________________
સમજાવવાનો જ માત્ર વિચાર હતો. ભલે તેમ હોય. પરંતુ જ્યારે પૂ. આચાર્ય વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ બીજી વખત પાછા આવીને કહેતા ગયા કે ૧૨ તિથિ આચરણા પાછી ખેંચવા, લિખિત પાછી ખેંચવાનું જણાવ્યા બાદ મને જણાવશો તો હું પાછો આવીશ ત્યારે ત્યાં સુધી પણ કાંઈ તે દિશામાં હિલચાલ ન થઈ. હાથ જોડવાથી કે આ ઠીક ન કહેવાય તમારે ચાલ્યા જવું ન જોઈએ વિગેરે કથન માત્રથી ગુંચનો ઉકેલ આવતો નથી. એક એકનો ઉકેલ કરતા જવાથી મૂળ ગૂંચ સુધી પહોંચાય છે. આ તેનો પ્રેક્ટીકલ રસ્તો છે. બીજા બીજા ઉપાયો તો માત્ર હા હો જન્માવે પ્રચાર જન્માવે, પરિણામ ન લાવે. તેઓને ખ્યાલ આવ્યો હોય કે ૧૨ તિથિની બાબતમાં જરાપણ મચક આપવા માંગતા નથી. તો હવે આ બાબતમાં ચોળાચોડ શા માટે કરવી.
અને જ્યારે બાર તિથિનો પક્ષ અહીં સાથે એકત્ર છે. તો તેમનો અભિપ્રાય શા માટે એકી મતે બહાર પાડીને એક બાબતમાં શ્રી સંઘમાં થતું ડહોલાણ વારણ ન કરી નાંખવું. એ રીતે બધાની સમ્મતિ લઈને ચોકખુ (ચોથ) જાહેર કરી દીધી. છતાં શ્રી સંવત્સરીની વિચારણા તો ઊભી જ રાખી છે તેમાં ને દીર્ધ દૃષ્ટિ દેખાઈ છે અને ચા૨ પક્ષમાંથી કોઈ પણ એક પક્ષને શી રીતે ફેંકી દઈ શકાય ? તેમાં સત્યાંશ કેમ ન હોય ? તેથી પાંચમ ઊભી રાખવામાં ન્યાયને સ્થાન આપવાની વૃત્તિ રહે છે. આ બધુ આપણે જો નિખાલસ પણે વર્તવાની ઈચ્છા રાખતા હોઈએ તો ધ્યાનમાં તે લેવુંજ જોઈએ. એ મારી નમ્ર અરજ છે.
એટલે હવે શ્રી નંદનસૂરીશ્વરજીની સમ્મતિ મેળવ્યા સિવાય કોઈ સંધ કંઈ ન કરી શકે. પ.પૂ. શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ પણ ઉપવાસ વગેરેથી ઊભા થતા કે બીજા વંટોળ ઉ૫૨ તો સહી ન જ કરે. ગમે તે ગમે તેવો મુત્સદો તૈયાર કરી લાવે તેના ઉપર જવાબદાર પૂ. આચાર્ય મહારાજાઓએ સહી કરવી જ જોઈએ એમને એવી ફરજ પાડવી પણ વ્યાજબી નથી તેથી ઉલટું ડહોલાય અને નવાં કજીયાના ફણગા ફુટી જાય. માટે તેમજ કરવામાં યોગ્ય થયું છે.
લવાદ નિમવાની વાત બધાય શેં કબુલ કરે. ત્યારેજ થાય શ્રાવકો પ્રથમ પ્રમાણે કરવાનું જાહેર કરે. તો તે પણ કરવામાં આચાર્ય મહારાજાઓમાં મતભેદ છે. તેની ઉપેક્ષા કરીને તેઓની પણ ઉપેક્ષા કરી ગણાય અને તે આચાર્ય મહારાજાઓની આશાતના ગણાય. કેમ કે શ્રાવકો તેમની ઉપેક્ષા કરીને પોતાના નિર્ણય જાહે૨ ક૨વા તૈયાર થયા. તે પણ યોગ્ય
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org