, ત્યારે બાર તિથિની બાબતમાં વારણા પ્રસિધ્ધ છે. એકંદરે ૪૯ - ૫૦- ૫૧ ત્રણે ગાથાની ટીકા વાંચી જવા જેવી છે. ગાથાઓ તો માત્ર દિગદર્શન રૂપે ટાંકી છે. આપશ્રી સામે તો શાસ્ત્ર પાઠો અનેક જાતના ઘણા જ હશે, પરંતુ ઉપરના શાસ્ત્ર પાઠો પણ બારતિથિના અશિસ્તથી કરેલા પરિવર્તનને વળગી રહેવામાં સહાયક રહેતા નથી. (૨૨) એકવાર અમલ કર્યો કે હવે તેમાં ફેરફાર કેમ થાય આ પ્રશ્ન ભવભીરુન જ કરે તેમાં આરાધના છે. શ્રી ગૌતમસ્વામી, ભગવાન પાસે હારી ગયા તો શું નુકશાન થયું. તો જ મોક્ષ પ્રાપ્તિ થઈ. જીતીને ઘેર ગયા હોત તો નસીબમાં સંસાર જ લખાયેલો હતો. તે માટે કેટલીક વાર હારમાં મહાજીત છુપાયેલી હોય છે અને જીતમાં મોટી હાર છુપાયેલી હોય છે. માટે આત્માર્થી સંવિગ્ન પુરુષો પારમાર્થીક લાભાલાભ જુએ છે. (૨૩) તો બારતિથિની બાબતમાં જો અંતરઆત્મા શિસ્તની પણ ભૂલ હોવાનું કબુલ કરતો હોય તો તે સુધારી લેવામાં વિલંબ કરવો એ આત્મા ઉપર બોજો રાખવા બરાબર છે. પરભવમાં શું? તેમાં થોડો વિલંબ બહુ જ આવશ્યક કરવો યોગ્ય લાગતો હોય તો શ્રી પર્યુષણ પર્વની વિરાધનાથી બચવા બચાવવા તેમાં તો તેટલા પુરતો આદેશ સર્વ આજ્ઞાવર્તઓને વેલાસર આપી દેવો જોઈએ. તપાગચ્છના અગ્રગણ્ય આચાર્ય મહારાજાઓ જે વાતને માન્ય રાખે છે. કોઈ માન્ય ન રાખતા હોય એવી વાત પ્રસિદ્ધ કરવામાં જોખમ છે. એટલાથી તેની વિચારણાનો અધિકાર નથી રહેતો એમ નથી. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વિચાર કરતા મને એમ જણાયું છે કે બાર તિથિ પટ્ટકનો વિષય જ નથી કદાચ શ્રી સંવત્સરિ એનો વિષય સંભવે. 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ તેમજ શિષ્યાદિ પરિવારમાં વિરોધ પ્રવર્તતો હોય તો તેમને સમજાવી લેવા. તેઓ આજ્ઞા પાળવા બંધાયેલા છે જ. છતાં તેઓશ્રીની કોઈ પણની મહત્ત્વની અને પ્રામાણિક દલીલ વિગેરે હોય તો તેને ધ્યાનમાં લેવા જ જોઈએ. પરંતુ તેનામાં દલીલ માત્ર જ કે આગ્રહ માત્ર ન હોવા જોઈએ. તે કસોટી પર ચડાવી દેવા જોઈએ. ‘આગળ ઉપર જોવાશે’ એ કોઈ મહત્ત્વનું કારણ કે દલીલ નથી. એક તરફ મહાશાસન અને એક તરફ બાલજીવો છીએ. એક તરફ તેની અપભ્રાજના નિવારણ. આજે તેની મહાઉપેક્ષા થઈ રહી છે. એટલે કે તેનું, તેની શિસ્ત, તેના બંધારણીય નિયમોનું અસ્તિત્વ જ ન હોય તેવા વલણ આપણા શ્રી સંઘમાં ઘણા તરફથી લેવાઈ રહ્યા છે. તે સ્થિતિમાં દિવસો કાઢવા કેટલું શાસન ઉપર જોખમ છે ? માટે તાબડતોડ ઘટતો પત્ર વ્યવહાર કરી છેવટે આત્માની શુદ્ધિ માટે પણ આ પગલું ભરવું મને તો યોગ્ય જ લાગે છે. આ વાત તરફ આપશ્રીનું ખાસ લક્ષ્ય ખેંચ્યું છે આપના જેવા મહાત્માઓ ન્યાયને સમજનારા છે. આત્માર્થી છે. તેથી આપણી માન્યતાને વળગી રહેવાનો આગ્રહ ન હોવો જોઈએ કે જે સુધારવા જેવો હોય. આ વિસ્તૃત પત્ર કોઈની પ્રેરણાથી લખાયેલો નથી. પરમાત્માના શાસનના સતત શુભ ચિંતનમાંથી મળેલી પ્રેરણાથી લખાયેલો છે. હું નથી જાણતો કે સારી કે માઠી કેવી અસ૨ ક૨શે ? કોઈ શુભ પરિણામ ને લાવશે કે કેમ તે હું કહી શકતો નથી. શુભ ઈરાદાથી લખેલો છે. તેની ખાત્રી આપી શકું છું. કોઈને ખોટી દોરવણીની ભાવનાથી લખેલ નથી. છતાં તેમાં કોઈ પણ આશય દોષ, તર્ક દોષ, અવિનય, અવજ્ઞા, ઉત્સૂત્રતા વિગેરે કોઈ પણ હોય કે જણાય તો તે વિષે મિચ્છામિ દુક્કડં દઉં છું. પ્રયાસ કરતાં કદી પણ સફળ થાય માટે પ્રયાસ શુભ ચાલુ રાખવાના ઈરાદાની સફળતા માત્રથી પણ મને તો સંતોષ છે. હું પત્રનો ઉત્તર માંગતો નથી. આપશ્રીને યોગ્ય લાગે તો લખશો, નહિતર કાંઈ નહિં. આનો અમલ કરવા ન કરવા સાથે મારે કોઈ સંબંધ નથી. આપશ્રીનો અંતર આત્મા કહે તેમ કરવા આપશ્રી જાતે મુખત્યાર છો. આ પત્ર આપ શ્રી પુરતો જ ખાસ છે. આપશ્રીને યોગ્ય લાગે તેમને કે તેમની પાસે વંચાવવા હરકત નથી. લીખીતમ્ – સેવક પ્રભુદાસ બેચરદાસ પારેખની ૧૦૦૮ વાર વંદના. મારી પાસે બીજી નકલ નથી યોગ્ય લાગે તો નકલ કરાવી લઈ આ કોપી મને મોકલવા કૃપા કરવા વિજ્ઞપ્તિ છે. આપને ઉચિત લાગે તો, મારો આગ્રહ નથી. ૩૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. " (પૂ. આ. અશોકસાગર સૂ.મ.ની પુસ્તિકામાંથી સાભાર) પ્રમાણિક અર્થની દિશા “મયે પૂર્વા તિથિ: હાર્યા, વૃદ્ધી હાર્યા તોત્તર” માત્ર શબ્દાર્થ ‘‘ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ કરવી, અને વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરની તિથિ કરવી.’ કોનો ક્ષય ? અને કોની વૃદ્ધિ ? ‘તિથિનો ક્ષય અને તિથિની વૃદ્ધિ.’’ એટલે નીચે પ્રમાણે અર્થ થાય. ‘‘તિથિનો ક્ષય હોય, ત્યારે પૂર્વની તિથિ કરવી અને તિથિની વૃદ્ધિ હોય, ત્યારે ઉત્તરની તિથિ કરવી.’ ૩. એટલે ચોથનો ક્ષય હોય તો ત્રીજ તિથિ કરવી ? ત્રીજનો ક્ષય હોય તો, બીજની તિથિ કરવી? બીજનો ક્ષય હોય તો, એકમની તિથિ કરવી? એકમની તિથિનો ક્ષય હોય તો – પૂનમ કે અમાસની તિથિ કરવી ? પૂનમનો કે અમાસનો ક્ષય હોય તો ચૌદશની તિથિ કરવી ? અને ચૌદશની તિથિનો ક્ષય હોય તો તેરશની તિથિ કરવી? ઈત્યાદિ. એજ પ્રમાણે ચોથની વૃદ્ધિ હોય તો પાંચમની વૃદ્ધિ કરવી ? પાંચમની વૃદ્ધિ હોય તો છઠ્ઠની વૃદ્ધિ કરવી ? છઠ્ઠની વૃદ્ધિ હોય તો સાતમની વૃદ્ધિ કરવી? શો અર્થ બન્નેય પાદના કરવા? ૪. પરંતુ આ પ્રઘોષ પર્વતિથિની આરાધનાના પ્રસંગમાં છે. એટલે પર્વતિથિની આરાધના કરવા માટે પર્વતિથિ ક્યારે કરવી? ૩૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ એટલે “ઉદયમિ જા તિહી. “થી સૂર્યોદય વખતે જે પર્વતિથિ હોય, તેને તે પર્વતિથિ ગણીને તે નિમિત્તક આરાધના કરવી. સામાન્ય તિથિ પણ એ રીતે જ નક્કી થાય. તો પછી ક્ષય અને વૃદ્ધિ તથા પૂર્વ અને ઉત્તરા શબ્દોની સંગતિ થશે નહીં. તો તેની સંગતિ શી રીતે કરવી? ત્યારે પ્રકરણને અનુસરીને - પર્વતિથિનો ક્ષય હોય ત્યારે (સતિસપ્તમીનો અર્થ કરવાથી) અને “ક્ષયે તથા વૃદ્ધોની” પહેલા પર્વતિથિ શબ્દો જોડવાથી, તે જોડીને અર્થ કરવો. એટલે કે, પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પ્રથમની તિથિ કરવી, તથા પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યાર પછીની તિથિ કરવી. ૬. પર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ એટલે શું? આ બાબતની વિચારણા થોડીવાર પછી કરીશું. ૭. પ્રથમની તિથિ કરવી અને પછીની તિથિ કરવી એટલે શું? પર્વતિથિનો ક્ષય હોય ત્યારે, પ્રથમ તિથિને પર્વતિથિ તરીકે કરવી. અને પર્વતિથિની વૃદ્ધિ હોય, ત્યારે પછીની પર્વતિથિને પર્વતિથિ તરીકે કરવી આવો અર્થ થશે. ૮. પર્વતિથિ નથી, અથવા બે છે, તો પર્વતિથિ શી રીતે કરવી? આ ગુંચવણના ઉકેલ માટે આ પ્રઘોષ ખાસ સાધન છે એ આ ઉપરથી નક્કી થાય છે. ૯. તો, ક્ષય - વૃદ્ધિની તિથિની માસિક કે પાક્ષિક સંખ્યાનો મેળ શી રીતે મેળવવો? પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને વધારો કરીને મેળ મેળવવો. બીજો ઉપાય નથી. ૧૦. એ અર્થશા ઉપરથી કાઢવો? અર્થપત્તિથી કાઢવો? પૂર્વની અપર્વતિથિ હતી, તે તેની પછીની પૂરી પર્વતિથિના રૂપમાં ફેરવાઈ ગઈ, એટલે પછી તે ક્યાં રહે છે? માટે તે પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરી માટે ગણાય. ४० Page #44 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે, વધેલી બીજી પર્વતિથિ પૂરી પર્વતિથિ બની ગઈ. આગળનો વઘારો તે પાછળ લેવાઈ ગયો. તેથી એ વઘારો તેની પહેલાની અપર્વતિથિને મળવાથી તેનો વધારો કરવો રહે. . દા.ત. આઠમના ક્ષયે સાતમનો ક્ષય, અને આઠમ બે હોય ત્યારે સાતમ છે. ૧૧. પૂર્વે પણ પર્વતિથિ હોય, તો તેનો વધારો ઘટાડો કેમ કરવો? પૂર્વતિથિને અક્ષય રાખવા માટે તો આ પ્રઘોષ છે, એટલે કે એક પર્વતિથિ હોય, તો તે પ્રઘોષ એકનું રક્ષણ કરે, અને એ સાથે હોય તો, બેનું રક્ષણ કરે. બન્નેયનું રક્ષણ કરે. તેની ક્ષય વૃદ્ધિ થવા જનદે. તેની સામે બીજી કોઈ બાબત આવી શકે જ નહીં. જેને માટે તે પ્રઘોષ છે, તેને બચાવવા માટે પોતાની સંપૂર્ણ ફરજ બજાવે જ નહીંતર આ પ્રઘોષની શી જરૂર જ નહોતી. “કેમ જરૂર નહોતી? પર્વતિથિની ક્ષય વૃદ્ધિ આવે છે, માટે તેની વ્યવસ્થા માટે આની જરૂર હતી.” તો તેની વ્યવસ્થા કરવાનું કામ પોતે પૂરું કરશે? કે અધુરુ રાખશે?” “પૂરું કરશે.” તેથી એક પર્વતિથિનું રક્ષણ કરે, અને બીજીનું રક્ષણ કેમ ન કરે? એ બને કેમ? પર્વતિથિને તો કોઈ સ્પર્શી શકે નહીં. એવી ખબરદારી પ્રઘોષ રાખે જ. ૧૨. બીજો કોઈ ઉપાય કરવામાં આવે તો શો વાંધો? બીજો કોઈ ઉપાય છે જ નહીં. છે? પર્વતિથિ ખાતર અપર્વતિથિને જ સહન કરવાનું રહે, બીજું કોણ સહન કરે? '' બીજો ઉપાય પણ શો થઈ શકે તેમ છે? નથી જ. ૧૩. આ પ્રઘોષ શા માટે છે? “પર્વતિથિનો ક્ષય કે, તેની વૃદ્ધિ ન થાય તે માટે છે. તે પૂરી અને એક જ તિથિ પર્વતિથિ રૂપે રહે” આ વ્યવસ્થા માટે આ પ્રઘોષ છે. અપ૮ ૭ : ૪૧ - - - - - - Page #45 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ બારેબાર પર્વતિથિ બરાબર ઊભી રહે. તેની વધઘટ ન રહે. લગભગ ૬૦ ઘડીની એ સંપૂર્ણ અને એક જ રહે. તેમાં ન વઘારો, ન ઘટાડો, ન લંબાઈ, ન ટુંકાપણું, ન અભાવ, ન બેવડાપણું. ૧૪. આમ કરવાનું કારણ શું? જૈન ટીપ્પણમાં આમ બનતું હશે, માટે એ વ્યવસ્થા ટકાવી રાખવા આ વ્યવસ્થા કરી, માર્ગદર્શન આપ્યું લાગે છે. કે પ્રામાણિક તરીકે માન્ય લૌકિક ટીપ્પણા કે જેને આધારે તિથિ જાણી લઈ, “ક્ષયે પૂર્વાઇપ્રમાણે ફેરફાર કરવાથી, આરાધના માટે પર્વતિથિઓ બરાબર જૈન ટીપ્પણા પ્રમાણે સંગત રીતે મળી રહે માટે આ પ્રઘોષની રચના કરવી પડી હોય, અને તે દ્વારા માર્ગદર્શન આપ્યું હોય. તેથી આ પ્રઘોષ ખાસ અવલંબનરૂપ બની રહે છે. પર્વતિથિની બાબતમાં આ પ્રઘોષ આધારસ્તંભ રૂપ બની રહે છે. ૧૫. તો અહીં સુધી પ્રઘોષનો શો ભાવાર્થ થયો? શો ભાવાર્થ સમજાય છે? “પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની અવપર્વતિથિનો ક્ષય કરવો. અને તે ઔદયિક અપર્વતિથિને જપવતિથિ તરીકે બનાવી લઈ, આખી અપર્વતિથિને જ ૬૦ઘડીની લગભગ પર્વતિથિ બનાવી લેવી. એટલે ક્ષય તો પ્રથમની અપર્વતિથિનો ઠરાવી દેવો. સૂર્યોદય વખતે સાતમ હોય, પાછળની રાતમાં નોમ હોય. પણ સૂર્યોદય પછી નોમ ગણવાની હોય છે. તેથી આખા દિવસ ગણાવાતી સાતમને આખી આઠમ બનાવી દેવી. તેજ પ્રમાણે, પર્વતિથિની વૃદ્ધિ હોય, એટલે પર્વતિથિ બે હોય, ત્યારે બીજી પર્વતિથિને ૬૦ઘડીની પૂરી એક પર્વતિથિ બનાવી દેવી. જેથી બીજે દિવસે સૂર્યોદય વખતે ૬૦ ઘડીની પર્વતિથિ બરાબર બની રહેશે અને બીજી પર્વતિથિ સંપૂર્ણ ૬૦ ઘડીની પર્વતિથિ બની રહે. એટલે કે પૂર્વની અપર્વતિથિ બે બનાવી દેવી. જેથી સંખ્યાની ગણતરીમાં હરકત આવશે નહીં. કેમ કે પૂર્વની પર્વતિથિને બીજીમાં ભેળવી દેવાથી એક આખી પર્વતિથિ થઈ. તેથી આગળનોદિવસ પાછળની અપર્વતિથિ બીજી ગણાય. ૪૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ એ જ પ્રમાણે. જો બે પર્વતિથિ પાસે પાસે હોય તો, બન્નેય પૂરી રહે. વૃદ્ધિ કે ક્ષય પ્રસંગે પણ પ્રથમની અપર્વતિથિનો વૃદ્ધિ કે ક્ષય કરી લેવો. આમ થવાથી, બારેબાર પર્વતિથિઓ બરાબર પૂરી. ન મોટી, ન નાની, ન લાંબી, ન ટુંકી, ન ક્ષીણા, ન વૃદ્ધા બની શકે છે. અર્થાત્ ૧૪-૧૫ (પૂનમ), ૧૪-૦)) (અમાસ) બેમાંથી કોઈપણ એકના ક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વતિથિ તેરશનો ક્ષય કે વૃદ્ધિ કરી લેવાનો જ રહે. ૧૬. પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ એટલે શું? ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે વધારો એક કરતાં વધુ એટલે કે આ ઠેકાણે બે. ૧૭. પર્વ કે અપર્વ કોઈ પણ તિથિનો ક્ષય કે વધારો થાય નહીં? ના, ન હોય. એટલે કે સદંતર અભાવ કે એકને બદલે બે ન હોય. ૧૮. તો શી રીતે હોય છે? તિથિની ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ ઓછી એવી રીતે હોય કે કોઈપણ બેમાંથી આગળ પાછળનાં એકેય સૂર્યોદયને સ્પર્શે નહીં, તેને ટુંકી તિથિ કહી શકાય. એ જ પ્રમાણે, ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ એટલી વધારે હોય, કે સામાન્ય માપ કરતાં વધારે ઘડીઓ હોય, તેથી તે તિથિને દીર્ધ - લાંબી તિથિ કહી શકાય. પરંતુ ટૂંકી કે લાંબી તિથિ -પર્વતિથિ પણ હોય તો ખરી જ. ન તેનો સદંતર અભા . હોય, નતે બે કે ત્રણ રૂપ હોય, પણ તે પણ એક જ હોય. ૧૯. તો પછી ક્ષય અને વૃદ્ધિ શી રીતે ગણાય? પરંતુ જ્યોતિષ શાસ્ત્રકારોએ ટિપ્પણાની માટે-લગભગ ૬૦ઘડીની નિયતમાપના વાર સાથે મેળ બેસાડવા ખાસ વ્યવસ્થા કરી, કે - “(૧) એક વાર ત્રણ તિથિ ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ). સ્પર્શે, એટલે વચલી તિથિ-પહેલાના કે પાછળના- એમ બેમાંથી એકેય સૂર્યોદયને ન સ્પર્શે, તેથી તેની ક્ષયસંજ્ઞા - ટિપ્પણામાં દર્શાવવી.” અને એ જ પ્રમાણે - એક તિથિને ત્રણ વાર સ્પર્શે, જેથી એકતિથિને સૂર્યોદય કાળે તો બે જ વાર સ્પર્શે, માટે એ લાંબી તિથિને -બે તિથિ તરીકે ટિપ્પણામાં દર્શાવવી. ક્ષયનો દાખલો વૃદ્ધિનો દાખલો સોમ ૬ (છઠ્ઠ) સોમ ૬) છ8 મંગળ ૮ (આઠમ) મંગળ ૬, બે વાર લખવી પડી છે. આમાં ટિપ્પણામાં સાતમ | બે વારમાં બતાવવાની હોવાથી બે લખાણી જ નથી || વાર તિથિ બતાવવી જ પડે છે. બીજો ઉપાય નથી. આમટિપ્પણામાં અભાવ રહેવાથી તેની ક્ષયસંજ્ઞા પાડવી પડી છે, અને ટિપ્પણામાં એક તિથિ બે વાર લખવી પડતી હોવાથી તેની વૃદ્ધિ સંજ્ઞા પાડવી પડી છે. એટલે હવે, વાસ્તવિક અર્થમાં ટૂંકી અને લાંબી તિથિ છે. છતાં સંજ્ઞાના બળથી તેને ક્ષીણા તિથિ અને વૃદ્ધિ તિથિ એટલે “બેવડાયેલી તિથિ” એવી સંજ્ઞાનો વ્યવહાર કરવો પડે છે. કેમકે ખાસ પ્રયોજન હોય તો જ, તે તે શાસ્ત્રના રચનારા પોતાની રચનામાં સુગમતા લાવવા માટે, જરૂરીયાત પૂરતી જુદી જુદી સંજ્ઞાઓ નક્કી કરે છે. તેથી સંજ્ઞાને મુખ્ય સ્થાન આપવું પડતું હોય છે. હવે જ્યારે, સંજ્ઞાને બળવાન ગણવી પડે છે, તો, (૧) ટૂંકી પણ તિથિ સાક્ષાત્ વિદ્યમાન છે. છતાં સંજ્ઞાબળથી તેનો અભાવ ગણવાનું ઠરે છે અને (૨) લાંબી પણ એક જ તિથિ છતાં, સંજ્ઞાના બળથી, તેને બેગણવાનું ઠરે છે. જેથી ટિપ્પણમાં તિથિનો અભાવ, તથા એક તિથિ બે દિવસ લખાય છે. આ ઉપરથી એ પણ સમજવું યોગ્ય થઈ પડશે કે :(૧) એક વાર ને બે તિથિ સ્પર્શે, તો એકેયનો ક્ષય ગણાતો નથી. કેમ કે બંનેય સૂર્યોદયને સ્પર્શતી હોય છે. એ જ પ્રમાણે, (૨) એક જ તિથિને માત્ર બે જવાર સ્પર્શતા હોય તો પણ, વૃદ્ધિ ગણાતી નથી. કેમ કે સૂર્યોદય વખતે તો એક એક જ વાર સ્પર્શતો હોય છે. ४४ Page #48 -------------------------------------------------------------------------- ________________ માટે, જે સૂર્યોદયને તે તિથિ સ્પર્શતી હોય, તે જ વારે તે તિથિ ગણાય છે. સૂર્યોદય પહેલાં પાછળનો વાર સમાપ્ત થતો હોય છે. આ માટે “ઉદયમિ-જા તિહી. એ ગાથા તો સર્વસામાન્ય રીતે ટિપ્પણા માટે સર્વ પર્વકે અપર્વતિથિઓ નક્કી કરવા માટેનો ઉત્સર્ગનિયમ-મુખ્ય નિયમ બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ એકવારને ત્રણ તિથિ સ્પર્શતી હોય, અને જેને સૂર્યોદય નસ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખન થાય. કેમ કે ‘ઉદયમિજા તિહી.” એ ગાથા તો સર્વસામાન્ય માટે -ટિપ્પણા માટે સર્વ તિથિઓ નક્કી કરવાનો ઉત્સર્ગ નિયમ-મુખ્ય નિયમ બતાવનાર સૂત્ર તરીકે સિદ્ધ છે. અર્થાત્ (૧) એક વારને ત્રણ તિથિ સ્પર્શતી હોય અને જેને સુર્યોદય ન સ્પર્શતો હોય, તે વચલી તિથિને ક્ષીણા તિથિ ગણી, ટિપ્પણામાં તેનો ઉલ્લેખ ન થાય. કેમ કે ઉદયમિ જા તિહી' સૂત્ર તે વચલી તિથિને લાગુ પડી શકતું જ નથી. માટે તેનો અભાવ પરિભાષિત કરવો પડે છે. એ જ પ્રમાણે - (૨) એક તિથિને ત્રણ વાર સ્પર્શતા હોય, તેથી તેને બે સૂર્યોદય સ્પર્શે છે, માટે એક તિથિ બે વારમાં લખાય છે. તેથી પણ તે બે ગણાય છે, કેમ કે બે સૂર્યોદય તેને સ્પર્શ છે. ત્રણ સૂર્યોદય સ્પર્શતી હોય તો ત્રણ વખત એક જ તિથિ લખવી પડત. પરંતુ એમ કદી બની શકે જ નહીં. કેમ કે તિથિની એટલી બધી લંબાઈ હોતી નથી. એટલી બધી ઘડી તેની હોતી નથી. એટલે ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે બે. આ પારિભાષિત અર્થ નક્કી થયો. ૨૦. હવે, પર્વતિથિનો ક્ષય એટલે અભાવ હોય, અને વૃદ્ધિ એટલે બે હોય, ત્યારે શું કરવું? આ પ્રશ્ન ઊભો થાય છે. ક્ષય - અભાવ છે, માટે તેને અને તનિમિત્તક આરાધના જવા દેવી? ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ ના” અને એ જ પ્રમાણે - વૃદ્ધિ એટલે બે છે. માટે તેની આરાધના બે દિવસ સુધી કરવી? “ના.” “તો શું કરવું?” પર્વતિથિનો અભાવ પણ ન ગણવો, અને તેને બે પણ ન ગણવી. શ્રી પૂર્વાચાર્ય મહારાજાઓની ચાલી આવતી આ વ્યવસ્થાના આધાર ઉપરથી પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ન હોય”, એ જગની લોકવાયકા (લોકવાક્યતા) પ્રચલિત થયેલી હોય એમ સંભવિત લાગે છે. ૨૧. તો શું કરવું? ૧. અભાવમાં સંપૂર્ણ સદ્ભાવ કરવો. એ જ પ્રમાણે - ૨. બીજી હોય તો બીજી એક ને જ આખી કરી લેવી. એટલે ૧. પહેલાની અપર્વતિથિનો અભાવ ઠરી જાય. અને એ પ્રમાણે ૨. પહેલાની પર્વતિથિ હોય એ પણ કાયમ ન રહેતા, પહેલાંની અપર્વતિથિ બની જાય. એટલે કે બેવડી ગણાઈ જાય. પરંતુ આ ગોઠવણ ટિપ્પણમાં કરવાની નહીં. પર્વતિથિની આરાધના પ્રસંગમાં આ પ્રમાણે ગોઠવણ વ્યવસ્થા કરી લેવી. બીજા કાર્યો માટે નહીં. ૨૨. અને જો બે પર્વતિથિ પાસે પાસે હોય, તો? બનેય પર્વને અક્ષત-પૂરા રાખવા. કેમ કે-એપ્રમાણે કરવા માટે તો આ પ્રઘોષ છે. ૨૩. આ ઉપરથી ઉદયમિજા તિહ૦ સાથે પ્રઘોષનો સંબંધ જણાતો નથી. વાસ્તવિક રીતે પ્રઘોષ તો માત્ર ટિપ્પણાને જ સ્પર્શે છે. “ઉદયમ્મિ માત્ર અભાવ, કે માત્ર બે કરી ! આપે છે, અને તે પ્રમાણે ટિપ્પણું રચાય છે. ૧. ટિપ્પણાં જે પર્વતિથિનો ક્ષય બતાવ્યો હોય તેને પુર્નજન્મ આપે છે. (ટૂંકી તો હતી જ. તેનો ક્ષય -અભાવ ઠરાવ્યો, તેને પૂરીનો સદ્ભાવ કરાય છે.) | આમ ત્રણ અવસ્થાઓ થાય છે. ટૂંકાપણું, અભાવ, સદ્ભાવ. એટલું જ નહીં, પણ ૪૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ પર્વતિથિને સૂર્યોદય સ્પર્શતી ન છતાં સૂર્યોદયને સ્પર્શતી બનાવે છે, ઉપરાંત લગભગ ૬૦ ઘડીની સંપૂર્ણ બનાવે છે. એ જ પ્રમાણે – ૨. ટિપ્પણામાં જે એક પર્વતિથિ બે દિવસ લખાઈ હોય, તેમાંના બીજા દિવસે ભલે બે ત્રણ ઘડીની કે તેથી ઓછી વત્તી હોય, તો પણ તેને લગભગ ૬૦ ઘડીની પૂરી પર્વતિથિ બનાવી આપે છે. બેપણામાંથી એકપણું કરી આપે છે. પૂર્વનો ભાગ લુપ્ત કરી આપે છે, એટલે સ્વત્વ લુપ્ત કરી પૂર્વની અપર્વ તિથિનું – અર્થાત્ – સંખ્યા માટે બેવડાપણું કરવામાં સહાય કરે છે.* ૩. અને જો પૂર્વે પણ પર્વતિથિ હોય, તો તેને પણ લગભગ ૬૦ ઘડીની એક અને પૂરી પર્વતિથિ તરીકે કાયમ રાખે છે. પૂર્વેની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ ઠરાવે છે. એટલે ‘‘યાવત્ સંભવ ઃ તાવ વિધિઃ’’ તે ઉપાય કરતાં ‘‘પર્વતિથિ માટે જ પ્રઘોષનું અસ્તિત્વ છે. એટલે પછી તે એક હોય, બે હોય, પણ દરેકનું રક્ષણ કરવું જ. એ પ્રઘોષની પૂરી ફરજ.’’ એ ઉપાય કદાચ લાઘવતાથી પણ વધારે બંધ બેસતો પણ થતો હોય તેમ લાગે છે. તેના ફલિતાર્થરૂપે કે સ્ટીકરણ માટે, ‘‘યાવત્ સંભવ, તાવવિધિઃ’’ એ પરિભાષા લગાડવી હોય તો વાત જુદી છે. ૨૪. એટલે ફલિતાર્થ શો થયો ? ૧. ૨ શુ./ ૨/ ૫ | ૫ ૮ | ८ ૧૧ | ૧૧ ૧૪ | ૧૪ ૧૫/ ૦)) નો ટીપ્પણામાં ક્ષય હોય તો ગણતરી કરવામાં ,, 29 "" 19 ', શુ. / વ. ૧ | ૧ ४७ ૪ | ૧૦ ૧૩/ ૧૩ ܡ の ૭ ૧૦ ૧૩ ૧૩ નો ક્ષય ગણવો "" ,, "" * પ્રકાશકીય :- ભા.સુ. ૪ અને ભા.સુ. ૫ બંને પર્વો ચૌદશ પૂનમ અને ચૌદશ અમાસની જેમ પાસે પાસે છે. "" ,, Page #51 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે શુ. વ. ૨ | ર બે હોય તો ૨-૨ બીજી બીજ પહેલી બીજ અપર્વ આખી પર્વતિથિ બીજી એકમ ગણવી ૫ ૫ ૫-૫ બીજી પાંચમ આખી પર્વતિથિ પહેલી પાંચમ અપર્વ બીજી ચોથ ગણવી ૮ ૮ ૮-૮બીજી આઠમ આખી પર્વતિથિ, પહેલી આઠમ અપર્વ બીજી સાતમ ગણાય ૧૧ ૧૧ ૧૧-૧૧ બીજી અગિયારસ પહેલી અગિયારસ અપર્વ આખી પર્વતિથિ, બીજી દશમ ગણાય ૧૪ ૧૪ ૧૪-૧૪બીજી ચૌદશ આખી ચૌદશ, પહેલી ચૌદશ અપર્વ બીજી તેરસ ૧૫ ૦)) ૧૫-0)) બીજી પૂનમ કે બીજી અમાસ પહેલી પૂનમ તથા આખી પૂનમકે અમાસ ગણાય અમાસ અપર્વબીજી તેરસ પર્વતિથિઓને અક્ષત રાખવા માટે આ સિવાય બીજો ફલિતાર્થ આવવાની શક્યતા જણાતી નથી. કેમ કે ભાવ નિક્ષેપે સાક્ષાત રહેલીની તે નિમિત્તે આરાધના કરવાની હોય છે. તેની આરાધના ન કરાય. તો પ્રાયશ્ચિતો શાસ્ત્રોમાં બતાવેલા છે. ૨૫. આવા આર્થ કરવાના પ્રમાણો શા શા છે? ૧. પર્વ તિથિનો ટિપ્પણામાં ક્ષય હોય છે ત્યારે, અ. પર્વતિથિ સૂર્યોદયને સ્પર્શતી ન હોવા છતાં - આ. તથા તેની પૂર્ણતા પણ સૂર્યોદયને સ્પર્શતી હોવા છતાં - છે. તે પર્વતિથિ સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદયની પહેલાની નજીકની ક્ષણ સુધી તેને સંપૂર્ણ તે પર્વતિથિ જ માનવામાં આવે છે, માનવી જોઈએ. અને ૪૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ ઈ. સૂર્યોદયથી કે તેની પહેલાંથી અને નવા સૂર્યોદય સુધી તે પર્વતિથિ નિમિત્તક કરાતી સર્વધર્મારાધનાતે પર્વતિથિની આરાધના સર્વમાન્ય રીતે પૂર્વકાળથી ગણાતી આવી છે, અને આજે પણ નિર્વિવાદ રીતે સૌ એ પ્રમાણે જ ગણે છે. ટિપ્પણામાં આઠમના ક્ષયે સૂર્યોદય વખતે સાતમ છતાં – ત્યારથી જ આઠમ હોય એમ માની આખા અહોરાત્રમાં તે જ પર્વદિવસને નામે કરાતી દરેક ધર્મ ક્રિયા તે જ પર્વ દિવસની ગણાય છે. એટલે તેનો ક્ષય – અભાવ રહેતો નથી. સદ્ભાવ આવે છે. તેથી જ પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરીમાં ગણાય છે. તથા પર્વતિથિનો ક્ષય બોલવો એ વ્યવહારથી પણ પૂર્વાચાર્ય ભગવંતોએ ઉચિત માનેલ ન હોય. એ જ પ્રમાણે - પર્વતિથિ ટિપ્પણામાં બે લખાઈ હોય, ત્યારે આ પ્રઘોષના બળથી અ. બીજી પર્વતિથિને આખી પર્વતિથિ માનવાની રહે છે. આ. અને તે ભલે, બે કે ત્રણ એમ ઓછી વસ્તી ઘડીની હોય, છતાં, ઈ. તેને સાઠ ઘડીની આખી ગણીને, ઈ. આખો દિવસ એટલે કે બીજા દિવસના સૂર્યોદય પહેલાં સુધીની ક્રિયા તેની જ ક્રિયા ગણાય છે. પૌષધ -પ્રતિક્રમણ - ઉપવાસ - દેવવંદન - વિગેરે જે કોઈ ક્રિયા તે પર્વતિથિ નિમિત્તક હોય, તે સર્વતેની જ ગણાય. અને પૂર્વાચાર્યભગવંતોને પણ એ પ્રમાણે સંમત હોય, એમ જણાય છે. જેથી આજે પણ સર્વમાન્ય રીતે એમ જ બોલાય છે, ને મનાય છે, ને કરાય છે. સવારમાં બીજી આઠમ કે બીજી ચૌદશ કે બીજી પૂનમ માત્ર બે ત્રણ ઘડી જ હોય, પછી તરત નોમ, પૂનમ કે એકમ બેસી જવા છતાં, પૌષધ - ઉપવાસ-પ્રતિક્રમણ વિગેરેનોમના, પૂનમના, કે એકમના ગણાતાં નથી, મનાતા નથી, કોઈ એ પ્રમાણે કદી કહેતા પણ નથી. વ્યવહાર કરતા પણ નથી. આ એક સર્વમાન્ય અને નિર્વિવાદ સિદ્ધ બાબત છે. ૧. એટલે કે સાતમના ભાગમાં તથા નોમના ભાગમાં પણ વાસ્તવિક રીતે તો ક્ષયે - પૂર્વાના બળથી એક જાતનો ગર્ભિત રીતે ઉપચાર પણ હોય છે. બન્ને બાજુ ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત આઠમ તો નથી જ, તેથી જેટલા ભાગમાં આઠમ નથી, એટલા ભાગમાં તો ઉપચાર થાય છે. અને ઉપચારના બળથી સાતમનો ભાગ - અને નોમનો ભાગઆઠમ બની રહે છે. એવો ઉપચાર કરવાનું બળ ક્ષયે - પૂર્વા ૦ પ્રઘોષ આપે છે. ૨. બે ઘડીની બીજી પર્વતિથિ ૬૦ઘડીની બનાવાય છે. તે પણ ક્ષયે પૂર્વાના પ્રઘોષના બળથી જ. કેમ કે બે ઘડી પછી આવનારી પછીની તિથિ છતાં, પછીની ન ગણાતાં આખો દિવસ આઠમ જ ગણાય છે. નોમ કે નોમની ક્રિયા ગણાતી નથી. આ જાતની ચાલી આવતી આચરણા એ મોટામાં મોટું સ્પષ્ટ પ્રમાણ હોવાનું આપણે જાણી શકીએ છીએ જેમાં કશોય વિસંવાદ નથી. ૨૬. બેમાંની પૂર્વની તિથિ ફલ્યુ હોવાથી પહેલી પૂનમને કે અમાસને ચૌદશ પર્વતિથિ કેમ બનાવી શકાય? પહેલી ૧૫કે અમાસ, પૂનમ કે અમાસ વિગેરે તરીકે ફલ્યુ છે પરંતુ બીજા કોઈ દિવસ તરીકે ગણવામાં ફલ્યુ નથી હોતી એ સ્પષ્ટતા “તત્ત્વ તરંગિણિમા” કરેલી જોવામાં આવે છે તથા બીજા દિવસેને સંપૂર્ણ પર્વતિથિ બનાવેલી હોવાથી પણ, પહેલી તિથિ પણ પહેલી તિથિ રૂપે ન રહી તેથી ફલ્યુ એટલે પણ પૂર્વની આખી તિથિ તરીકે તેને માનવામાં હરકત રહેતી નથી અન્ય તરીકે ફલ્થપણું ગણેલું નથી. જો - કે ટિપ્પણામાં પ્રઘોષથી કરાતા ફેરફાર પણ વાસ્તવિક રીતે પદાર્થ – વ્યવસ્થા દૃષ્ટિથી તો ઉપચાર રૂપ હોય છે – આ બધી વ્યવસ્થા ઉપચારના આધારરૂપ હોય છે કેટલાક ઉપચાર અનિવાર્ય હોય છે, તેથી ઉપચરિત પદાર્થને પણ સાક્ષાત્ પદાર્થ તરીકે માનીને, તેનો ઉપયોગ કરાતો હોય છે કરવાનો હોય છે, અને તે વિહિત અને પ્રમાણિક પણ ગણાય છે. પ્રઘોષનું કાર્યક્ષેત્ર જ લગભગ ઉપચાર કરાવવા પૂરતું છે. માટે ઉપચારથી બધી વ્યવસ્થા બની શકે છે. આ વધુ સૂક્ષ્મ સ્પષ્ટતા છે. આ વિષયમાં પણ ઉપચાર માનવાનો કોઈથીયે સર્વથા નિષેધ કરી શકાય તેમ તો નથી જ. ઉપચારને ઠીક ભાષામાં સંસ્કાર પણ કહી શકાય. વ્યાકરણમાં આવા ઘણા દાખલા હોય છે. નહીંતર, ક્ષયપ્રસંગમાં જેટલી ઘડી પર્વતિથિ હોય તેટલો જ વખત પર્વતિથિ બોલાય, ૫૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ અને તેટલો વખત જ તેની આરાધના કરાય. અને એ જ પ્રમાણે – પર્વતિથિના વૃદ્ધિના પ્રસંગમાં ૬૦ ઉપરાંત પણ જેટલી ઘડી હોય, તેટલા વખત સુધી ઠેઠ આરાધના ચાલુ રાખવી જોઈએ. એની પછી તિથિ ફરતી હોવાથી પછી આરાધના ચાલુ રાખી શકાય નહીં. એ પ્રમાણે જ પર્વતિથિની આરાધના કરવી જોઈએ. સિવાય ન થઈ શકે. એટલે કે સોમવારના સૂર્યોદયથી આઠમની આરાધના શરૂ કરી મંગળવારના સૂર્યોદય કે સોમવારના સૂર્યોદય પછી બે ત્રણ ઘડી આઠમ હોય ત્યાં સુધી જ આઠમ પર્વતિથિની આરાધના કરાય, પછી બંધ કરાય અથવા તે આઠમની આરાધના ન ગણતાં નોમની ધર્મક્રિયા ગણાવી જોઈએ. પરંતુ એમ ન ગણતાં આઠમની જ એ ક્રિયા ગણાય છે. તેથી એક યા બીજા રૂપે કોઈને કોઈ પ્રમાણ બળથી ઉપચાર કરાય છે. અને ઉપચાર માન્ય પણ રખાય છે. તેમાં ચાલી શકે તેમ નથી જ. આ બધા ભાવાર્થો ક્ષયે પૂર્વા પ્રઘોષ સ્વતઃ ઊપજાવી આપે છે, નહિતર તેનો ઉપયોગ અસંગત થઈ જાય. ૨૭. ક્ષયે -પૂર્વા ૦નો અર્થ બીજી રીતે ન થાય? થાય, તો જરૂર કરવો. પ્રમાણભૂત રીતે જે અર્થ થાય, તે કરવામાં શી હરકત છે? તેમાંયે એ અબાધિત અને વધુ બળવાન પ્રમાણ સહિત શબ્દાર્થ અને તાત્પર્યાWધરાવતો હોય, તે અર્થસર્વસામાન્ય ગણવો જોઈએ. તે અનુસાર દરેક વસ્તુ ઘટાવવામાં આવે, એ યોગ્ય જ છે. ૨૮. પરંતુ બીજો અર્થ એવો કોઈ છે? બીજું બધું એમ ને એમ કાયમ રાખીએ, અને કાર્યાનો અર્થ આરાધ્યા કરીએ, તો શો વાંધો? ર૯. કાર્યાનો અર્થ આરાધ્યા કરવામાં કાંઈ પ્રમાણ જોઈએ ને? કેમ કે- કાર્યાનો શબ્દાર્થ કરવી થાય છે. ત્યારે આરાધ્યાનો શબ્દાર્થ આરાધવી થાય છે: “કરવી” ન થાય તો “કરી” ને આરાધવી? કે “કર્યા વિના” આરાધવી? એ પ્રશ્ન થશે. ૫૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦. તેમ છતાં ઉપચારથી - લક્ષણાથી કાર્યાનો અર્થ આરાધ્યા કરીયે, પરંતુ તેમ કરવાનું કાંઈ પ્રયોજન હોવું જોઈએ. તેથી મુખ્ય શબ્દાર્થ છોડીને બીજો લક્ષ્યાર્થવિગેરે લઈ શકાય. તે સિવાય, શી રીતે લઈ શકાય? પ્રયોજન એ હોય કે સૂર્યોદય વખતની સાક્ષાત અપર્વતિથિને પર્વતિથિ બનાવ્યા વિના તે પર્વતિથિને નામે તે અપર્વતિથિના અવલંબને પર્વતિથિની આરાધના કરવી, પણ એ અપર્વતિથિને પર્વતિથિ તરીકે ઉપચારથી પણ ન બનાવવી.”એમ કરવામાં એવું કોઈ વિશિષ્ટ પ્રયોજન હોય, તો તેમ કરી શકાય. “છે કોઈ?” પરંતુ “તેમ પણ કરવાનું ફળ શું?” “તેમ પણ કરવાનું ફળ શું? એ પ્રશ્નોના જવાબ દેવા પડે તેવું કોઈ ફળ કે પ્રયોજન દેખાતું નથી. “તો એ રીતે અર્થ શી રીતે કરી શકાય ? કાર્યાને બદલે ગ્રાહ્યા પાઠ હોય, તો પણ બહુ ફરક પડતો નથી. આરાધ્યા પાઠ કોઈ પ્રમાણિક પાઠાન્તરથી મળી આવેલ હોય, તો તેના ઉપર વિચાર કરી શકાય. કાર્યા શબ્દ સાથે, આરાધના શબ્દ અધ્યાહારથી લાવીને સંગત કરીએ, તો? તિથિઃ ને બદલે તિથે પાઠ હોવો જોઈએ. આરાધના શબ્દ કાર્ય સાથે અન્વયી થઈ શકે નહીં. પૂર્વ તિઃ રાંધ્યા વગ: એમ લેવું પડે. આ સિવાય કોઈ ત્રીજો અર્થ તર્કશુદ્ધ રીતે પ્રમાણભૂત થઈ શકતો હોય, તો તે પણ માન્ય રાખવો યોગ્ય ગણાય. ૩૧. પરંતુ, આ પ્રઘોષનું મુખ્ય તાત્પર્યતો પર્વતિથિની આરાધના કરાવવવી એ જ છે ને ? માટે આરાધના તો તેની સાથે જોડાયેલી છે. પ્રકરણથી કહો કે મુખ્ય પ્રયોજનથી કહો કે ગમે તે રીતે પણ જોડાયેલી જ છે.” આ વાત ખરી છે, પરંતુ આરાધનાના બે પ્રકાર છે. ૧. સર્વ સામાન્ય આરાધના, જેને માટે જગતમાં ધર્મનું અસ્તિત્વ છે. ૨. નિમિત્ત પ્રતિબદ્ધ આરાધના. આ પ્રઘોષ નિમિત્તપ્રતિબદ્ધ આરાધનાના કાળ નિમિત્તને સ્થિર કરવા માટે - સિદ્ધ કરવા માટે છે. નહીં કે સામાન્ય આરાધના માટે છે. માટે, આરાધનાના સામાન્ય પ્રકાર માટે તો અનેક નિમિત્તોનો સમૂહ હોય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ૫૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાવરૂપનિમિત્તો અવલમ્બનપૂર્વક આરાધ્યોની આરાધનામાં પણ, કાળનિમિત્તક અવલંબનનોની આરાધનામાંથી પણ માત્ર પર્વતિથિ નિમિત્તક અવલંબનને સ્થિર કરી તગ્નિમિત્તક આરાધના માટે આ પ્રઘોષ છે. એ તેના સ્વરૂપ ઉપરથીજ સ્પષ્ટ જણાય છે. નહીં કે અઠ્ઠાઈ પર્વો, નહીં કે પર્યુષણ મહાપર્વ, નહીં બીજા પર - નૈમિત્તિક કલ્યાણકાદિક કાળ, ક્ષેત્ર, પર્વો કે ભૂમિઓ માટે આ પ્રઘોષ છે. ભાવનિક્ષેપે રહેલ પર્વતિથિ સિવાય બીજા કોઈ માટે આ પ્રઘોષ નથી, તે બીજા કોઈ નિમિત્તો માટે સાબિત થાય તેમ નથી. અર્થાત વિશિષ્ટ આરાધ્ધ નિમિત્તો માટે આ પ્રઘોષ છે. સામાન્ય આરાધના માટે પણ નથી. ૩ર. આ પ્રઘોષને પર્વતિથિઓ સિવાય પણ બીજા નિમિત્તો સાથે જોડાયેલ, અને તેને લીધે પર્વતિથિ, ઉપરાંત બીજા પવિત્ર દિવસો સાથે સંબંધ ધરાવતો ગણી લેવામાં આવે ને પૂર્વાચાર્ય ભગવંતોને એ રીતે સંમત હોય તો શી હરકત આવે છે? તો આ પ્રઘોષનો પ્રામાણિક, પરિનિષ્ઠિત - એક ચોક્કસ અર્થ જ કરી શકાય તેમ નથી. તેના અર્થની કોઈ વ્યવસ્થા કે ચોક્કસ સ્થિતિ જ ટકી શકે તેમ નથી. તેના અર્થની કોઈ વ્યવસ્થા કે ચોક્કસ સ્થિતિ જ ટકી શકે તેમ નથી. આ મોટો મૂળભૂત વાંધો આવી જાય તેમ છે. ૩૩. આપણો પ્રયાસ એ છે કે આ પ્રઘોષનો પ્રથમ સર્વમાન્ય એક પ્રમાણભૂત ચોક્કસ અર્થ નક્કી થવો જોઈએ. ગમે તે પણ એક નિર્વિવાદ અર્થ નક્કી થવો જોઈએ. પછી તે માપને બધેય લગાડી જોવું જોઈએ. એ માપથી જે બરાબર માપી શકાય, તે વાત બરાબર પ્રમાણભૂત કર્તવ્ય અને સર્વસામાન્ય આચરણા માટે યોગ્ય. ૩૪. આથી આરાધનામાં પણ સ્યાદ્વાદનો આશ્રય લેવાનો રહેતો હોય છે. સામાન્ય આરાધના મુખ્ય હોય છે. પરંતુ નિમિત્તપ્રધાન આરાધનાની મુખ્યતા વખતે સામાન્ય આરાધના ગૌણપણે સમાયેલી રહેતી હોય છે. ૩પ. આરાધનાના અવલંબનો ચાર પ્રકારના બતાવ્યા. તે શા આધારે? અને તેનો અહી શો સંબંધ છે? એમ છે, કે:- મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મની આરાધના જરૂરી છે. કેમકે એ તો મોક્ષનું કારણ છે. અને અધિગમથી કરાતી ધર્મારાઘના માટે નિમિત્તો ખાસ કારણરૂપ હોય છે. આરાધના તો માત્ર ધર્મની જ મોક્ષ માટે કરવાની હોય છે. પરંતુ દેવ, ગુરૂના મુખ્ય આલંબન વિના તે થઈ શકે નહીં. તથા ધર્મની આરાધનામાં પણ સાધક માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને બાવનિમિત્તો અવશ્ય હોય જ છે. ૫3 Page #57 -------------------------------------------------------------------------- ________________ આથી ધર્મની આરાધનામાં સહાયક પવિત્ર આત્મદ્રવ્યો કે પૌગલિક પવિત્ર પદાર્થોઉપકરણો વિગેરેની સહાય લેવાય, તે દ્રવ્યથી નિમિત્તભૂત આલંબન હોય છે. એ જ રીતે - (૨) ક્ષેત્રો પણ આલંબનરૂપ બને છે. પવિત્રતમ-પવિત્રતર - પવિત્ર - અલ્પ પવિત્ર વિગેરે ક્ષેત્રો પણ સહાયક થાય છે. (૩) એમ જ કાળ પણ નિમિત્તરૂપ બને છે. (૪) એમ જ ક્ષમાદિક, સમ્યગદર્શનાદિક ભાવો પણ નિમિત્તભૂત બને છે. એ ચારેયના પણ નામ સ્થાપના - દ્રવ્ય અને ભાવ નિક્ષેપા હોય છે, અને તે પણ ધર્મસાધક પણે નિમિત્તરૂપ આલંબન આરાધનામાં બને છે. દા.ત. શ્રી શંત્રુજય જેમ ભાવનિક્ષેપે સાક્ષાત્ ક્ષેત્ર આલંબન છે, તેમ ૧૨ પર્વતિથિ ભાવનિક્ષેપે સાક્ષાત્ કાળ આલંબન છે. તથા તીર્થંકર પ્રભુના સંબંધ કલ્યાણક ભૂમિઓ જેમ દ્રવ્યનિક્ષેપે ક્ષેત્રે આલંબન છે, તેમ, કલ્યાણકાદિક - તથા તેના પર સંબંધથી બીજા દિવસો પણ દ્રવ્યનિક્ષેપે કાળ આલંબનો છે. આ પ્રમાણે ઘણા દાખલા સમજી લેવા. તે પ્રમાણે – બાર પર્વતિથિ ભાવ નિક્ષેપે સાક્ષાત્કાળ આલંબન છે. કેમ કે જે પર્વતિથિ જે દિવસે આવે છે, તે પ્રથમ કદી આવેલ નથી, કદી પછી આવનાર પણ નથી, વર્તમાન દિવસે સાક્ષાત્ રૂપ છે. તે ગયા પછી ફરી કદી આવનાર નથી. ૩૬. માટે આ પ્રઘોષ બાર પર્વતિથિ સાથે જ પોતાની વ્યાપ્તિ ધરાવે છે. ન ન્યૂન, અધિક. * ૩૭. આથી આ પ્રઘોષ માત્ર પર્વતિથિ સાથે સંબંધ ધરાવે છે. બીજા કોઈની સાથે સંબંધ ધરાવતો નથી. એમ તેના શબ્દાર્થ -ભાવાર્થ- તાત્પર્યાર્થથી નક્કી કરી શકાય છે. તેથી કલ્યાણકપર્વો, પ્રતિષ્ઠાદિક તિથિઓ કે બીજા પર નમિત્તિક કાળ આલંબનોને પણ આ પ્રઘોષ સ્પર્શતો નથી – સ્પર્શી શકતો નથી. એમ નક્કી થાય છે. ૩૮. આ પ્રમાણે પ્રઘોષનો ચોક્કસ અર્થ નક્કી કરવામાં આવ્યો છે. આ માપ લઈને તિથિ વિષે વિચારણા વ્યવસ્થિત કરી શકાય તેમ છે. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ રાજકોટ ૫૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ મનન કરવા લાયક શાસ્ત્રાજ્ઞાઓ 1) “સ્વમતિથી જે કંઈ માર્ગ - ભેદ પડાય છે તે તો સુંદરબુદ્ધિથી કરાય તો પણ ખરાબ છે' (દ્વા૨ દ્વા. ૦માર્ગશુદ્ધિ 6 - ર૬) 2) સંબોધ સિત્તરી શ્વેતામ્બર કે દિગમ્બર બુદ્ધ હોય કે કોઈ બીજા સમભાવ ભાવિતાત્મા કહે મોક્ષ સંદેહ વિના. / 2 (3) યોગસાર મારું જ દર્શન પધાન, ને બીજા બધા પાખડી મારું આગમસાચું, બીજાબધા અસારા ૨-પપા અમે જતાત્વિક, બીજાભ્રાન્ત બધા અતાત્વિકા એવા મત્સરીઓ તત્ત્વના સારથી દૂર હડસેલાય છે. 2-56 . તત્ત્વ નથી અંચલકે મુહપત્તી, તત્ત્વનથી પુનમકે ચઉદશા શ્રાવકાદિ પ્રતિષ્ઠા નહીં, નિર્મલ મન એ જ ખરું તત્ત્વા 2-70aaaa 4) ચૈત્યવન્દન મહાભાષ્ય પોતાની ક્રિયાને વખાણે, સકલ સંઘ વ્યવહાર દૂષિત કરી એનાથી અધિક બીજી કઈશ્રીસંઘની અવજ્ઞા હોય? 132I/ ચૈત્યવન્દન મહાભાષ્ય - ૭૮૭ગાથા પૂર્વજોના માર્ગે ચાલતો પુરુષ કયારે પણ સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી, ભાવની નિર્મળતાને પ્રાપ્ત કરે છે અને મિથા વિકલ્પોથી છૂટકારો પામે છે. (મુકત થાય છે) II 787. 5) ઉપદેશમાલા - પાસત્થાનું લક્ષણ ગણ એટલે સંઘાડાનો ભેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર રહે છે. (ગાથા 361 - ટીકા) શ્રી હીરપ્રશ્ન (1-15) સંવિગ્ન ગીતાર્થ આચરણા વડે બીજ વગેરે પાંચ પર્વનું ઉપાદેયપણું સંભવે છે. તેના અક્ષરોતો શ્રાદ્ધવિધિ સિવાય બીજે જોયાનું યાદ નથી. ushtarag