________________
થવામાં પાંચમને રક્ષણ આપવાની શ્રી સંઘની પ્રચલિત આચરણાને રક્ષણ આપવાનો હેતુ માત્ર હતો જ. આમ કહીને સમાધાન આપે અને જે ખરુ ઠરે તેના કરતાં જુદુ કરવાથી થયેલી ભૂલનું મિચ્છામિ દુક્કડમ જણાવે તો પછી પ્રશ્ન શો રહે છે ?
હવે પાંચમના ક્ષયના જુદા-જુદા ઉલ્લેખો મેળવવામાં આવે અને તેને માત્ર ટિપ્પણાની વાતના ઉલ્લેખ તરીકે સ્વીકારે. પણ શ્રી સંઘની માન્યતા પ્રમાણે ન સ્વીકારે તો તેમ કરાવવાનું કોઈ પ્રબળ પ્રમાણ ન મળે અને તેથી વિપરીત પ્રબળ પ્રમાણ મળે તો પછી તે બાબત વિશેષ ચર્ચવાની ન રહે. જેથી ૨૦૦૪ અને બીજા વર્ષોમાં જે કાંઈ થયું હોય તે બાબત જરૂર પુછી શકાય છે અને ખુલાસો કરવા શ્રી સંઘ ફરજ પણ પાડી શકે છે. અને તેનો ખુલાસો કરવો પણ જોઈએ અને ઉપરની બાબત પણ ખુલાસો માંગી શકાય છે. પરંતુ તે તે પ્રશ્ન હાથ ધરાય ત્યારે, સિવાય નહીં. એ રીતે બધુ ડહોલાય. એકેય પ્રશ્નનો નિકાળ ન થાય. ન્યાયના એરણ ૫૨ એ પ્રમાણે વર્તવું જોઈએ તો જ ઠેકાણું પડે. બીજા બીજા પ્રશ્નો ન છણવા જોઈએ. મારી ખાતરી છે કે વખતે બરાબર પૂછી શકાય અને પુછી શકાય જ. તેમ તેઓથી પણ વાંધો લઈ શકાય નહીં.
અને ત્યારે સંવત્સરીની વિચારણા ઉભી રાખી છે તેથી તે બાબતે કોઈ પણ અત્યારે ચર્ચા કરવી યોગ્ય જ નથી. જો તે બાબત ચર્ચા વિચારણાની ના પાડતા હોય તો વાંધા ભરેલી બાબત છે. ચર્ચા વિચારણાની ના તો માત્ર ૧૨ તિથિની બાબતમાં જ છે. બીજી બાબતમાં નથી, બીજી બાબતમાં વિચારણાને અવકાશ છે જ. જ્યાં સુધી ચાલતી આવતી આચરણાથી જુદી રીતે આચરણા ન કરી હોય.
જે ઠીક લાગે તે આચરણા કરવી જોઈએ, જે આધુનિક પ્રગતિવાદીઓ નો મત છે. કા૨ણે કે તેઓને તો સાંસ્કૃતિક તથ્યો ઊડાડવાના જ છે. પરંતુ સાંસ્કૃતિક પક્ષ તેમ ન કરી શકે. પરંતુ શ્રી શાસનની શિસ્ત અને નિયમન પ્રમાણે વર્તવાને તે બંધાયેલ છે. પરંતુ છેલ્લા ૭૦-૭૫ વર્ષમાં સાચુ લાગે તે કરવાનો અધિકાર છે એમ પ્રગતિવાદીઓના પ્રચારની આપણને પણ કેટલેક અંશે અસર થઈ ગઈ છે. એટલે તે પ્રમાણે જાણતાં અજાણતાં થઈ જાય છે. એવી ઘણી બાબતો છે. જેથી અહીં વિચારણા લંબાણ થાય અને અસ્થાને પણ છે. માટે સાંસ્કૃતિક પક્ષ એવો આગ્રહ નથી રાખી શકતો. પ્રાગતિક પક્ષ ગમે તે કહે અને બોલે તેની નિગ્રહણા બીજી રીતે થાય.
આચરણા પાછી ન ખેંચવાનો આગ્રહ ન હોત તો માત્ર શાસ્ત્ર પાઠોથી સમજવા
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org